સમર અને વિન્ટર ગેમ્સ હોસ્ટ કરનાર બેઇજિંગ વિશ્વનું પહેલું શહેર બન્યું
4 ફેબ્રુઆરીથી શરૂ થનાર વિન્ટર ઓલિમ્પિકમાં 91 દેશના 2871 એથલીટો ભાગ લઇ રહ્યા છે. 4 ફેબ્રુઆરીના રોજ ભારતીય સમય પ્રમાણે સાંજે 5.30 કલાકે ઓપનિંગ સેરેમની યોજાશે. વિન્ટર ઓલિમ્પિકમાં ભારતનો એક માત્ર એથલીટ ભાગ લઇ રહ્યો છે.
ચીનની રાજધાની બેઇજિંગમાં (Beijing) 4 ફેબ્રુઆરીથી 24મી વિન્ટર ઓલિમ્પિકની (Winter Olympics) શરૂઆત થઇ રહી છે. વિન્ટર ઓલિમ્પિકમાં તમામ રમતો માત્ર બરફમાં જ રમાય છે. 20 ફેબ્રુઆરી સુધી ચાલનાર વિન્ટર ઓલિમ્પિકમાં ચીન, અમેરિકા, ભારત સહિત 91 દેશ ભાગ લઇ રહ્યા છે. વિન્ટર ઓલિમ્પિકમાં (Winter Olympics) 91 દેશના કુલ 2871 જેટલા એથલીટો ભાગ લઇ રહ્યા છે. તમને જણાવી દઇએ કે ચીનની રાજધાની બેઇજિંગ વિશ્વનું પહેલી શહેર બની ગયું છે જેણે સમર અને વિન્ટર ઓલિમ્પિકનું આયોજન કર્યું હોય.
હાલ ચીન માટે સૌથી મોટો પડકાર ખેલાડીઓની સુરક્ષા અને સ્વાસ્થ્યને લઇને રહેશે. દેશમાં કોરોનાનો પ્રસાર રોકવો જરૂરી રહેશે. દરેક ખેલાડીઓનો દરરોજ કોરોના ટેસ્ટ થશે. તથા દરેક ખેલાડીઓને હોટલ અને આયોજન સ્થળથી બહાર જવાની અનુમતી નહીં હોય. જોકે ગેમ્સમાં સીમિત સંખ્યામાં દર્શકોને પ્રવેશ આપવામાં આવશે.
ફેક્ટ-1: પહેલી વિંટર ઓલિમ્પિક ક્યારે આયોજીત થઇ
વિન્ટર ગેમ્સ પણ ઓલિમ્પિક મુવમેન્ટનો ભાગ હતો. આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ દર ચાર વર્ષે તેનું આયોજન કરે છે. પહેલીવાર 1924માં ફ્રાન્સ શહેર ચામોનિક્સમાં વિન્ટર ઓલિમ્પિકનું આયોજન થયું હતું. 1924થી 1992 સુધી વિન્ટર ઓલિમ્પિકનું આયોજન એજ વર્ષે થતું રહ્યું જે વર્ષે સમર ઓલિમ્પિકનું આયોજન થતું હતું. ત્યારબાદથી બંને મેગા ઇવેન્ટને 2-2 વર્ષના ગેપમાં આયોજીત કરવામાં આવ્યા.
ફેક્ટ-2: કેટલી કેમ અને કેટલી ઇવેન્ટ
બેઇજિંગ વિન્ટર ઓલિમ્પિકમાં 7 રમતોમાં 109 ઇવેન્ટ રમાશે. એટલે કે 109 ગોલ્ડ મેડલ માટે મેચ રમાશે. 91 દેશના 2871 એથલીટો ભાગ લઇ રહ્યા છે.જેમાં 1581 પુરુષ અને 1290 મહિલા એથલીટોનો સમાવેશ થાય છે.
ફેક્ટ-3: ભારત તરફથી કેટલા એથલીટો
બેઇજિંગ વિન્ટર ઓલિમ્પિકમાં ભારતના માત્ર 1 એથલીટ આરિફ ખાન ભાગ લઇ રહ્યો છે. આરિફ સ્લેલોમ અને જાઇન્ટ સ્લેલોમ સ્કીઇંગ ઇવેન્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. આરિફ વિન્ટર ઓલિમ્પિકના ઇતિહાસમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર અત્યાર સુધીનો 16મો એથલીટ છે.
ફેક્ટ-4: આ વખતે વિવાદ કેમ
વિશ્વની બે મહાસત્તા અમેરિકા અને ચીન વ્યાપાર અને આંતરરાષ્ટ્રીય સબંધોમાં ઘણા મુદ્રાઓ પર એક-બીજાની સામ-સામે આવી ગયા છે. તેની અસર વિન્ટર ઓલિમ્પિકમાં પણ પડી છે. ચીન પહેલીવાર વિન્ટર ઓલિમ્પિકનું આયોજન કરી રહ્યું છે. એમેરિકા સહિત ઘણા પશ્ચિમી દેશોએ ચીનમાં (ખાસ કરીને શિંજિયાનમાં) માનવાધિકાર ઉલ્લંઘનનો મામલો ઉઠાવતા ઓપનિંગ અને ક્લોઝિંગ સેરેમનીમાં કોઇ પણ અધિકારીને મોકલવાનો ઇનકાર કરી દીધો છે.
હવે ભારતે પણ તેનો ડોમેસ્ટિક બોયકોટ કર્યો ચે. જોકે ભારતના બોયકોટનું કારણ અલગ છે. ગત વર્ષે ગલવાનમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે હિંસક ટકરાવ થઇ હતી. ભારતે ચીન પર રમતમાં રાજનીતિ લાવવાનો આરોપ કરતા ડોમેસ્ટિક બોયકોટ કર્યો છે.
ફેક્ટ-5: સમર અને વિન્ટર ઓલિમ્પિકનું આયોજન કરના બેઇજિંગ વિશ્વનું પહેલું શહેર બન્યું
વિન્ટર ઓલિમ્પિક ગેમ્સની શરૂઆતની સાથે બેઇજિંગે અનોખો રેકોર્ડ બનાવ્યો. બેઇજિંગ વિશ્વનું પહેલું શહેર બની ગયું છે જ્યા સમર અને વિન્ટર એમ બંને ઓલિમ્પિક આયોજન થયા છે. 2008માં બેઇજિંગમાં સમર ઓલિમ્પિકનું આયોજન થયું હતું.
ફેક્ટ-6: છેલ્લા 3 ઓલિમ્પિક એશિયામાં
સમર અને વિન્ટર ઓલિમ્પિક મળીને સતત ત્રીજીવાર છે જેનું આયોજન એશિયામાં થઇ રહ્યું છે. 2018 વિન્ટર ઓલિમ્પિકનું આયોજન પ્યોંગચેંગ (સાઉથ કોરિયા) માં થયું હતું. 2021માં સમર ઓલિમ્પિક ટોક્યોમાં રમાઈ હતી. હવે ચીન વિન્ટર ઓલિમ્પિકની મેજબાની કરી રહ્યું છે.
ફેક્ટ-7: વિન્ટર ઓલિમ્પિકમાં સૌથી સફળ દેશ કોણ
વિન્ટર ઓલિમ્પિકમાં સૌથી સફળ દેશ નોર્વે છે. નોર્વે અત્યાર સુધી 132 ગોલ્ડ સહિત 368 મેડલ જીતી ચુક્યા છે. અમેરિકા બીજા સ્થાને છે. અમેરિકાએ 105 ગોલ્ડ સાથે કુલ 305 મેડલ જીત્યા છે. 92 ગોલ્ડ સાથે 240 મેડલની સાથે જર્મની ત્રીજા સ્થાને છે. ચીન 17માં સ્થાને છે. તેણે 13 ગોલ્ડ સહિત 62 મેડલ જીત્યા છે. નોર્વે કુલ 8 વાર વિન્ટર ઓલિમ્પિક મેડલ ટેલીમાં ટોપ પર રહ્યું છે. સોવિયત સંઘે 7 વાર આ સિદ્ધી મેળવી છે. અમેરિકા માત્ર 1 વાર ટેબલ ટેલીમાં ટોચ પર આવ્યું છે.
ફેક્ટ-8: વિન્ટર ઓલિમ્પિક ક્યા જોઇ શકાશે
ભારતમાં વિન્ટર ઓલિમ્પિક સોની સ્પોર્ટ્સ નેટવર્ક પર જોઇ શકાશે. સાથે જ સોની લિવ એપ પર પણ ટુર્નામેન્ટની રમતો જોઇ શકાશે. ઓપનિંગ સેરેમની ભારતીય સમય પ્રમાણે 4 ફેબ્રુઆરીના રોજ સાંજે 5.30 વાગે થશે.
આ પણ વાંચો : Women IPL રમાડવાને લઇને BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીનુ એલાન, આગામી વર્ષથી શરુ થશે ટૂર્નામેન્ટ
આ પણ વાંચો : IND vs WI: પ્રેક્ષકો T20 Series નહી રહી શકે ઉપસ્થિત, BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ આપી મોટી જાણકારી