Federation Cup: અમલાન બોર્ગોહેને તોડ્યો 200 મીટરનો નેશનલ રેકોર્ડ, હિમા દાસે જીત્યો ગોલ્ડ મેડલ

|

Apr 07, 2022 | 9:52 AM

આ સિવાય કેરળના એથ્લેટ એલ્ડહોસ પોલે પણ ટ્રિપલ જમ્પમાં ફેડરેશન કપ મીટ નો 20 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો હતો. તેણે 16.99 મીટરની છલાંગ લગાવી હતી.

Federation Cup: અમલાન બોર્ગોહેને તોડ્યો 200 મીટરનો નેશનલ રેકોર્ડ, હિમા દાસે જીત્યો ગોલ્ડ મેડલ
Amlan Borgohain એ પોતાને નામ કર્યો વિક્રમ

Follow us on

કેરળના કોઝિકોડમાં રમાયેલ ભારતની મુખ્ય એથ્લેટિક્સ ટુર્નામેન્ટ ફેડરેશન કપ (AFI Federation Cup 2022) માં સતત નવા રેકોર્ડ બન્યા છે. રાષ્ટ્રીય રેકોર્ડથી માંડી મીટ રેકોર્ડ છે. ટુર્નામેન્ટની શરૂઆતમાં જ લાંબી કૂદમાં રેકોર્ડ બદલાતો જોવા મળ્યો હતો અને છેલ્લા દિવસે પણ આ જ ટ્રેન્ડ ચાલુ રહ્યો હતો. બુધવાર, 6 માર્ચે, આસામના અમલાન બોર્ગોહેને (Amlan Borgohain) પુરુષોની 200 મીટરની દોડમાં રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો. 23 વર્ષના બોર્ગોહેને માત્ર 20.52 સેકન્ડમાં રેસ પૂરી કરીને મોહમ્મદ અનસ યાહિયાનો રેકોર્ડ તોડીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. તે જ સમયે, પ્રખ્યાત યુવા રેસર હિમા દાસે (Hima Das) મહિલાઓની 200 મીટરની દોડમાં ગોલ્ડ મેડલ જીત્યો.

કેરળમાં આયોજિત 25મી ફેડરેશન કપ મીટના છેલ્લા દિવસે બુધવારે બોર્ગોહેને પોતાનો દમ બતાવ્યો. ગયા વર્ષે નેશનલ ઓપન એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં આ જ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતનાર બોર્ગોહેને ફરીથી પોતાનું કૌશલ્ય બતાવ્યું અને પ્રતિષ્ઠિત મીટમાં ગોલ્ડ મેડલ જીત્યો. તેણે ન માત્ર તેના અગાઉના પ્રદર્શનમાં સુધારો કર્યો પરંતુ મોહમ્મદ અનસનો રાષ્ટ્રીય રેકોર્ડ પણ તોડ્યો. અનસે 2018માં 20.63 સેકન્ડના સમય સાથે રેકોર્ડ બનાવ્યો હતો, જે હવે 20.52 સાથે અમલાન નામે થઇ ગયો છે.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

હિમા દાસે ગોલ્ડ જીત્યો હતો

એટલું જ નહીં, એથ્લેટિક્સ ફેડરેશન ઑફ ઈન્ડિયા દ્વારા નિર્ધારિત એશિયન ગેમ્સ ક્વોલિફાઈંગ સ્ટાન્ડર્ડની અંદર રેસ પૂર્ણ કરનાર આ સમય સાથે અમલાન એકમાત્ર રેસર રહ્યા હતા. આ ઉપરાંત અન્ય ઈવેન્ટમાં પણ ભારે રોમાંચ જોવા મળ્યો હતો. ખાસ કરીને મહિલાઓની 200 મીટરની દોડ શાનદાર રહી હતી, જેમાં હિમા દાસે ઐશ્વર્યા કૈલાશ મિશ્રાને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. ઐશ્વર્યાએ બે દિવસ પહેલા 400 મીટરમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો, પરંતુ અહીં તે હિમાથી થોડા અંતરથી પાછળ રહી ગઈ હતી. હિમાએ 23.63 સેકન્ડમાં રેસ પુરી કરી હતી જ્યારે ઐશ્વર્યાએ 23.64 સેકન્ડનો સમય લીધો હતો. પ્રિયા એચ મોહને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

ટ્રિપલ જમ્પમાં નવો મીટ રેકોર્ડ

આ સિવાય કેરળના 25 વર્ષીય એલ્ડહોસ પોલે ટ્રિપલ જમ્પમાં ફેડરેશન કપ મીટનો નવો રેકોર્ડ બનાવ્યો છે. પોલે 16.99 મીટરના જમ્પ સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ સાથે તેણે 2002માં રણજીત મહેશ્વરીનો 16.85 મીટરનો રેકોર્ડ તોડ્યો હતો. એટલું જ નહીં, તે પોલનું વ્યક્તિગત શ્રેષ્ઠ પણ છે. તેણે ગયા મહિને જ 16.95 મીટરની છલાંગ લગાવી હતી.

 

આ પણ વાંચો : IPL 2022: મુંબઈ સામે Pat Cummins એ બેટ વડે મચાવી દીધી ધમાલ, 14 બોલમાં અડધી સદી ફટકારી નોંધાવી દીધા વિક્રમ

આ પણ વાંચો : Sabarkantha: હિંમતનગરમાં કોંગ્રેસ, પાટીદાર અને રાજપૂત અગ્રણીઓ ભાજપમાં જોડાયા, સીઆર પાટીલે કરાવ્યા કેસરીયા

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

 

 

Published On - 9:39 am, Thu, 7 April 22

Next Article