Asian Championship: 19 વર્ષીય ઋષભ યાદવ નો કમાલ ! રેન્કિંગ રાઉન્ડમાં પોતાના જ મેન્ટોરને પછાડી દીધા
રિકર્વ કેટેગરીમાં, કપિલ (675) ટોક્યો ઓલિમ્પિકમાં વાપસી કરનાર પ્રવીણ જાધવ (670) અને વરિષ્ઠ રાષ્ટ્રીય ચેમ્પિયન પાર્થ સાલુન્ખે (670)ને પાછળ છોડીને પાંચમા સ્થાને રહ્યો.
કમ્પાઉન્ડ તીરંદાજ ઋષભ યાદવે (Rishabh Yadav) બાંગ્લાદેશ આર્મી સ્ટેડિયમમાં આયોજિત એશિયન ચેમ્પિયનશિપ (Asian Championship) ના રેન્કિંગ રાઉન્ડમાં ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યુ છે. તેણે પોતાના મેન્ટોર અભિષેક વર્મા (Abhishek Verma) ને પાછળ છોડીને ને પ્રભાવિત કરનારુ પ્રદર્શન કર્યુ હતુ. ભારતીય તીરંદાજી ટીમ રિકર્વ અને કમ્પાઉન્ડ ઈવેન્ટ્સની ઓવર ઓલ રેન્કિંગમાં કોરિયા પછી બીજા ક્રમે રહી હતી.
એશિયન ચેમ્પિયનશિપમાં પ્રવેશ કરનાર 19 વર્ષીય યાદવે આ વર્ષની શરૂઆતમાં યુથ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીતીને પોતાની ઓળખ બનાવી હતી. તેણે તેના માર્ગદર્શક વર્માને એક પોઈન્ટથી પાછળ છોડીને 708 પોઇન્ટ મેળવ્યા હતા. સોનીપત સ્થિત SAI (સ્પોર્ટ્સ ઓથોરિટી ઑફ ઈન્ડિયા) સેન્ટર ઑફ એક્સેલન્સ (સેન્ટર ઑફ એક્સેલન્સ) માં યાદવ 2012 થી વર્માની દેખરેખ હેઠળ તાલીમ લઈ રહ્યો છે. તે રેન્કિંગ ઈવેન્ટની મધ્યમાં બીજા સ્થાને ચાલી રહ્યો હતો, પરંતુ છેલ્લી છ નિશાન બાદ તે ત્રીજા સ્થાન પર સરકી ગયો હતો.
અભિષેકને યાદવની રમત પર છે ગર્વ
કોરિયાના ચોઈ યોંગી રેન્કિંગમાં ટોચ પર છે, જ્યારે તેના જ દેશનો કિમ જોંગહો બીજા સ્થાને છે. વર્માએ ચોથું સ્થાન મેળવ્યું હતું. વર્માએ દિવસની રમત પછી મીડિયા અહેવાલમાં કહ્યું, તે (યાદવ) આ વર્ષે સતત સારો દેખાવ કરી રહ્યો છે અને આજે હું તેની પાછળ પડી ગયો છું. આવતા વર્ષની એશિયન ગેમ્સ પહેલા આપણા યુવા તીરંદાજોને સારું પ્રદર્શન કરતા જોવું સારું છે. શર્મા નવી દિલ્હીના યમુના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં 2012થી યાદવને તાલીમ આપી રહ્યા છે. દરમિયાન, તેની પસંદગી SAI ACOE (સેન્ટર ઑફ એક્સેલન્સ)માં થઈ હતી.
વર્લ્ડ ચેમ્પિયનશિપની સિલ્વર મેડલ વિજેતા જ્યોતિ સુરેખા વેન્નમ 701 પોઈન્ટ સાથે મહિલા કમ્પાઉન્ડ કેટેગરીમાં ચોથા સ્થાને રહી હતી. આ કેટેગરીમાં ટોચના ત્રણ સ્થાન કોરિયાના તીરંદાજોએ મેળવ્યા હતા. પરનીત કૌર, પ્રિયા ગુર્જર જેવા કેડેટ તીરંદાજોએ પણ અનુક્રમે પાંચમું અને છઠ્ઠું સ્થાન મેળવીને પ્રભાવિત કર્યા હતા. મુસ્કાન કિરારને સાતમા સ્થાને જ સંતોષ રાખવો પડ્યો હતો.
પ્રવિણ જાદવ રહી ગયો પાછળ
રિકર્વ કેટેગરીમાં, કપિલ (675) ટોક્યો ઓલિમ્પિકમાં વાપસી કરનાર પ્રવીણ જાધવ (670) અને વરિષ્ઠ રાષ્ટ્રીય ચેમ્પિયન પાર્થ સાલુંખે (670)ને પાછળ છોડીને પાંચમા સ્થાને રહ્યો. જાધવ અને સાલુંખે અનુક્રમે છઠ્ઠા અને સાતમા સ્થાને રહ્યા હતા. વર્તમાન વિશ્વ યુવા ચેમ્પિયન કોમાલિકા બારી માટે તે નિરાશાજનક દિવસ હતો. તે 644 પોઈન્ટ સાથે આઠમા સ્થાને છે. અંકિતા ભક્ત, મધુ વેદવાન અને રિદ્ધિ ભારતીયોમાં ટોચના ત્રણ તીરંદાજ હતા. તેઓ અનુક્રમે પાંચમા, છઠ્ઠા અને સાતમા સ્થાને રહ્યા હતા.