સ્માર્ટ ફૂટબોલથી લઈને કૂલિંગ સિસ્ટમ સુધી, ફિફા વર્લ્ડ કપ ટેક્નોલોજીમાં પણ શાનદાર

કતારમાં ફિફા વર્લ્ડ કપ (Fifa World Cup 2022)માં ઉપયોગમાં લેવાતા ફૂટબોલથી લઈને સ્ટેડિયમમાં લગાવવામાં આવેલા કેમેરા ખૂબ જ ખાસ છે.તમામ ખેલાડીઓને ઓન-ફીલ્ડ પરફોમન્સ એક્સેસ એપ આપવામાં આવશે

સ્માર્ટ ફૂટબોલથી લઈને કૂલિંગ સિસ્ટમ સુધી, ફિફા વર્લ્ડ કપ ટેક્નોલોજીમાં પણ શાનદાર
ફિફા વર્લ્ડ કપ ટેક્નોલોજીમાં પણ શાનદાર
Image Credit source: Twitter
TV9 GUJARATI

| Edited By: Nirupa Duva

Nov 23, 2022 | 4:19 PM

કતારમાં આયોજિત થઈ રહેલા ફિફા વર્લ્ડકપ અનોખો છે. પ્રથમ વખત એવી તક મળી છે જેની આ ઈવેન્ટનું આયોજન મિડલ ઈસ્ટ એશિયામાં થઈ રહ્યું છે, ઉનાળામાં યોજાતા આ વર્લ્ડ કપનું આયોજન આ વખતે નવેમ્બર અને ડિસેમ્બરમાં કરવામાં આવી રહ્યું છે. કતારની યજમાની પોતાનામાં ઐતિહાસિક છે. આ સાથે ફિફા વર્લ્ડ કપ 2022 ટેક્નોલોજીની દ્રષ્ટિએ પણ ખૂબ જ ખાસ છે. આ વખતે ઘણી એવી ટેકનિકનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જે પહેલા ક્યારેય નથી થઈ.

આ વર્લ્ડ કપ માટે ખાસ ફુટબોલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ સિવાય સાચા અને સચોટ નિર્ણયો માટે ખાસ ટેકનિકનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સ્ટેડિયમમાં ચાહકોની આરામ માટે પણ ખાસ કાળજી લેવામાં આવી રહી છે. કતારે ઘણું કર્યું છે જે આ ટૂર્નામેન્ટના ઈતિહાસમાં પહેલાં ક્યારેય બન્યું નથી.

ખેલાડી માટે ખાસ એપ બનાવવામાં આવી

ખેલાડી આ વખતે મેચ દરમિયાન જાણી શકશે કે, તે કેવું રમી રહ્યા છે. તમામ ખેલાડીઓને ઓન-ફીલ્ડ પરફોમન્સ એક્સેસ એપ આપવામાં આવશે. જેનાથી તે દરેક ડેટા મેળવી શકે, જેમાં અનેક જાણકારી હશે. ખેલાડીઓની બોલ પોઝિશન, તેની સ્પીડ, વિરોધીઓ પર દબાણ જેવી જાણકારી ખેલાડીઓને એપ પર મળશે.

અલ રિહલા-સ્માર્ટ બૉલ

આ વર્લ્ડ કપ માટે સામાન્ય ફૂટબોલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો નથી. આ માટે અલ-રિહલા નામના સ્માર્ટ બોલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ બોલ એડિડાસ કંપની દ્વારા બનાવવામાં આવ્યો છે, જે VAR સિસ્ટમમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. બોલની અંદર એક સસ્પેન્શન સિસ્ટમ છે, જેથી બોલનો ડેટા એક સેકન્ડમાં ઓછામાં ઓછા 500 વખત કંટ્રોલ રૂમને મોકલવામાં આવશે, જેનાથી ઓફસાઈડ જેવા નિર્ણયો લેવામાં સરળતા રહેશે. બોલની મધ્યમાં એક ખાસ CRT-CORE છે જે ઉપરના સ્તરની તમામ પેનલો સાથે જોડાયેલ છે,

VAR સિસ્ટમ હશે શાનદાર

વ્યાવસાયિક સ્તરે VARની ઘણી ટીકા થઈ રહી છે. ફિફાએ વર્લ્ડ કપમાં VAR સુધારવાનો પ્રયાસ કર્યો છે. આ માટે રેફરી અલ રિહલા બોલના 3D મોડલ અને ખેલાડીઓ પર નિર્ભર રહેશે. સ્ટેડિયમમાં કેમેરાની સંખ્યા પણ વધારવામાં આવી છે, જેથી રમતને વધુમાં વધુ એંગલથી કવર કરી શકાય. આ માટે સ્ટેડિયમની છત પર ઓછામાં ઓછા 12 કેમેરા લગાવવામાં આવ્યા છે. આ સાથે કિક પોઈન્ટ અને પોઈન્ટ ઓફ ટેકલનું ચોક્કસ મૂલ્યાંકન થશે.

સ્ટેડિયમને ઠંડુ રાખવા માટે ઉપયોગ કરવામાં આવી રહી છે ખાસ ટેક્નોલોજી

કતારમાં તાપમાન ખેલાડીઓ માટે સૌથી મોટો પડકાર છે ભલે વર્લ્ડ કપને નવેમ્બરમાં આયોજિત કરવામાં આવી રહ્યો હોય પરંતુ દર્શકો અને ખેલાડીઓ માટે ગરમી મોટો પડકાર છે. સ્ટેડિયમમાં કૂલિંગ કરવા માટે ખાસ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, કતારના પ્રોફેસર સાઉદ અબ્દુલાઝીમ અબ્દુલ ધાની જેમને ડોક્ટર કુલ કહેવામાં આવે છે. તેમણે સ્ટેડિયમમાં ગરમી ઓછી કરવા માટે ખાસ વ્યવસ્થા કરી છે. સ્ટેડિયમમાં મોટા મોટા પાઈપ લગાવવામાં આવ્યા છે જેની મદદથી સ્ટેડિયમમાં એક બબલ બનાવવામાં આવ્યું છે. જેનાથી ચાહકોને ગરમી થશે નહિ,

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati