AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

World Cup: ઓલિમ્પિકની તર્જ પર ICC હવે વિશ્વકપના યજમાન નક્કિ કરશે, ભારતે દશ વર્ષ સુધી જોવી પડી શકે છે રાહ!

ICC ક્રિકેટને ઓલિમ્પિકમાં સામેલ કરવાની યોજના પર કામ કરી રહ્યું છે. આ કારણોસર, આગામી કેટલાક વર્ષોમાં, તે આ જ તર્જ પર મહત્વપૂર્ણ ટૂર્નામેન્ટનું આયોજન કરશે.

World Cup: ઓલિમ્પિકની તર્જ પર ICC હવે વિશ્વકપના યજમાન નક્કિ કરશે, ભારતે દશ વર્ષ સુધી જોવી પડી શકે છે રાહ!
ICC-BCC
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 14, 2021 | 7:32 PM
Share

2024માં અમેરિકામાં T20 વર્લ્ડ કપ (T20 World Cup) ની યજમાનીની શક્યતાઓના અનુમાન લગાવવામાં આવી રહ્યા છે. કારણ કે 2028ના લોસ એન્જલસ ઓલિમ્પિક (Los Anjeles Olympic) માં ક્રિકેટને સામેલ કરવાના ICC ના અભિયાનમાં આ ટુર્નામેન્ટ એક ‘લૉન્ચ પેડ’ તરીકે કામ કરી શકે છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ICC (આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ) અમેરિકા ક્રિકેટ અને ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝને એકસાથે હોસ્ટ કરવા માટે સંયુક્ત બિડ પસંદ કરી શકે છે.

એક મીડિયા અહેવાલ મુજબ, આઈસીસી ટુર્નામેન્ટના આગામી રાઉન્ડના સ્થળો પર નિર્ણયની નજીક છે. તેમજ વૈશ્વિક ફોકસનો અર્થ એ થશે કે તાજેતરના સમય કરતાં વધુ વ્યાપક રીતે વિતરિત કરવામાં આવે. ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝ પહેલાથી જ 2007 માં ODI વર્લ્ડ કપ 2010 માં T20 વર્લ્ડ કપનું આયોજન કરી ચુક્યુ છે.

આ ચક્રની છેલ્લી ટુર્નામેન્ટ 2031નો વર્લ્ડ કપ છે, જેનું આયોજન ભારત કરી શકે છે. આ સિવાય ઘણી ટૂર્નામેન્ટનું આયોજન ભારત કરી શકે છે, પરંતુ કયું ફોર્મેટ હશે તે હજુ નક્કી નથી. અમેરિકા ઉપરાંત ભારત, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને ઈંગ્લેન્ડે પણ હોસ્ટિંગમાં રસ દાખવ્યો છે.

2014 બાદ નવો હોસ્ટ ઉપલબ્ધ થશે

જો બધુ યોજના મુજબ ચાલે છે, તો તે બાંગ્લાદેશમાં 2014 T20 વર્લ્ડ કપ પછી પ્રથમ વૈશ્વિક ટૂર્નામેન્ટ હશે જેના યજમાન ભારત કે ઈંગ્લેન્ડ કે ઓસ્ટ્રેલિયા નહી હોય. ICC લાંબા સમયથી ઉભરતા દેશોને આ મોટી ટૂર્નામેન્ટના હોસ્ટિંગ અધિકારો આપવાનું વિચારી રહ્યું છે. 2024 T20 વર્લ્ડ કપમાં 20 ટીમો ભાગ લે તેવી અપેક્ષા છે, જેમાં 2021 અને 2022 તબક્કા (16 ટીમો વચ્ચે 45 મેચ) ની સરખામણીમાં 55 મેચો હશે. ICC 2024 અને 2031 વચ્ચે 2024 T20 વર્લ્ડ કપથી શરૂ કરીને ઘણી વૈશ્વિક ટૂર્નામેન્ટનું આયોજન કરશે.

ઓસ્ટ્રેલિયન મીડિયાના આ અહેવાલ મુજબ, આ મહત્વપૂર્ણ પગલા ઉપરાંત, 2024 ટૂર્નામેન્ટના યજમાન તરીકે USA ની પસંદગી પણ, ઓલિમ્પિક ગેમ્સમાં ક્રિકેટને સામેલ કરવાની લાંબી રાહ માટે ‘લૉન્ચ પેડ’ તરીકે કામ કરશે. જેથી કરીને રમતને એન્જલસમાં 2028 ઓલિમ્પિક પછી, તે 2032 બ્રિસ્બેન સુધી ચાલુ રાખી શકાય છે.

અમેરિકા ક્રિકેટનું કેન્દ્ર બન્યુ છે

તાજેતરના સમયમાં, ભારત, શ્રીલંકા સહિતના કેટલાક દક્ષિણ એશિયાઈ દેશોના સ્થાનિક ક્રિકેટરો યુએસએ ગયા છે. જ્યાં તેઓ યુએસની રાષ્ટ્રીય ટીમમાં સ્થાન મેળવે તેવી શક્યતા વધુ છે. થોડા અઠવાડિયા પહેલા જ, ભારતના ભૂતપૂર્વ અંડર-19 વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન ઉન્મુક્ત ચંદ યુએસએ ગયો અને ત્યાં ડોમેસ્ટિક ટુર્નામેન્ટમાં રમી રહ્યો છે.

આવી સ્થિતિમાં અમેરિકામાં આ ગેમની લોકપ્રિયતા વધવાની શક્યતા વધુ છે. આઈસીસીએ 2028 ઓલિમ્પિકમાં ટી20 ફોર્મેટમાં સમાવેશ કરવા માટેનો દાવો પહેલેથી જ જાહેર કરી દીધો છે.

આ પણ વાંચોઃ T20 World Cup Final: ફાઇનલ પહેલા દુબઇ પહોંચ્યા IPL સ્કાઉટ્સ, ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ પર રાખશે બારીક નજર

આ પણ વાંચોઃ T20 World Cup Final: આજે ફાઇનલમાં વિશ્વભરની નજર ભારતીય ખેલાડી પર પણ રહેશે, ‘લુધીયાણા બોય’ વગાડશે ડંકો

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">