આર્જેન્ટિના ચેમ્પિયન બનતા ઝૂમી ઉઠયા ફેન્સ, ભારતથી આર્જેન્ટિના સુધી થઈ જીતની ઊજવણી

ફિફા વર્લ્ડકપ 2022ની ફાઈનલ મેચમાં જીત મેળવી 5 વાર ફાઈનલ મેચ રમી ચૂકેલી આર્જેન્ટિનાની ટીમ ત્રીજીવાર ચેમ્પિયન બની હતી. આર્જેન્ટિનાથી લઈને ભારત સુધી ફૂટબોલ ફેન્સ મેસ્સીની આ જીત પર ઝૂમી ઉઠયા હતા.

આર્જેન્ટિના ચેમ્પિયન બનતા ઝૂમી ઉઠયા ફેન્સ, ભારતથી આર્જેન્ટિના સુધી થઈ જીતની ઊજવણી
Argentina celebrate victoryImage Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 19, 2022 | 8:33 AM

આજની ફિફા વર્લ્ડકપ 2022ની રોમાંચક ફાઈનલ મેચમાં વર્લ્ડકપ ઈતિહાસમાં ત્રીજીવાર પેનલટી શૂટઆઉટ થયુ હતુ. જેમાં મેસ્સીના નેતૃત્વવાળી આર્જેન્ટિના ટીમે પેનલટી શૂટઆઉટમાં 4-2થી જીત મેળવી હતી. આ સાથે જ આર્જેન્ટિનાની ટીમ ત્રીજીવાર વર્લ્ડકપ ચેમ્પિયન બની હતી. આ જીત સાથે આખી દુનિયામાં મેસ્સી અને આર્જેન્ટિના ટીમના ખેલાડીઓ ઝૂમી ઉઠયા હતા.ખેલાડીઓથી લઈને દુનિયાના ખૂણે ખૂણે મેચ જોઈ રહેલા ફેન્સે આ જીતની ઊજવણીકરી હતી. ભવ્ય જીતની ઊજવણીના કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર હાલમાં વાયરલ થઈ રહ્યા છે.

મેસ્સીની આ છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ હતી. ફાઈનલ મેચમાં જીત સાથે તેનું ફિફા વર્લ્ડકપ ચેમ્પિયન બનવાનું સપનુ પૂરુ થયુ હતુ. તેણે આર્જેન્ટિનાને ચેમ્પિયન બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

ભારતથી લઈને આર્જેન્ટિના સુધી થઈ જીતની ઊજવણી

View this post on Instagram

A post shared by OneFootball (@onefootball)

 

આર્જેન્ટિના મહાન ફૂટબોલર મેસ્સીની આ છેલ્લી વર્લ્ડકપ મેચ હતી. મેસ્સીની વર્લ્ડકપની આ 26મી મેચ હતી. આ સાથે તેણે સૌથી વધારે વર્લ્ડકપ મેચ રમવાોનો રેકોર્ડ પણ પોતાને નામે કર્યો છે. આ રોમાંચક મેચમાં મેસ્સી એ મેચની 23મી મેચમાં પેનલટીનો લાભ ઉઠાવીનેે આ વર્લ્ડકપનો છઠ્ઠો ગોલ કર્યો હતો. મેચની 36મી મિનિટમાં આર્જેન્ટિનાના Ángel Di María એ રોમાંચક ગોલ કરીને આર્જેન્ટિનાને 2-0થી પ્રથમ હાફમાં લીડ અપાવી હતી.

ફાઈનલમાં મેસ્સીના ગોલ સાથે જ તે વર્લ્ડકપની ગ્રુપ સ્ટેજની મેચ, કવાર્ટર ફાઈનલ મેચ, પ્રી કવાર્ટર ફાઈનલની મેચ, સેમિફાઈનલ મેચ અને ફાઈનલ મેચમાં ગોલ કરવાર ફિફા ઈતિહાસનો પ્રથમ ખેલાડી બન્યો છે.

ફ્રાન્સની આજની ફાઈનલ મેચમાં 6 ખેલાડીઓ એવા હતા, જેમણે વર્ષ 2018માં પણ ફ્રાન્સ માટે મેચ રમ્યા હતા. ફ્રાન્સની ટીમે બીજા હાફમાં ગોલ કરવાના ઘણા પ્રયાસ કર્યા હતા. ફ્રાન્સની ટીમના લોકપ્રિય ખેલાડી Kylian Mbappé એ મેચની 80 અને 81મી મિનિટમાં ગોલ કરીને મેચમાં ફ્રાન્સની ટીમની જોરદાર વાપસી કરવી હતી.

રમતની 90મી મિનિટ બાદ મેચમાં 8 મિનિટ વધારાની ઉમેરવામાં આવી હતી. મેચ દરમિયાન ખેલાડીની ઈજાને કારણે કે કોઈ અન્ય કારણસર જે સમય બગડ્યો હોય તે દરેક હાફમાં છેલ્લે ઉમેરવામાં આવે છે. તે વધારાની 8 મિનિટમાં પણ સ્કોર 2-2 રહેતા મેચ એસ્ટ્રા ટાઈમમાં પહોંચી હતી.

મેચની 108મી મિનિટમાં મેસ્સી એ ફરી ગોલ કરીને આર્જેન્ટિનાને લીડ અપાવી હતી. આ તેનો વર્લ્ડકપનો 7મો ગોલ હતો.ત્યારે જ મેચની 118મી મિનિટમાં Kylian Mbappé  એ હેટ્રિક ગોલ કરીને મેચનો સ્કોર 3-3 કર્યો હતો. તે ફિફા વર્લ્ડકપ ઈતિહાસમાં ફાઈનલમાં હેટ્રિક ગોલ કરનાર પ્રથમ ખેલાડી બની ગયો છે. અંતે મેચમાં સ્કોર 3-3 રહેતા, વર્લ્ડકપ ઈતિહાસમાં ત્રીજીવાર ફાઈનલ મેચમાં પેનલટી શૂટઆઉટ થયુ હતુ.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">