ઓલ ઈંગ્લેન્ડ ઓપન બેડમિન્ટન 2023માંથી ભારત માટે આજે નિરાશાજનક સમાચાર સામે આવ્યા છે. કોમનવેલ્થ ગેમ્સ 2022માં કાસ્ય મેડલ જીતનાર ગાયત્રી ગોપીચંદ અને ત્રિસા જોલીની જોડીને આજે સેમિ ફાઈનલમાં હારનો સામનો કરવો પડ્યો છે. કોરિયન જોડી સામે આ ભારતીય જોડીને 10-21થી હારનો સામનો કરવો પડયો હતો. આ સાથે ઓલ ઈંગ્લેન્ડ ઓપન બેડમિન્ટન 2023ની તમામ કેટેગરીમાં ભારતના અભિયાનનો અંત આવ્યો છે. ભારતનો કોઈપણ ખેલાડી આ વર્ષે ટુર્નામેન્ટમાં મેડલ જીતવામાં સફળ રહ્યો નથી.
જણાવી દઈએ કે ભારતીય બેડમિન્ટન ખેલાડીઓ ગાયત્રી ગોપીચંદ અને ત્રિસા જોલીની જોડીએ સતત બીજી વાર ઓલ ઈંગ્લેન્ડન ઓપન બેડમિન્ટનની સેમિ ફાઈનલમાં સ્થાન મેળવ્યું છે. છેલ્લી સેમિ ફાઈનલ મેચમાં આ જોડીને શૂ જિયાન ઝાંગ અને યૂ ઝેંગની જોડી સામે હારનો સામનો કરવો પડયો હતો. ભારતીય ફેન્સને આશા હતી કે આ વખતે આ જોડી સેમિ ફાઈનલમાં જીત મેળવશે. પણ આ વખતે સતત બીજી વાર આ જોડીને સેમિ ફાઈનલમાં હારનો સામનો કરવો પડયો છે.
✅ Defeated world No 8 ✅ Defeated world No 9 ✅ Defeated a rising pair from 🇨🇳 ❌ Lost against one of the most in-form Korean pairs
End of a fine week again at All England for Gayatri Gopichand and Treesa Jolly.https://t.co/QruEtFPI0N pic.twitter.com/lGWrccz45d
— The Field (@thefield_in) March 18, 2023
એચએસ પ્રણોય (ભારત)એ વાંગ ત્ઝુ વેઈ (ચીની તાઈપેઈ)ને 21-19, 22-20થી હરાવ્યો
લક્ષ્ય સેન (ભારત)એ ચાઉ ટિએન ચેન (ચીની તાઈપેઈ)ને 21-18, 21-19થી હરાવ્યો
પીવી સિંધુ (ભારત) ઝાંગ યી મેન (ચીન) સામે 21-17, 21-11થી હારી ગઈ
કિદામ્બી શ્રીકાંત (ભારત) એ ટોમા જુનિયર પોપોવ (ફ્રાન્સ) ને 19-21, 21-14, 21-5 થી હરાવ્યો
ગાયત્રી ગોપીચંદ-ટ્રીસા જોલી (ભારત) એ જોંગકોલ્ફન કીતિથારાકુલ-રવિંદા પ્રજોંગજાઈ (થાઈલેન્ડ) ને 21-18, 21-14 થી હરાવી
અશ્વિની ભટ-શિખા ગૌતમ (ભારત) હા ના બેક-સો હી લી (દક્ષિણ કોરિયા) સામે 21-9થી હારી ગયા.
ચિરાગ શેટ્ટી-સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડીએ કૃષ્ણ પ્રસાદ ગરાગા-વિષ્ણુવર્ધન ગૌડ પંજલાને 21-13, 21-13થી હરાવ્યાં
એમઆર અર્જુન-ધ્રુવ કપિલા (ભારત) શિયાંગ યુ રેન-કિઆંગ તાન (ચીન) સામે 21-16, 21-15થી હારી ગયા
ગાયત્રી ગોપીચંદ-ટ્રીસા જોલી (ભારત) એ યુકી ફુકુશિમા-સાયાકા હિરોટા (જાપાન) ને 21-14, 24-22 થી હરાવી
ચિરાગ શેટ્ટી-સાત્વિક સાઈરાજ રેન્કીરેડ્ડી (ભારત) લિયાંગ વેઈ કેંગ-વાંગ ચાંગ (ચીન) સામે 21-10, 17-21, 19-21થી હારી ગયા
લક્ષ્ય સેન (ભારત) એન્ડર્સ એન્ટોનસેન (ડેનમાર્ક) સામે 21-13, 21-15થી હારી ગયો
કિદામ્બી શ્રીકાંત (ભારત) કોડાઈ નારોકા (જાપાન) સામે 21-17, 21-15થી હારી ગયો
એચએસ પ્રણોય (ભારત) એન્થોની સિનિસુકા ગિંટીંગ (ઇન્ડોનેશિયા) સામે 22-20, 15-21, 21-17થી હારી ગયો
ગાયત્રી ગોપીચંદ-ટ્રીસા જોલી (ભારત)એ લી વેન મેઈ-લિયુ ઝુઆન ઝુઆન (ચીન)ને 21-14, 18-21, 21-12થી હરાવ્યાં
રાઉન્ડ 1 – 14મી માર્ચ 2023
રાઉન્ડ 2 – 16મી માર્ચ 2023
ક્વાર્ટર ફાઈનલ – 17મી માર્ચ 2023
સેમિફાઇનલ – 18મી માર્ચ 2023
અંતિમ – 19મી માર્ચ 2023
ઓલ ઈંગ્લેન્ડ ઓપન એ સૌથી જૂની બેડમિન્ટન ટુર્નામેન્ટમાંની એક છે. 1899માં ઈંગ્લેન્ડના ગિલ્ડફોર્ડમાં પ્રથમ ઓપન ટૂર્નામેન્ટ યોજાયા બાદ આ ટુર્નામેન્ટ શરૂ કરવામાં આવી હતી. ભૂતકાળથી જ આ ટુર્નામેન્ટ સૌથી પ્રતિષ્ઠિત હતી. રમતના કેટલાક મોટા નામો તેને ભૂતકાળમાં પણ રમતા હતા અને અત્યાર સુધી પણ રમે છે. ઓલ ઈંગ્લેન્ડ ઓપન બેડમિન્ટન ચેમ્પિયનશિપ હાલમાં Yonex દ્વારા પ્રાયોજિત છે અને ટુર્નામેન્ટનો કુલ ઈનામી રકમ $1,250,000 છે.
ઓલ ઈંગ્લેન્ડ ઓપન બેડમિન્ટન ચેમ્પિયનશિપના ઈતિહાસમાં માત્ર બે વખત ભારતીય ખેલાડીઓએ ટ્રોફી ઉપાડી છે. વર્ષ 1980 માં પ્રકાશ પાદુકોણ ટ્રોફી ઉપાડનાર પ્રથમ ભારતીય બન્યા અને વર્ષ 1981 માં તેઓ રનર-અપ થયા હતા. બીજા ભારતીય ખેલાડી વર્ષ 2001માં પુલેલા ગોપીચંદ હતા. વર્ષ 1947માં પ્રકાશ નાથ, વર્ષ 2015માં સાનિયા નેહવાલ અને વર્ષ 2022માં લક્ષ્ય સેન જેવા ખેલાડીઓ રનર્સ-અપ બન્યા હતા.