AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Intercontinental Cup 2023ની ફાઈનલમાં પહોંચી ભારતીય ફૂટબોલ ટીમ, વનુઆતુ સામે 1-0થી મેળવી જીત

India vs Vanuatu : આજે ભારત અને વનુઆતુની ફૂટબોલ ટીમ વચ્ચે રસપ્રદ મેચ રમાઈ હતી. આ ટુર્નામેન્ટમાં સતત બીજી મેચમાં ભારતીય ફૂટબોલ ટીમની જીત થઈ છે. વનુઆતુ સામે ભારતીય ટીમની 1-0થી જીત થઈ છે. 

Intercontinental Cup 2023ની ફાઈનલમાં પહોંચી ભારતીય ફૂટબોલ ટીમ, વનુઆતુ સામે 1-0થી મેળવી જીત
Intercontinental Cup 2023
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 12, 2023 | 10:06 PM
Share

Bhubaneshwar: 9 જૂનથી ભારતમાં ફૂટબોલની મોટી ટુર્નામેન્ટ Intercontinental Cup 2023ની શરુઆત થઈ હતી. પ્રથમ મેચમાં મોંગોલિયાની ટીમને 2-0થી હરાવીને ભારતીય ફૂટબોલ ટીમે વિજયી શરુઆત કરી હતી. આજે ભારત અને વનુઆતુની ફૂટબોલ ટીમ વચ્ચે રસપ્રદ મેચ રમાઈ હતી. આ ટુર્નામેન્ટમાં સતત બીજી મેચમાં ભારતીય ફૂટબોલ ટીમની જીત થઈ છે. વનુઆતુ સામે ભારતીય ટીમની 1-0થી જીત થઈ છે.

વિશ્વ રેકિંગમાં 101માં સ્થાનની ભારતીય ફૂટબોલ ટીમે વિશ્વ રેકિંગમાં 164માં સ્થાનની વનુઆતુ ફૂટબોલ ટીમને લીડ લેવા દીધી ના હતી. ભારતીય ફૂટબોલ ટીમના સ્ટાર ફૂટબોલર સુનિલ ક્ષેત્રી એ 81મી મિનિટે ગોલ કરીને ભારતની જીત સુનિશ્વિત કરી હતી. 2 મેચમાં જીત સાથે ભારતીય ટીમ હાલમાં 6 અંક સાથે છે. આ સાથે ભારતીય ટીમે ફાઈનલમાં સ્થાન નક્કી કરી દીધું છે.

આ પણ વાંચો : WTC Final 2023 : પ્રથમ ઈનિંગમાં ભારતીય ટીમ 296 રન બનાવી ઓલઆઉટ, ઓસ્ટ્રેલિયા પાસે 173 રનની લીડ

ભારતીય ફૂૂટબોલ ટીમની સતત બીજી જીત

કેપ્ટન સુનીલ છેત્રીનો 86મો ગોલ

ભારતીય કેપ્ટન સુનિલ છેત્રી એ 38 વર્ષની ઉંમરમાં પોતાના કરિયરનો 86મો ઈન્ટરનેશનલ ગોલ ફટકાર્યો છે. તે 136મી ઈન્ટરનેશનલ મેચ રમી રહ્યો હતો. 20 વર્ષનીન ઉંમરમાં તેણે પોતાનો પહેલો ગોલ પાકિસ્તાન સામે કર્યો હતો. ઈન્ટરકોન્ટિનેન્ટલ કપ 2023 ભારતમાં લાઈવ ક્યાં જોવા મળશે ?

ઇન્ટરકોન્ટિનેન્ટલ કપ 2023 ફૂટબોલ મેચોનું લાઇવ સ્ટ્રીમિંગ Disney+ Hotstar અને Jio TV પર ઉપલબ્ધ થશે. ઈન્ટરકોન્ટિનેન્ટલ કપ ફૂટબોલ મેચોનું જીવંત પ્રસારણ ભારતમાં સ્ટાર સ્પોર્ટ્સ 2 અને સ્ટાર સ્પોર્ટ્સ 2 HD ટીવી ચેનલો પર ઉપલબ્ધ થશે.

ઇન્ટરકોન્ટિનેન્ટલ કપ 2023 શેડ્યૂલ

9 જૂન, શુક્રવાર

લેબનોન vs વનુઆતુ – 4:30 PM , ભારત વિ મોંગોલિયા – સાંજે 7:30 PM (ભારતીય ટીમની જીત)

જૂન 12, સોમવાર

મંગોલિયા vs લેબનોન – 4:30 PM , ભારત vs વનુઆતુ – 7:30 PM

15 જૂન, ગુરુવાર

વનુઆતુ vs મોંગોલિયા – 4:30 PM , ભારત vs લેબનોન – 7:30 PM

18 જૂન, રવિવાર

અંતિમ – TBD vs TBD – સાંજે 7:30 PM

આ પણ વાંચો : WTC Final 2023 : પ્રથમ ઈનિંગમાં ભારતીય ટીમ 296 રન બનાવી ઓલઆઉટ, ઓસ્ટ્રેલિયા પાસે 173 રનની લીડ

ભારત દ્વારા આયોજિત ઈન્ટરકોન્ટિનેન્ટલ કપ વર્ષ 2018માં મુંબઈમાં અને વર્ષ 2019માં અમદાવાદમાં રમાયું હતું. પહેલી સિઝનમાં ભારતીય ટીમ ચેમ્પિયન બની હતી. જ્યારે બીજી સિઝનમાં કોરિયા ચેમ્પિયન બન્યું હતું. કોરોનાને કારણે 3 વર્ષ સુધી આ ટુર્નામેન્ટ થઈ શકી ન હતી. આજથી તેની ત્રીજી સિઝનની શરુઆત થઈ છે.ચાર વર્ષ પછી પરત ફરતા, ઇન્ટરકોન્ટિનેન્ટલ કપ 2023માં ચાર ફૂટબોલ ટીમો – ભારત, લેબનોન, મંગોલિયા અને વનુઆતુની ફૂટબોલ ટીમ ભાગ લઈ રહી છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">