AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Asian Games 2023 : રોહન બોપન્નાએ ગોલ્ડ સાથે તેની સફરનો અંત કર્યો, રુતુજા ભોસલે સાથે ભારતને અપાવી જીત

રોહન બોપન્નાની આ કદાચ છેલ્લી એશિયન ગેમ્સ છે અને તેથી તેણે આ ગેમ્સનો અંત ગોલ્ડ મેડલ સાથે કર્યો છે. બોપન્નાએ તાજેતરમાં જ તેનો છેલ્લો ડેવિસ કપ પણ રમ્યો હતો અને ત્યારથી એવી અટકળો શરૂ થઈ હતી કે તે ટૂંક સમયમાં નિવૃત્ત થઈ શકે છે. જોકે આ અંગે હજી કોઈ જાહેરાત થઈ નથી. પરંતુ રૂતુજા ભોસલે સાથે જોડી બનાવી રોહન બોપન્નાએ ગોલ્ડ જીતી ભારત માટે વધુ એક ગોલ્ડ ચોક્કથી જીતી લીધો છે.

Asian Games 2023 : રોહન બોપન્નાએ ગોલ્ડ સાથે તેની સફરનો અંત કર્યો, રુતુજા ભોસલે સાથે ભારતને અપાવી જીત
Rohan Bopanna & Rutuja Bhosale
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 30, 2023 | 5:51 PM
Share

ભારતીય શૂટરોએ ચીનમાં ચાલી રહેલી એશિયન ગેમ્સ 2023 (Asian Games 2023)માં મેડલ જીતવાનું લક્ષ્ય રાખ્યું હતું. હવે ભારતે ટેનિસમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો છે. રોહન બોપન્ના (Rohan Bopanna) અને રૂતુજા ભોસલેની ભારતની જોડીએ શનિવારે ફાઈનલમાં ચાઈનીઝ તાઈપેઈની જોડીને હરાવીને મિક્સ ડબલ્સમાં ગોલ્ડ મેડલ (Gold) જીત્યો હતો.

ચાઈનીઝ તાઈપેઈની જોડીને ફાઈનલમાં હરાવી

આ ભારતીય જોડીએ ફાઈનલમાં એન શુઓ લિયાંગ અને સુંગ હાઓ હુઆંગની જોડીને હરાવીને મેડલ જીત્યો હતો. ભારતીય જોડીએ મેચ 2-6, 6-3, (10-4)થી જીતી લીધી હતી. ચાઈનીઝ તાઈપેઈની જોડીએ ભારતીય જોડીને જોરદાર ટક્કર આપી હતી અને ટાઈ બ્રેકરમાં ભારતનો વિજય થયો હતો.

પહેલા સેટમાં હાર બાદ જોરદાર કમબેક કરી જીત્યો ગોલ્ડ

ભારતીય જોડીને પહેલા સેટમાં હારનો સામનો કરવો પડ્યો હતો. બોપન્ના અને રૂતુજાની જોડી પ્રથમ સેટમાં સંપૂર્ણપણે નિષ્ફળ રહી હતી અને ચાઈનીઝ તાઈપેઈની જોડીએ પ્રથમ સેટ 6-2થી સરળતાથી જીતી લીધો હતો. પરંતુ બોપન્નાએ પોતાના અનુભવનો ઉપયોગ કર્યો અને પુનરાગમન કર્યું. ભારતીય જોડીએ બીજો સેટ 6-3થી જીત્યો હતો.

બોપન્નાએ તેના અનુભવનો લાભ લીધો

ત્રીજો સેટ પણ શાનદાર રહ્યો હતો અને બંને ટીમોએ શાનદાર ટેનિસ રમી હતી. આ સેટ એટલો અઘરો હતો કે ટાઈ બ્રેકરમાં નિર્ણય લેવામાં આવ્યો હતો જ્યાં ભારતીય જોડીએ જીત મેળવીને ભારત માટે મેડલ જીત્યો હતો. જ્યારે બોપન્નાએ તેના અનુભવનો લાભ લીધો હતો, તો રુતુજાએ પણ સમયાંતરે તેની રમતમાં સુધારો કરીને ટીમને મદદ કરી હતી જીતમાં નોંધપાત્ર યોગદાન આપ્યું હતું.

આ પણ વાંચો : Asian Games 2023 : સ્ક્વોશમાં ભારતે પાકિસ્તાનને હરાવી ગોલ્ડ મેડલ જીત્યો

2002 પછી એશિયન ગેમ્સમાં ટેનિસમાં ભારતનું સૌથી ખરાબ પ્રદર્શન

ભારતે આ વર્ષે આ ગેમ્સમાં ટેનિસમાં માત્ર બે મેડલ જીત્યા છે. 2002 પછી એશિયન ગેમ્સમાં ટેનિસમાં ભારતનું આ સૌથી ખરાબ પ્રદર્શન છે. વર્ષ 2002માં, ભારતીય ટેનિસ ટીમ બુસાનમાં યોજાયેલી એશિયન ગેમ્સમાં ચાર મેડલ સાથે પરત ફરી હતી. ભારતીય ટીમે દોહા-2006માં ચાર મેડલ જીત્યા હતા, 2010માં રમાયેલી એશિયન ગેમ્સમાં આ સંખ્યા વધીને પાંચ થઈ હતી. જ્યારે 2014માં ભારતે ટેનિસમાં પાંચ અને 2018માં જકાર્તામાં ત્રણ મેડલ જીત્યા હતા. આ વખતે ભારતે ડબલ્સમાં તમામ મેડલ જીત્યા છે. સિંગલ્સમાં કોઈ ભારતીય ખેલાડી મેડલ જીતી શક્યો નથી. અંકિતા રૈનાએ વિમેન્સ સિંગલ્સમાં અને સુમિત નાગલે મેન્સ સિંગલ્સમાં નિરાશ કર્યા હતા.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Follow Us
ભાવનગર: ત્રણ વર્ષની કારમી મંદીના માર બાદ હીરા ઉદ્યોગમાં તેજીનો ચળકાટ
ભાવનગર: ત્રણ વર્ષની કારમી મંદીના માર બાદ હીરા ઉદ્યોગમાં તેજીનો ચળકાટ
શીતલ રેસ્ટોરન્ટમાં સડેલું ભોજન મળ્યું, છતાં ફૂડ સેમ્પલ ધારાધોરણ મુજબના
શીતલ રેસ્ટોરન્ટમાં સડેલું ભોજન મળ્યું, છતાં ફૂડ સેમ્પલ ધારાધોરણ મુજબના
અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો રૂ.5 કરોડનો હાઈડ્રોપોનિક ગાંજો
અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો રૂ.5 કરોડનો હાઈડ્રોપોનિક ગાંજો
નર્મદા ડેમમાં પાણીની આવક વધી, 24 કલાકમાં જળસપાટીમાં 12 સેમીનો વધારો
નર્મદા ડેમમાં પાણીની આવક વધી, 24 કલાકમાં જળસપાટીમાં 12 સેમીનો વધારો
વરસાદની ઘટથી ગુજરાતમાં વધી ચિંતા, ખેડૂતો પરેશાન ! Video
વરસાદની ઘટથી ગુજરાતમાં વધી ચિંતા, ખેડૂતો પરેશાન ! Video
આજે આર્થિક સ્થિતિ મજબૂત બનશે પ્રોપર્ટીથી ભાગીદારી સુધી ક્યા મળશે ફાયદો
આજે આર્થિક સ્થિતિ મજબૂત બનશે પ્રોપર્ટીથી ભાગીદારી સુધી ક્યા મળશે ફાયદો
કલાકો લાઈનમાં ઉભા રહ્યા બાદ ખંભાળિયાના ખેડૂતોને ઘાસચારો ન મળતા રોષ
કલાકો લાઈનમાં ઉભા રહ્યા બાદ ખંભાળિયાના ખેડૂતોને ઘાસચારો ન મળતા રોષ
વાવ-થરાદ: કેનાલમાં પાણી છોડવાની માગ સાથે ખેડૂતોએ આપ્યુ આવેદનપત્ર
વાવ-થરાદ: કેનાલમાં પાણી છોડવાની માગ સાથે ખેડૂતોએ આપ્યુ આવેદનપત્ર
વંથલીના ખોરાસામાં ભવ્ય રીતે ઉજવાયો લઠ ઉત્સવ- જુઓ Video
વંથલીના ખોરાસામાં ભવ્ય રીતે ઉજવાયો લઠ ઉત્સવ- જુઓ Video
મા ની શોધમાં ભટકતું બચ્ચું! વાયરલ થયેલા વિડીયોએ લાખો લોકોને રોવડાવ્યા
મા ની શોધમાં ભટકતું બચ્ચું! વાયરલ થયેલા વિડીયોએ લાખો લોકોને રોવડાવ્યા
g clip-path="url(#clip0_868_265)">