ફિફા વર્લ્ડકપમાં આજે રાઉન્ડ ઓફ 16ની મેચ રમાશે. એટલે કે, ક્વાર્ટર ફાઈનલમાં પહોંચવાની રેસ આજે પણ જોવા મળશે. મોટી વાત તો એ છે કે, આજે બ્રાઝીલની ટીમ મેદાનમાં ઉતરશે. તેની રમત જોવા મળશે. આ બધું એટલા માટે થશે કે, બ્રાઝીલના ચાહકો દુનિયાભરમાં ફેલાયેલા છે પરંતુ બ્રાઝીલ માત્ર એક એવી ટીમ નથી જે આજે કતારના ફુટબોલ મહાકુંભમાં ક્વાર્ટર ફાઈનલની ટિકિટ માટે મેદાનમાં ઉતરશે. આ સિવાય ક્રોએશિયા અને 2 એશિયાઈ ટીમ પણ આ રેસમાં સામેલ થશે.
માત્ર ફિફા વર્લ્ડ કપ 2022માં આજે 2 મેચ રમાશે. જેમાં 4 ટીમો મેદાનમાં ઉતરશે. આ 4 ટીમમાંથી 2 ટીમ આગળ વધશે અને અન્ય 2 ટીમની સફર રાઉન્ડ ઓફ 16માં પુરી થઈ જશે.હવે આ 4 ટીમ કઈ કઈ છે તે જાણી લઈએ. જેમાં બ્રાઝીલ અને ક્રોએશિયા તો છે જ આ સિવાય 2 એશિયાઈ ટીમોમાં સાઉથ કોરિયા અને જાપાન છે.
FIFA WCમાં ક્યાં, ક્યારે કઈ રીતે તમામ મેચ જોઈ શકાશે ?
ફિફા વર્લ્ડકપના રાઉન્ડ ઓફ 16માં આજે 2 મેચ રમાશે. પ્રથમ ટક્કર જાપાન અને ક્રોએશિયામાં હશે. બીજી મેચમાં બ્રાઝિલ અને સાઉથ કોરિયા વચ્ચે થશે.
ભારતીય સમય અનુસાર તમામ મેચ આજે રાત્રે રમાશે. જાપાન અને ક્રોએશિયા વચ્ચે મેચ રાત્રે સાડા 8 કલાકે રમાશે. તો બીજી મેચ બ્રાઝીલ અને સાઉથ કોરિયાની હશે. જે મોડી રાત્રે 12 કલાકે શરુ થશે.
ફિફ3 વર્લ્ડકપમાં આજે 2 મેચનું લાઈવ ટેલીકાસ્ટ Sports18 અને Sports18 HD પર થશે.
ફિફા વર્લ્ડકપની મેચનું લાઈવ સ્ટ્રીમિંગ જીયો સિનેમા એપ પર થશે.