IND vs WI : ત્રીજી ટી-20માં કુલદીપ યાદવે પોતાના નામે કર્યો રેકોર્ડ; સૂર્યકુમાર યાદવે રોહિત, કોહલીની કરી બરાબરી

ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે રમાયેલી ત્રીજી ટી-20માં ભારતે શાનદાર પ્રદર્શન કરી મેચમાં જીત મેળવી હતી. ભારતે મેચમાં વિજય સાથે શ્રેણીમાં પ્રથમ જીત મેળવી હતી. ભારત હવે શ્રેણીમાં 1-2 થી પાછળ છે. મેચમાં કુલદીપ યાદવે ત્રણ વિકેટ સાથે રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. સૂર્યકુમાર મેન ઓફ ધ મેચ રહ્યો હતો.

IND vs WI : ત્રીજી ટી-20માં કુલદીપ યાદવે પોતાના નામે કર્યો રેકોર્ડ; સૂર્યકુમાર યાદવે રોહિત, કોહલીની કરી બરાબરી
Kuldeep Yadav & Suryakumar Yadav match winning performance
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 09, 2023 | 2:13 PM

ભારત અને વેસ્ટ ઇન્ડીઝ (India vs West Indies T20I) વચ્ચે ગયાનામાં રમાયેલી ત્રીજી ટી20 મેચમાં ભારતે 7 વિકેટથી શાનદાર જીત મેળવી હતી. ભારત માટે આ મેચ જીતવી અત્યંત જરૂરી હતી. ભારત 5 મેચની શ્રેણીમાં 0-2 થી પાછળ હતુ તેથી મેચમાં જીત સાથે ભારતે શ્રેણીમાં ખાતુ ખુલ્યુ હતુ. હવે ભારતીય ક્રિકેટ ટીમ અમેરિકાના પ્રવાસ પર જશે કારણ કે અંતિમ બે મેચ અમેરિકાના ફ્લોરિડામાં રમાવાની છે. ભારત તરફથી બેટિંગમાં સૂર્યકુમાર (Suryakumar Yadav) અને તિલક વર્માએ શાનદાર બેટિંગ કરી હતી. જ્યારે બોલિંગમાં કુલદીપ યાદવે ત્રણ વિકેટ ઝડપી રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.

કુલદીપ 50 T20I વિકેટ લેનાર સૌથી ઝડપી ભારતીય બોલર

કુલદીપ યાદવ વેસ્ટ ઇન્ડીઝ સામે ત્રીજી ટી20 મેચમાં ત્રણ વિકેટ લઇ ભારત તરફથી સૌથી ઝડપી 50 વિકેટ લેનાર બોલર બન્યો હતો. કુલદીપ યાદવે તેની 30 મી મેચમાં આ સિદ્ધિ હાંસિલ કરી હતી. તે ભારત તરફથી સૌથી ઝડપી 50 વિકેટ લેનાર બોલર બન્યો છે.

ભારત તરફથી સૌથી ઝડપી 50 T20I વિકેટ

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
  1. કુલદીપ યાદવ- 30 મેચ
  2. યુઝવેન્દ્ર ચહલ- 34 મેચ
  3. જસ્પ્રીત બુમરાહ- 41 મેચ
  4. આર અશ્વિન- 42 મેચ
  5. ભૂવનેશ્વર કુમાર- 50 મેચ

T20I માં સૌથી ઝડપી 50 વિકેટ લેનાર બોલર

  1. ધ્રુવ મૈસુરિયા- બોત્સવાના- 22 મેચ
  2. સયાજરુલ ઇદ્રુસ- મલેશિયા- 25 મેચ
  3. અજંતા મેન્ડિસ- શ્રીલંકા- 26 મેચ
  4. માર્ક અડાયર- આયરલેન્ડ- 28 મેચ
  5. સંદીપ લામિછાને- નેપાળ- 29 મેચ
  6. કુલદીપ યાદવ- 30 મેચ

સૂર્યકુમાર યાદવની T20Iમાં 100 સિક્સ

સૂર્યકુમાર યાદવએ ત્રીજી ટી-20 મેચમાં મેન ઓફ ધ મેચ પ્રદર્શન આપ્યુ હતુ. સૂર્યાએ 44 બોલમાં 83 રન કર્યા હતા અને ભારતને જીત અપાવવામાં મહત્વનુ યોગદાન આપ્યુ હતુ. સૂર્યાએ તેની ઇનિંગ દરમિયાન 4 સિક્સ ફટકારી હતી અને ત્રીજી સિક્સ ફટકારવાની સાથે પોતાની કારકિર્દીમાં 100 સિક્સ પૂર્ણ કરી હતી. સૂર્યા ત્રીજો ભારતીય બેટ્સમેન બન્યો છે જેણે તેના કેરિયરમાં 100 સિક્સ ફટકારી છે. રોહિત શર્મા (182) અને વિરાટ કોહલી(117) એ ભારત તરફથી આંતરરાષ્ટ્રીય ટી20માં 100 સિક્સ ફટકારી છે.

ભારત માટે સૌથી વધુ T20I સિક્સ

  1. રોહિત શર્મા- 182 સિક્સ
  2. વિરાટ કોહલી- 117 સિક્સ
  3. સૂર્યકુમાર યાદવ- 101 સિક્સ
  4. કેએલ રાહુલ- 99 સિક્સ
  5. યુવરાજ સિંહ- 74 સિક્સ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">