AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

French Open 2023: નોવાક જોકોવિચે રચ્યો ઈતિહાસ, 23મો ગ્રેન્ડ સ્લેમ જીતીને બન્યો નંબર 1, જુઓ Video

સર્બિયાના સુપરસ્ટાર નોવાક જોકોવિચે ફ્રેન્ચ ઓપન 2023માં મેન્સ સિંગલ ટાઈટલ જીતીને ઈતિહાસ રચ્યો છે. જોકોવિચે રવિવારે રમાયેલી ફાઇનલમાં નોર્વેના કેસ્પર રુડને હરાવીને રેકોર્ડ 23મો સિંગલ્સ ગ્રાન્ડ સ્લેમ જીત્યો અને આ સાથે તે રાફેલ નડાલથી આગળ નંબર 1 બની ગયો. જોકોવિચનું આ ત્રીજું ફ્રેન્ચ ઓપન ટાઈટલ છે.

French Open 2023: નોવાક જોકોવિચે રચ્યો ઈતિહાસ, 23મો ગ્રેન્ડ સ્લેમ જીતીને બન્યો નંબર 1, જુઓ Video
Novak Djokovic
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 11, 2023 | 11:20 PM
Share

Paris: દિગ્ગજ ટેનિસ પ્લેયર નોવાક જોકોવિચે (Novak Djokovic) આજે ઈતિહાસ રચ્યો છે. નોવાક જોકોવિચે એવું કર્યું છે જે પુરુષોની ટેનિસમાં ક્યારેય બન્યું નથી. સર્બિયાના સુપરસ્ટાર નોવાક જોકોવિચે ફ્રેન્ચ ઓપન 2023માં મેન્સ સિંગલ ટાઈટલ જીતીને ઈતિહાસ રચ્યો છે. જોકોવિચે રવિવારે રમાયેલી ફાઇનલમાં નોર્વેના કેસ્પર રુડને હરાવીને રેકોર્ડ 23મો સિંગલ્સ ગ્રાન્ડ સ્લેમ જીત્યો અને આ સાથે તે રાફેલ નડાલથી આગળ નંબર 1 બની ગયો. જોકોવિચનું આ ત્રીજું ફ્રેન્ચ ઓપન ટાઈટલ છે.

આજે રવિવારે 11મી જૂને ફિલિપ ચેટ્રિઅર કોર્ટ પર રમાયેલી ફાઈનલમાં જોકોવિચે કેસ્પર રુડને એકતરફી મેચમાં હરાવ્યો હતો. જોકોવિચે નોર્વેના કેસ્પર રુડનેને 7-6, 6-3, 7-5થી જીત મેળવી હતી. આ મેન્સ સિંગલની ફાઈનલ મેચ જોવા માટે મોટી સંખ્યામાં દર્શકો આવ્યા હતા.

ત્રીજા ટાઈટલ સાથે રચ્યો ઈતિહાસ

જોકોવિચે ત્રીજી વખત ફ્રેન્ચ ઓપન ટાઈટલ જીત્યું છે. તે ઓપન એરાનો પ્રથમ પુરૂષ ટેનિસ સ્ટાર બન્યો છે જેણે ઓછામાં ઓછા 3 વખત તમામ ચાર ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીત્યા હોય. નડાલની સાથે તે પણ સૌથી વધુ ટાઇટલની રેસમાં આગળ નીકળી ગયો છે. જોકોવિચે આ વર્ષની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયન ઓપનનો ખિતાબ પણ જીત્યો હતો.

આ રેકોર્ડ જીત બદલ જોકોવિચને રાફેલ નડાલ તરફથી પણ અભિનંદન મળ્યા હતા. જોકોવિચની ઐતિહાસિક જીત બાદ નડાલે ટ્વીટ કર્યું અને કહ્યું કે થોડા વર્ષો પહેલા સુધી 23નો આંકડો અસંભવ હતો, જે હવે જોકોવિચે શક્ય બનાવ્યો છે. હાલમાં આખી દુનિયામાંથી તેના પર શુભેચ્છાઓનો વરસાદ થઈ રહ્યો છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Follow Us
જુનાગઢમાં વિકાસકામોમાં ભ્રષ્ટાચારના વિપક્ષના આરોપોથી રાજકારણ ગરમાયુ
જુનાગઢમાં વિકાસકામોમાં ભ્રષ્ટાચારના વિપક્ષના આરોપોથી રાજકારણ ગરમાયુ
RTE પેમેન્ટમાં વિલંબથી ભાવનગરની ખાનગી શાળાઓ મુશ્કેલીમાં
RTE પેમેન્ટમાં વિલંબથી ભાવનગરની ખાનગી શાળાઓ મુશ્કેલીમાં
કરજણ: પ્રાથમિક શાળામાં બાળકો પાસે સફાઈ કરાવતો વીડિયો વાયરલ!
કરજણ: પ્રાથમિક શાળામાં બાળકો પાસે સફાઈ કરાવતો વીડિયો વાયરલ!
તંત્રની બદ્દ-નિયતના પાપે ઉપલેટાનો મોજ નદી પરનો બ્રિજ 5 વર્ષથી જર્જરીત
તંત્રની બદ્દ-નિયતના પાપે ઉપલેટાનો મોજ નદી પરનો બ્રિજ 5 વર્ષથી જર્જરીત
વડોદરા: શાકભાજીના ભાવ આસમાને, લીંબુ-લસણ મોંઘા થતાં બજેટ ખોરવાયું
વડોદરા: શાકભાજીના ભાવ આસમાને, લીંબુ-લસણ મોંઘા થતાં બજેટ ખોરવાયું
ભરૂચની 14મી સદીની ઐતિહાસિક ઇમારતનો વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો
ભરૂચની 14મી સદીની ઐતિહાસિક ઇમારતનો વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો
વડોદરામાં બે દિવસ પાણીકાપ, 7.8 લાખ લોકોને અસર, જુઓ Video
વડોદરામાં બે દિવસ પાણીકાપ, 7.8 લાખ લોકોને અસર, જુઓ Video
કુડાસણની આલ્ફા PGમાં ABVPનો દરોડો, એક્સપાયર્ડ ભોજનનો દાવો ! Video
કુડાસણની આલ્ફા PGમાં ABVPનો દરોડો, એક્સપાયર્ડ ભોજનનો દાવો ! Video
જૂનાગઢના હીરાપુરમાં 25 ફૂટ લાંબો અજગર રોડ પર દેખાયો, Video
જૂનાગઢના હીરાપુરમાં 25 ફૂટ લાંબો અજગર રોડ પર દેખાયો, Video
Breaking News : ગાંધીનગર મેટ્રો સેવામાં ટેકનિકલ ખામી
Breaking News : ગાંધીનગર મેટ્રો સેવામાં ટેકનિકલ ખામી
g clip-path="url(#clip0_868_265)">