AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

FIFA 2022 Mexico vs Poland : ફિફા વર્લ્ડકપ 2022ની ત્રીજી ડ્રો મેચ, મેક્સિકો અને પોલેન્ડ વચ્ચેની મેચમાં ન થયો એક પણ ગોલ

FIFA 2022 Mexico vs Poland match report : આજે કતારના દોહામાં Stadium 974માં મેક્સિકો અને પોલેન્ડ વચ્ચે જંગ જામ્યો હતો. ગ્રુપ સીની આ બંને ટીમો પોતાની ઓપનિંગ મેચ રમી રહી હતી.

FIFA 2022 Mexico vs Poland : ફિફા વર્લ્ડકપ 2022ની ત્રીજી ડ્રો મેચ, મેક્સિકો અને પોલેન્ડ વચ્ચેની મેચમાં ન થયો એક પણ ગોલ
FIFA 2022 Mexico vs Poland match reportImage Credit source: Twitter
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 22, 2022 | 11:49 PM
Share

આજે કતારના દોહામાં Stadium 974માં મેક્સિકો અને પોલેન્ડ વચ્ચે જંગ જામ્યો હતો. ગ્રુપ સીની આ બંને ટીમો પોતાની ઓપનિંગ મેચ રમી રહી હતી. રોમાંચ અને રસાકસીવાળી આ મેચમાં છેલ્લી મિનિટ સુધી એકપણ ગોલ થયો ન હતો. મેક્સિકો અને પોલેન્ડ વચ્ચેની આ મેચમાં ગોલકીપરોનો દબદબો રહ્યો હતો. ફિફા વર્લ્ડકપમાં આજે સતત બીજી મેચ ડ્રો રહી છે.આ પહેલા ડેનમાર્ક અન ટ્યુનિશિયા વચ્ચેની મેચ પણ 0-0થી ડ્રો થઈ હતી.

ફિફા વર્લ્ડ રેંકિગમાં મેક્સિકોની ટીમ 13માં સ્થાને છે. જ્યારે પોલેન્ડની ટીમ આ યાદીમાં 26માં સ્થાને છે. વર્લ્ડકપમાં બંને ટીમોના શ્રેષ્ઠ પ્રદર્શનની વાત કરીએ તો મેક્સિકોની ટીમ વર્ષ 1970 અને 1986ના વર્લ્ડકપમાં આ ટીમ ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી હતી. પોલેન્ડની ટીમ વર્ષ 1974 અને 1982ના વર્લ્ડકપમાં ત્રીજા સ્થાને રહી હતી.

જે ફિફા વર્લ્ડકપનીની રાહ છેલ્લા ઘણા સમયથી દુનિયાભરના ફૂટબોલ પ્રેમીઓ જોઈ રહ્યા હતા, તે ફિફા વર્લ્ડકપની ધમાકેદાર શરુઆત થઈ ગઈ છે. આખી દુનિયાના કતારમાં થયેલી ફિફા વર્લ્ડકપની ઓપનિંગ સેરેમની જોઈને દંગ રહી ગઈ હતી. તેના વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. કતારના અલ બાયત સ્ટેડિયમમાં યોજાયેલી ઓપનિંગ સેરેમનીમાં દર્શકોનો ઉત્સાહ પણ જોવા જેવો હતો.

મેક્સિકો અને પોલેન્ડ વચ્ચેની મેચ ડ્રો

આજની મેચમાં ખેલાડીઓએ અને ખાસ કરીને ગોલકીપરોએ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યુ હતુ. ફિફા વર્લ્ડકપમાં 25 જૂન, 2010 પછી આ પ્રથમ વખત છે જ્યારે એક જ દિવસે એકથી વધુ વર્લ્ડકપની મેચ ગોલ રહિત ડ્રોમાં પરિણમી હોય. તે સમયે,પોર્ટુગલ-બ્રાઝિલ અને સ્વિટ્ઝર્લેન્ડ-હોન્ડુરાસની મેચ એક જ દિવસમાં 0-0થી સમાપ્ત થઈ હતી. જણાવી દઈએ કે ફિફા વર્લ્ડકપમાં મેચ ડ્રો થતા બંને ટીમોને 1 પોઈન્ટ મળે છે.

મેક્સિકો અને પોલેન્ડ ટીમના ફેન્સ

મેક્સિકો અને પોલેન્ડ વચ્ચેની મેચનો ઘટના ક્રમ

ગ્રુપ C નું પોઈન્ટસ ટેબલ

આ હતી મેક્સિકો અને પોલેન્ડની ટીમો

ફિફા વર્લ્ડકપમાં 32 ટીમો એક ટ્રોફી જીતવા માટે 20 નવેમ્બરથી 18 ડિસેમ્બર, 2022 વચ્ચે મેદાન પર ઉતરશે. 28 દિવસ સુધી આ ફૂટબોલ મહાકુંભ રમાશે. 32 ટીમોના 832થી વધારે ખેલાડીઓ મેદાન પર પોતાની ટીમને જીતાડવા માટે ઉતરશે. ફિફા વર્લ્ડકપ દરમિયાન 90થી વધારે ઈન્ટરનેશનલ ઈવેન્ટ્સ યોજાશે, જેમાં 100થી વધારે ઈન્ટરનેશનલ આર્ટિસ્ટના પર્ફોમન્સ થશે. કતારના 8 ભવ્ય સ્ટેડિયમમાં 64 મેચો રમાશે. ફિફા વર્લ્ડકપ 2022ના અંતે 3585 કરોડની ઈનામી રકમ અલગ અલગ ટીમોને તેમના પ્રદર્શન મુજબ આપવામાં આવશે.

સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">