વન ડે રેન્કીંગમાં હાર્દિક પંડ્યાની મોટી છલાંગ, વિરાટ કોહલી નંબર વન

ભારતીય ક્રિકેટ ટીમ ભલે વન ડે સીરીઝ ઓસ્ટ્રેલીયા સામે હારી ચુકી હોય પરંતુ કોહલી નવા વર્ષનો પ્રારંભ નંબર એક સાથે કરશે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલ દ્રારા વન ડે બેટ્સમન રેંન્કીંગમાં કોહલી નંબર એક પર બન્યો છે. કોહલીએ 870 અંક મેળવીને નંબર એક ના સ્થાન પર પહોંચ્યો છે. હાર્દીક પંડ્યાએ 22 નંબરની લાંબી છલાંગ લગાવી છે, તેણે […]

વન ડે રેન્કીંગમાં હાર્દિક પંડ્યાની મોટી છલાંગ, વિરાટ કોહલી નંબર વન
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Dec 11, 2020 | 10:21 PM

ભારતીય ક્રિકેટ ટીમ ભલે વન ડે સીરીઝ ઓસ્ટ્રેલીયા સામે હારી ચુકી હોય પરંતુ કોહલી નવા વર્ષનો પ્રારંભ નંબર એક સાથે કરશે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલ દ્રારા વન ડે બેટ્સમન રેંન્કીંગમાં કોહલી નંબર એક પર બન્યો છે. કોહલીએ 870 અંક મેળવીને નંબર એક ના સ્થાન પર પહોંચ્યો છે. હાર્દીક પંડ્યાએ 22 નંબરની લાંબી છલાંગ લગાવી છે, તેણે 71 થી સીધો જ 49 મું સ્થાન હાંસલ કરી લીધુ છે. આ પહેલો મોકો છે જ્યારે તે ટોપ 50 બેટ્સમેનોની રેંન્કીંગમાં પહોંચ્યો છે.

ઓસ્ટ્રેલીયા પ્રવાસ દરમ્યાન કોહલીએ બે અર્ધશક પણ લગાવ્યા હતા, તેણે બીજી વન ડેમાં 89 જ્યારે અંતિમ મેચમાં 63 રનની ઇનીંગ રમી હતી. આ રમતનો ફાયદો પણ તેને આઇસીસીની રેન્કીંગમાં મળ્યો છે. જારી થયેલ બેટ્સમેન રેંન્કીંગમાં પ્રથમ ચાર સ્થાનમાં કોઇ બદલાવ થયો નથી. કોહલી 870 પોઇન્ટ સાથે પ્રથમ સ્થાન પર મજબૂત છે. બીજા સ્થાન પર 842 અંક સાથે ભારતીય ઓપનર રોહિત શર્મા છે. ત્રીજા સ્થાન પર પાકિસ્તાનનો બાબર આઝમ 837 અંક સાથે છે. જ્યારે ચોથા સ્થાન પર 818 અંક સાથે  ન્યુઝીલેન્ડનો રોઝ ટેલર છે. ઓસ્ટ્રેલીયાના કેપ્ટન આરોન ફીંચ પણ બે ક્રમ આગળ કુદીને પાંચમા સ્થાને પહોંચ્યો છે. ફિંચે ભારત સામે પ્રથમ વન ડેમાં શતક લગાવ્યુ હતુ. તેણે 791 અંક મેળવ્યા છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

ઓસટ્રેલીયા સામે લાજવાબ બેટીંગ કરવા વાળા હાર્દિક પંડ્યા ટોપ 50 બેટ્સમેનની યાદીમાં સ્થાન મેળવ્યુ છે. તેણે 49 મું સ્થાન મેળવ્યુ છે. ઓસ્ટ્રેલીયાના ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલએ ભારત સામે સીરીઝમાં બે અર્ધશતક ફટકાર્યા હતા. જે ઇનીંગને લઇને તે 2017 પછી પ્રથમવાર ટોપ 20માં સ્થાન મેળવવામાં સફળ રહ્યા છે.

https://twitter.com/ICC/status/1336961762676051968?s=20

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">