Asian Games 2023 : સ્ક્વોશમાં ભારતે પાકિસ્તાનને હરાવી ગોલ્ડ મેડલ જીત્યો
ભારતે પાકિસ્તાનને હરાવીને સ્ક્વોશમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. ભારત પ્રથમ મેચ હારી ગયું હતું પરંતુ ત્યાર બાદ ટીમે આગામી બે મેચ જીતીને પાકિસ્તાનને 2-1થી હરાવ્યું હતું. સ્કવોશ ગેમમાં પાકિસ્તાનની ટીમ ખૂબ જ મજબૂત માનવામાં આવે છે, એવામાં ફાઇનલમાં મજબૂત ટીમને હરાવી ભારતે શદનાર રમત બતાવી હતી અને ગોલ્ડ પર કબજો કર્યો હતો.
ચીનમાં રમાઈ રહેલી એશિયન ગેમ્સ 2023 (Asian Games 2023) માં ભારતીય પુરુષ સ્ક્વોશ ટીમે શાનદાર પ્રદર્શન કર્યું છે અને ગોલ્ડ મેડલ જીત્યો છે. ટીમ ઈન્ડિયા (Team India) એ શનિવારે ફાઇનલમાં તેના કટ્ટર હરીફ પાકિસ્તાનને હરાવીને આ મેડલ જીત્યો હતો. આ રમતમાં પાકિસ્તાન (Pakistan) નો દબદબો છે પરંતુ ટીમ ઈન્ડિયાએ આ મેચમાં તેને સખત ટક્કર આપી અને ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતે આ મેચ 2-1થી જીતી લીધી હતી.
જોરદાર કમબેક કરી જીત્યો ગોલ્ડ
જોકે ભારતની શરૂઆત સારી રહી ન હતી. મહેશ મંગાંવકરને પ્રથમ મેચમાં નાસિર ઈકબાલએ હરાવ્યો હતો. આ પછી સૌરવ ઘોષાલે ટીમને વાપસી કરાવી અને ખાનને હરાવી સ્કોર 1-1થી બરાબર કરી દીધો. આ પછી ભારતના અભય સિંહે ત્રીજી મેચ જીતીને ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો.
A Glorious Gold by the #Squash men’s Team!
Team India defeats 2-1in an nail-biter final !
What a great match guys!
Great work by @SauravGhosal , @abhaysinghk98 , @maheshmangao & @sandhu_harinder ! You guys Rock#Cheer4India #JeetegaBharat#BharatAtAG22… pic.twitter.com/g4ArXxhQhK
— SAI Media (@Media_SAI) September 30, 2023
ભારતે મેચ 2-1થી જીતી
ભારતની જીતનો હીરો અભય સિંહ રહ્યો હતો, જેણે મહત્વની મેચમાં પોતાને દબાણમાંથી બચાવ્યો હતો અને શાનદાર રમીને જીત મેળવી હતી. તેણે નૂર ઝમાનને 3-2થી હરાવ્યો હતો. જો કે, આ મેચ આસાન ન હતી અને હંમેશા એવું લાગતું હતું કે આ મેચ કોઈપણ પક્ષે જઈ શકે છે. આ મેચમાં ગોલ્ડનો નિર્ણય થવાનો હતો, તેથી અભય પર દબાણ હતું. અભયે અંતે બે મેચ પોઈન્ટ બચાવ્યા અને દેશ માટે ગોલ્ડ મેડલ જીત્યો. જોકે, આ પહેલા સૌરવે મેચમાં પુનરાગમન કર્યું હતું અને મોહમ્મદ અસીમ ખાનને 3-0થી હરાવ્યો હતો.
આ પણ વાંચો : Anushka Sharma Second Pregnancy: વિરાટ-અનુષ્કા શર્માના ઘરમાં ફરી ગુંજશે કિલકારી? કોહલી બીજી વખત બનશે પિતા!
હારનો બદલો લીધો
આ સાથે ભારતે પાકિસ્તાન પાસેથી હારનો બદલો પણ લઈ લીધો છે. પાકિસ્તાને લીગ સ્ટેજમાં ભારતને હરાવ્યું હતું અને હવે ભારતે પાકિસ્તાનને ટાઈટલ મેચમાં હરાવીને ઊંડો ઘા આપ્યો છે. આ પહેલા ભારતે 2014માં ગોલ્ડ મેડલ જીત્યો હતો જ્યારે પાકિસ્તાને 2010માં ગોલ્ડ જીત્યો હતો. સ્ક્વોશમાં પાકિસ્તાન ખૂબ જ મજબૂત માનવામાં આવે છે અને આવી સ્થિતિમાં આ ટીમને હરાવવી એ ભારત માટે મોટી ઉપલબ્ધિ છે.