AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hockey Schedule Asian Games 2023: ચીનમાં ભારત અને પાકિસ્તાનની થશે ટક્કર, જાણો સંપૂર્ણ કાર્યક્રમ

ચીનમાં આયોજિત થનાર એશિયન ગેમ્સ માટે હોકીના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી હતી. ભારતીય મહિલા અને પૂરૂષ ટીમ બંનેને તેમના વર્ગમાં ગ્રુપ એમાં સ્થાન આપવામાં આવ્યુ છે. ભારતીય પુરૂષ ટીમની પાકિસ્તાન સામે ટક્કર થવાની છે.

Hockey Schedule Asian Games 2023: ચીનમાં ભારત અને પાકિસ્તાનની થશે ટક્કર, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
Asian Games 2023 Hockey ScheduleImage Credit source: Indian Hockey
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 09, 2023 | 3:03 PM
Share

19મી એશિયન ગેમ્સ (Asian Games) માટે આયોજન સમિતિ અને એશિયન હોકી ફેડરેશન (AHF) એ મંગળવારે સંયુક્ત રીતે એશિયન ગેમ્સ હોકી (Hockey) માટેના કાર્યક્રમની જાહેરાત કરી હતી. આતંરરાષ્ટ્રીય હોકી ફેડરેશનએ આ કાર્યક્રમને મંજૂરી આપી છે. ભારતીય મહિલા અને પુરૂષ ટીમને ગ્રુપ Aમાં સ્થાન આપવામાં આવ્યું છે. એશિયન ગેમ્સનું આયોજન ચીનના Hangzhou માં 23 સપ્ટેમ્બર થી 8 ઓક્ટોબર વચ્ચે થશે. જ્યારે હોકીની રમત 24 સપ્ટેમ્બર થી 7 ઓક્ટોબર વચ્ચે રમાશે.

આ પણ વાંચો: IND vs WI : ત્રીજી ટી-20માં કુલદીપ યાદવે પોતાના નામે કર્યો રેકોર્ડ; સૂર્યકુમાર યાદવે રોહિત, કોહલીની કરી બરાબરી

ભારતની મહિલા અને પુરૂષ ટીમનું પુલ A માં સમાવેશ

પુરૂષ હોકીમાં ભારતની ટીમ સાથે ગ્રુપ એ માં પાકિસ્તાન, જાપાન, બાંગ્લાદેશ, સિંગાપુર અને ઉઝબેકિસ્તાન છે. પુરૂષ ટીમ તેની પ્રથમ મેચ 24 સપ્ટેમ્બરના રોજ ઉઝબેકિસ્તાન સામે રમશે. પુરૂષ વર્ગમાં ગ્રુપ બી માં દક્ષિણ કોરિયા, મલેશિયા, ચીન, ઓમાન, થાઇલેન્ડ અને ઇન્ડોનેશિયા છે.

મહિલા ટીમ તેના ટુર્નામેન્ટની શરૂઆત 27 સપ્ટેમ્બરના રોજ સિંગાપુર સામે કરશે. મહિલા ટીમ સાથે ગ્રુપમાં દક્ષિણ કોરિયા, મલેશિયા, હોંગ કોંગ ચાઇના અને સિંગાપુર છે. મહિલા વર્ગમાં ગ્રુપ બી માં જાપાન, ચીન, થાઇલેન્ડ, કઝાકિસ્તાન અને ઇન્ડોનેશિયા છે. હોકીની તમામ મેચ ગોંગશુ કેનાલ સ્પોર્ટસ પાર્ક સ્ટેડિયમ ખાતે રમાશે. પુરૂષ વર્ગની ફાઇનલ 6 ઓક્ટોબરના રોજ રમાશે, જ્યારે મહિલા વર્ગની ફાઇનલ 7 ઓક્ટોબરના રોજ રમાશે.

આ પણ વાંચો: Asian Champions Trophyની સેમિફાઈનલમાં થશે IND vs PAKનો જંગ, જાણો સ્થળ, સમય અને હેડ ટુ હેડ રેકોર્ડ

પુરૂષ વર્ગમાં ભારત અને પાકિસ્તાનની થશે ટક્કર

હોકીમાં 30 સપ્ટેમ્બરના રોજ ભારત અને પાકિસ્તાનની ટક્કર થશે. ભારતીય સમય પ્રમાણે મેચ સાંજે 6.15 વાગ્યા શરુ થશે. પુરૂષ વર્ગમાં ગ્રુપ સ્ટેજની ટોપ બે ટીમ સેમિફાઇનલમાં પહોંચશે. સેમિફાઇનલ મુકાબલા 4 ઓક્ટોબરના રોજ રમાશે. ફાઇનલમાં ગોલ્ડ મેડલ માટે ટક્કર 6 ઓક્ટોબરના રોજ થશે. મહિલા વર્ગમાં સેમિફાઇનલ મેચ 5 ઓક્ટોબરના રોજ રમાશે જ્યારે ગોલ્ડ મેડલ મેચ 7 ઓક્ટોબરના રોજ રમાશે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">