AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SAFF Championship 2023 : ભારત-નેપાળ વચ્ચેની ચાલુ મેચમાં ખેલાડીઓ વચ્ચે ઝપાઝપી, જુઓ VIDEO

SAFF ફૂટબોલ ચેમ્પિયનશિપમાં ભારત અને નેપાળ વચ્ચેની મેચ દરમિયાન બંને ટીમના ખેલાડીઓ વચ્ચે ઝઘડો જોવા મળ્યો હતો. ભારતે આ મેચ જીતીને પોતાના નામે કરી હતી.

SAFF Championship 2023 : ભારત-નેપાળ વચ્ચેની ચાલુ મેચમાં ખેલાડીઓ વચ્ચે ઝપાઝપી, જુઓ VIDEO
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 25, 2023 | 3:03 PM
Share

સૈફ ચેમ્પિયનશિપમાં ભારતીય ફુટબોલ ટીમનું સતત સારું પ્રદર્શન જોવા મળી રહ્યું છે. નેપાળ વિરુદ્ધ ટક્કરમાં ટીમે 2-0થી જીત મેળવી હતી. આ ચેમ્પિયનશીપની ફાઈનલમાં પોતાનું સ્થાન પાક્કું કરી લીધું છે. ભારત તરફથી કેપ્ટન સુનીલ છેત્રી અને મહેશ સિંહે ગોલ કર્યો હતો. આ મેચ દરમિયાન બંન્ને ટીમના ખેલાડીઓ વચ્ચે ખુબ તણાવ પણ જોવા મળ્યો હતો.

આ મેચની 64મી મિનિટ દરમિયાન બંન્ને ટીમના ખેલાડીઓ એક બીજા સાથે ટક્કરાતા જોવા મળ્યા હતા. હવે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ભારતના રાહુલ ભેકે અને નેપાળના ખેલાડી બિમલ ધરતી વચ્ચે એક હેડરને લઈ બોલાચાલી જોવા મળી હતી. આ દરમિયાન બંન્ને ખેલાડીઓ વચ્ચે હાથાપાઈ જોવા મળી હતી. ત્યારબાદ રેફરી વચ્ચે આવી બંન્ને ટીમના ખેલાડીઓને શાંત કર્યા હતા.

આ પણ વાંચો : Roger Binny family Tree: દીકરો ક્રિકેટર, વહુ સ્પોર્ટસ એન્કર, આવો છે BCCIના પ્રમુખ રોજર બિન્નીનો પરિવાર

ભારતે પ્રથમ મેચમાં પાકિસ્તાનને માત આપી

ભારતીય ટીમે સૈફ ચેમ્પિયનશિપમાં પોતાની પ્રથમ મેચ પાકિસ્તાન વિરુદ્ધ રમી હતી. આ મેચમાં કેપ્ટન સુનીલ છેત્રીએ સતત 3 ગોલ કર્યા હતા. ભારતે આ જીત પાકિસ્તાન વિરુદ્ધ મેચમાં 4-0થી મેળવી હતી. સુનીલ છેત્રી હવે એશિયાઈ ફુટબોલમાં સૌથી વધુ ગોલ કરવા મામલે બીજા સ્થાન પર છે. ભારત અને કુવેત હવે પ્રથમ સ્થાન મેળવવા માટે 27 જુનના રોજ એક બીજા વિરુદ્ધ ટક્કરાશે. જ્યારે પાકિસ્તાન અને નેપાળ તે જ દિવસે એક મેચ રમશે.

(Source twitter )

આ પણ વાંચો : હોકી અમદાવાદ 5’s ચેમ્પિયનશિપ સીઝન અમદાવાદમાં યોજાઈ, પ્રથમ વખત દરેક ટીમમાં મહિલાને અપાયું સ્થાન

સૈફ ચેમ્પિયનશિપના બીજા ગ્રુપમાં તમામ 4 ટીમ સેમીફાઈનલની રેસમાં છે. તમામ ટીમે અત્યારસુધી 1-1 મેચ રમી છે. જેમાં લેબનાન અને માલદીવે પોતાની મેચ જીતી છે. જ્યારે બાંગ્લાદેશ અને ભૂટાનને હારનો સામનો કરવો પડ્યો છે.

ભારતીય ફૂટબોલ ટીમ હાલમાં શાનદાર ફોર્મમાં જોવા મળી રહી છે. બીજો ઇન્ટરકોન્ટિનેન્ટલ કપ જીત્યા બાદ ભારતીય ફૂટબોલ ટીમે SAFF ચેમ્પિયનશિપમાં જીતવા પહોંચી છે. આ ટુર્નામેન્ટમાં ભારતીય ફૂટબોલ ટીમે પાકિસ્તાનને હરાવીને વિજયી શરુઆત કરી હતી. ભારતીય ફૂટબોલ ટીમ આગામી વર્લ્ડ કપ માટે પણ ક્વોલિફાય થઈ શકે છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
g clip-path="url(#clip0_868_265)">