AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

LIVE મેચમાં દુનિયાની મહાન ટેનિસ ખેલાડી પર થયો હતો ચાકૂથી હુમલો, જુઓ Viral Video

Monica Seles knife attack : રમતના મેદાન પર ખેલાડીઓ પોતાના ઉત્કૃષ્ટ ટેલેન્ટનું પ્રદર્શન કરીને લોકોને આશ્ચર્યમાં મુકતા હોય છે. પણ કેટલીક વાર દર્શકો રમતના મેદાન પર આવીને એવી હરકત કરતા હોય છે, જે સમાચારની હેડલાઈન બની જતા હોય છે. ચાલો જાણીએ રમતગમત જગતનો આવો જ એક ચોંકાવનારો કિસ્સો.

LIVE મેચમાં દુનિયાની મહાન ટેનિસ ખેલાડી પર થયો હતો ચાકૂથી હુમલો, જુઓ Viral Video
Viral video
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 17, 2023 | 5:08 PM
Share

Monica Seles Stabbed: દુનિયાની પૂર્વ નંબર 1 ટેનિસ ખેલાડી મોનિકા સેલેસ (Monica Seles) પોતાની જબરદસ્ત રમતને કારણે ઘણી ચર્ચામાં રહી છે. તેણે પોતાના કરિયરમાં 9 ગ્રેન્ડ સ્લેમ મહિલા સિંગલ્સના ખિતાબ જીત્યા છે. પણ 30 એપ્રિલનો દિવસ તે ક્યારે ભૂલી શકી નથી. વર્ષ 1993માં 19 વર્ષીય મોનિકા સેલેસ હેમ્બર્ગ ઓપનમાં કવાર્ટર ફાઈનલમાં માગદાલેના માલેવા સામે રમી રહી હતી. ત્યારે જ ડ્રિંક્સ બ્રેક દરમિયાન એક ટેનિસ ફેન એ તેના પર ચાકુથી હુમલો કર્યો હતો.

ગુન્ટર પાર્ચે જર્મનીની ટેનિસ ખેલાડી સ્ટેફઈનો કટ્ટર ફેન હતો. મોનિકા સેલેસ વર્ષ 1991માં સૌથી નાની ઉંમરમાં દુનિયાની નંબર 1 ખેલાડી બની હતી. આ દરિમાયન સ્ટેફી ગ્રાફનો નંબર 1નો તાજ છીનવાઈ ગયો હતો. ગુન્ટરમો ઈરાદો સેલેસને ઘાયલ કરીને સ્ટેફી ગ્રાફને દુનિયાની નંબર 1 ખેલાડી બનાવવાનો હતો.

વર્ષ 1993માં આ ઘટના બાદ મોનિકા સેલેસ ટેનિસ રમી શકી ના હતી. તે રેકિંગમાં આઠમા નંબર પર પહોંચી ગઈ હતી. તેને ટેનિસના કોર્ટ પર વાપસી કરવામાં ઘણી વાર લાગી હતી. મોનિકા સેલેસ એ પોતાના ટેનિસ કરિયરમાં 9 મહિલા સિગલ્સ ગ્રેન્ડ સ્લેમ, 4 ઓસ્ટ્રેલિયન ઓપન, 3 ફ્રેન્ચ ઓપન અને 1 યુએસ ઓપનના ખિતાબ જીત્યા છે.

આ પણ વાંચો : Viral Video : હવામાં હજારો ફૂટ પર લટકતા પ્લેટફોર્મ પર સાઈકલસવારે કર્યો સ્ટંટ, Video જોયા પછી લાગશે ડર

આ રહ્યો એ વાયરલ વીડિયો

આ વાયરલ વીડિયો અલગ અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી વર્ષોથી શેર થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. ઘણા સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયો જોઈને ચોંકી ગયા હતા.

એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે,બાપ રે બાપ. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, સફળ લોકોને નીચે પાડવા માટે આખી દુનિયા પ્રયાસ કરતી હોય છે. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, ભગવાનની કૃપાથી તેનો જીવ બચી ગયો. આવી અનેક પ્રતિક્રિયા આ વીડિયો પર જોવા મળી હતી.

આ પણ વાંચો : Viral Video: ચિત્તાના પરિવાર માટે થંભી ગયો ટ્રાફિક, રસ્તા વચ્ચે કરી માણસો જેવી હરકતો

વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
કરજણ: પ્રાથમિક શાળામાં બાળકો પાસે સફાઈ કરાવતો વીડિયો વાયરલ!
કરજણ: પ્રાથમિક શાળામાં બાળકો પાસે સફાઈ કરાવતો વીડિયો વાયરલ!
તંત્રની બદ્દ-નિયતના પાપે ઉપલેટાનો મોજ નદી પરનો બ્રિજ 5 વર્ષથી જર્જરીત
તંત્રની બદ્દ-નિયતના પાપે ઉપલેટાનો મોજ નદી પરનો બ્રિજ 5 વર્ષથી જર્જરીત
વડોદરા: શાકભાજીના ભાવ આસમાને, લીંબુ-લસણ મોંઘા થતાં બજેટ ખોરવાયું
વડોદરા: શાકભાજીના ભાવ આસમાને, લીંબુ-લસણ મોંઘા થતાં બજેટ ખોરવાયું
ભરૂચની 14મી સદીની ઐતિહાસિક ઇમારતનો વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો
ભરૂચની 14મી સદીની ઐતિહાસિક ઇમારતનો વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો
વડોદરામાં બે દિવસ પાણીકાપ, 7.8 લાખ લોકોને અસર, જુઓ Video
વડોદરામાં બે દિવસ પાણીકાપ, 7.8 લાખ લોકોને અસર, જુઓ Video
કુડાસણની આલ્ફા PGમાં ABVPનો દરોડો, એક્સપાયર્ડ ભોજનનો દાવો ! Video
કુડાસણની આલ્ફા PGમાં ABVPનો દરોડો, એક્સપાયર્ડ ભોજનનો દાવો ! Video
જૂનાગઢના હીરાપુરમાં 25 ફૂટ લાંબો અજગર રોડ પર દેખાયો, Video
જૂનાગઢના હીરાપુરમાં 25 ફૂટ લાંબો અજગર રોડ પર દેખાયો, Video
Breaking News : ગાંધીનગર મેટ્રો સેવામાં ટેકનિકલ ખામી
Breaking News : ગાંધીનગર મેટ્રો સેવામાં ટેકનિકલ ખામી
મહેનતનું યોગ્ય પરિણામ મળશે, પ્રેમ સબંધોમાં મધુરતા આવશે
મહેનતનું યોગ્ય પરિણામ મળશે, પ્રેમ સબંધોમાં મધુરતા આવશે
પાટીદાર સમાજ દ્વારા સામાજિક વિવાદોના નિરાકરણ માટે રચાયુ ‘સમાધાન પંચ’
પાટીદાર સમાજ દ્વારા સામાજિક વિવાદોના નિરાકરણ માટે રચાયુ ‘સમાધાન પંચ’
g clip-path="url(#clip0_868_265)">