AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Australian Open: સાનિયાનો છેલ્લો ગ્રાન્ડસ્લેમ, કોણ બનશે પાર્ટનર ? જાણો શું છે શેડ્યૂલ

સાનિયા મિર્ઝા તેની કારકિર્દીના છેલ્લા ગ્રાન્ડ સ્લેમમાં વિમેન્સ ડબલ્સ અને મિક્સ્ડ ડબલ્સમાં ટાઈટલ જીતવાના ઈરાદા સાથે કોર્ટ પર ઉતરશે.

Australian Open: સાનિયાનો છેલ્લો ગ્રાન્ડસ્લેમ, કોણ બનશે પાર્ટનર ? જાણો શું છે શેડ્યૂલ
Australian Open 2023 Sania Mirza last Grand Slam see schedule
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 16, 2023 | 4:26 PM
Share

સાનિયા મિર્ઝા તેની કારકિર્દીના છેલ્લા ગ્રાન્ડ સ્લેમ માટે તૈયાર છે. ઓસ્ટ્રેલિયન ઓપન 2023 તેની કારકિર્દીનું છેલ્લું ગ્રાન્ડ સ્લેમ હશે. વર્ષનો પહેલો ગ્રાન્ડ સ્લેમ શરૂ થઈ ગયો છે, પરંતુ ભારતની સ્ટાર ટેનિસ ખેલાડી સાનિયા ક્યારે કોર્ટ પર ટક્કર કરશે, આ સવાલ ભારે ચર્ચામાં છે. છેલ્લી વખત ગ્રાન્ડ સ્લેમ રમી ભારતીય ટેનિસને એક નવા સ્તરે લઈ જનારી સાનિયાને જોવા માટે આખો દેશ આતુર છે. છેલ્લી વખત તેનો પાર્ટનર કોણ હશે, છેલ્લી વખત તે કોની સાથે ગ્રાન્ડ સ્લેમ જીતશે?

સાનિયાના છેલ્લા ગ્રાન્ડ સ્લેમ સાથે જોડાયેલા આવા તમામ સવાલોના જવાબ અમે તમને જણાવીશું, ઓસ્ટ્રેલિયન ઓપન 16 જાન્યુઆરીથી શરૂ થઈ છે, પરંતુ 6 વખતની ગ્રાન્ડ સ્લેમ વિજેતા સાનિયા 18 જાન્યુઆરીએ તેની છેલ્લી મોટી ટુર્નામેન્ટ માટે કોર્ટ પર ઉતરશે.

View this post on Instagram

A post shared by Sania Mirza (@mirzasaniar)

એના અને બોપન્ના સાનિયાના પાર્ટનર

18 જાન્યુઆરીએ સાનિયા એના ડેનિલિના સાથે મહિલા ડબલ્સના પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ કરશે. તેઓ ડાલમા ગુલ્ફી અને બર્નાર્ડા પારાના પડકારનો સામનો કરશે. જો ભારતીય સ્ટાર પ્રથમ રાઉન્ડના પડકારને પાર કરી લેશે તો તે બીજા રાઉન્ડમાં પ્રવેશ કરશે. પ્રથમ રાઉન્ડના પડકારમાં સાનિયાનો હાથ ઉપર જોવા મળી રહ્યો છે.

21 જાન્યુઆરીથી મિક્સ્ડ ડબલ્સ ઈવેન્ટ્સ રમાશે અને સાનિયા ભારતીય સ્ટાર રોહન બોપન્ના સાથે ચેલેન્જ રજૂ કરશે. છેલ્લી વખત બંને વિમ્બલ્ડન 2021માં જોડી તરીકે ઉતર્યા હતા. બંને ગયા વર્ષે સપ્ટેમ્બરમાં યુએસ ઓપનમાં પણ રમવાના હતા, પરંતુ સાનિયા ઈજાના કારણે તેમાં ભાગ લઈ શકી ન હતી.

2 વખત ઓસ્ટ્રેલિયન ઓપનનો ખિતાબ જીત્યો છે

તાજેતરમાં સાનિયાએ નિવૃત્તિની જાહેરાત કરી હતી. તે આવતા મહિને દુબઈમાં થનારી WTA 1000 ટુર્નામેન્ટમાં છેલ્લી વખત કોર્ટ પર ઉતરશે. 2003માં પ્રોફેશનલ ટેનિસમાં પગ મૂકનાર સાનિયાએ 3 ગ્રાન્ડ સ્લેમ વિમેન્સ ડબલ્સ અને 3 ગ્રાન્ડ સ્લેમ મિક્સ્ડ જીત્યા હતા. ભારતીય સ્ટારે 2009માં મિશ્ર ડબલ્સમાં અને 2016માં મહિલા ડબલ્સમાં ઓસ્ટ્રેલિયન ઓપનનો ખિતાબ જીત્યો હતો.

દુનિયાની નજર સાનિયા મિર્ઝા પર

ઓસ્ટ્રેલિયન ઓપનની શરૂઆત થઈ ગઈ છે. સમગ્ર વિશ્વની નજર રાફેલ નડાલ, નોવાક જોકોવિચ પર છે. જો નડાલ તેના ટાઇટલનો બચાવ કરશે, તો જોકોવિચ આ ગ્રાન્ડ સ્લેમમાં પરત ફરશે, જેને કોવિડ વેક્સિનને કારણે ગયા વર્ષે ઓસ્ટ્રેલિયાથી પરત મોકલવામાં આવ્યો હતો. આ બંને સિવાય આખી દુનિયાની નજર ભારતની દિગ્ગજ ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા પર પણ રહેશે.

મહારાષ્ટ્રમાં લોટરી પદ્ધતિથી નક્કી કરવામાં આવે છે મેયર
મહારાષ્ટ્રમાં લોટરી પદ્ધતિથી નક્કી કરવામાં આવે છે મેયર
Breaking News: ગીરસોમનાથ: પ્રાસલી ગામના લોકોએ ઉગામ્યુ વિરોધનું શસ્ત્ર
Breaking News: ગીરસોમનાથ: પ્રાસલી ગામના લોકોએ ઉગામ્યુ વિરોધનું શસ્ત્ર
Breaking News: સુરતના એરઠમાં નવનિર્મિત ટાંકી ટેસ્ટિંગ દરમિયાન તૂટી પડી
Breaking News: સુરતના એરઠમાં નવનિર્મિત ટાંકી ટેસ્ટિંગ દરમિયાન તૂટી પડી
'પાણીપુરી' સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી, એક ભૂલ અને પરિણામ ભયજનક
'પાણીપુરી' સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી, એક ભૂલ અને પરિણામ ભયજનક
દબાણ-ટ્રાફિક મુદ્દે 7 વર્ષથી વાતો કરો છો, હાઈકોર્ટે સરકારનો લીધો ઉધડો
દબાણ-ટ્રાફિક મુદ્દે 7 વર્ષથી વાતો કરો છો, હાઈકોર્ટે સરકારનો લીધો ઉધડો
Breaking News: હેરિટેજ સિટી અમદાવાદમાંથી ગાયબ થઈ ગઈ ઐતિહાસિક વાવ
Breaking News: હેરિટેજ સિટી અમદાવાદમાંથી ગાયબ થઈ ગઈ ઐતિહાસિક વાવ
ભાવનગરમાં ઢોરવાડામાં ટપોટપ મરી રહ્યા છે અબોલ પશુઓ, તંત્ર નીંદ્રાધીન
ભાવનગરમાં ઢોરવાડામાં ટપોટપ મરી રહ્યા છે અબોલ પશુઓ, તંત્ર નીંદ્રાધીન
કરોડો ખર્ચાયા, રસ્તા પર ગટર ! રામેશ્વર તળાવ બન્યું ગટરનું તળાવ!
કરોડો ખર્ચાયા, રસ્તા પર ગટર ! રામેશ્વર તળાવ બન્યું ગટરનું તળાવ!
દાઓસમાં ગુજરાતને વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ હબ તરીકે રજૂ કરાશે
દાઓસમાં ગુજરાતને વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ હબ તરીકે રજૂ કરાશે
Breaking News: અમદાવાદની નેશનલ હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી
Breaking News: અમદાવાદની નેશનલ હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી
g clip-path="url(#clip0_868_265)">