વિશ્વના પ્રથમ ક્રમાંકિત ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચે ગુસ્સામાં તોડ્યું રેકેટ, જુઓ Video

સર્બિયાના નોવાક જોકેવિચે ટેનિસ મેચ દરમિયાન ચેર અમ્પાયર સાથે ઉગ્ર દલીલ કરી હતી. જોકોવિચ મોન્ટે કાર્લો ટુર્નામેન્ટમાંથી બહાર થઇ ગયો હતો. નોવાકને ઇટાલીના લોરેન્ઝો મુસેટીએ હરાવ્યો હતો અને લોરેન્ઝોની મોટી જીત થઇ હતી. નોવાક જોકોવિચની 6-4, 5-7, 4-6 થી હાર થઇ હતી. તેના ઉગ્ર હાવભાવનો વીડિયો વાયરલ થયો છે.

વિશ્વના પ્રથમ ક્રમાંકિત ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચે ગુસ્સામાં તોડ્યું રેકેટ, જુઓ Video
Novak Djokovic breaks racquet during Monte Carlo exit
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 14, 2023 | 4:55 PM

પાંચ અઠવાડિયામાં તેની પ્રથમ ટુર્નામેન્ટ રમી રહેલ વિશ્વનો પ્રથમ ક્રમાંકિત સર્બિયાનો સ્ટાર ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચ મોન્ટે કાર્લો માસ્ટર્સ ટુર્નામેન્ટમાં ત્રીજા રાઉન્ડમાં હારીને બહાર થઇ ગયો હતો. નોવાક જોકોવિચને ઇટાલીના લોરેન્ઝો મુસેટીએ ટુર્નામેન્ટમાંથી બહાર કર્યો હતો. લોરેન્ઝોએ નોવાકને હરાવીને અપસેટ સર્જયો હતો. 2 કલાક અને 54 મીનિટની મેચમાં મુસેટીએ નોવાકને 4-6, 7-5, 6-4 થી માત આપી હતી.

જોકોવિચ તેના ટોચ ફોર્મમાં ન હતો અને તેની કોર્ટ પરની મૂવમેન્ટ પણ સ્મૂધ ન હતી. સર્વિસે પણ જોકોવિચનો સાથ આપ્યો ન હતો અને મુસેટી આ જીત પછી ભાવુક થઇ ગયો હતો કારણ કે આ તેના કારકિર્દીની આ એક મોટી જીત હતી.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

લાઇન કોલને લઇને થયો વિવાદ

નોવાક જોકોવિચે મેચમાં સારી શરૂઆત કરી હતી અને પ્રથમ સેટમાં 5-2ની લીડ મેળવી હતી, પણ નોંધપાત્ર છે કે મુસેટીએ મેચમાં કમબેક કર્યું હતું. જોકોવિચ પ્રથમ સેટ 6-4 થી જીત્યો હતો પણ બીજા સેટમાં નોવાક જોકોવિચ તેની રમતના કારણે તકલીફમાં મૂકાયો હતો. જોકોવિચે બીજા સેટમાં 4-2 ની લીડ મેળવી હતી પણ મુસેટીએ જોકોવિચની સર્વિસ તોડી હતી અને તે બાદ પાંચ ગેમ જીતી હતી જયારે જોકોવિચે એક જ ગેમ જીતી હતી. મુસેટીએ બીજો સેટ 7-5 થી જીત્યો હતો.

બીજા સેટ દરમિયાન નોવાક જોકોવિચ એક લાઇન કોલને લઇને અમ્પાયર સાથે ઉગ્ર ચર્ચામાં પડયો હતો. અમ્પાયરે ‘ઇન’નો કોલ આપ્યો હતો જ્યારે નોવાક જોકોવિચ અમ્પાયરને કહ્યું હતું કે બોલ ‘આઉટ’ એટલે કે બહાર પડયો હતો. આ પછી જોકોવિચ મેચ દરમિયાન ગુસ્સામાં દેખાયો હતો અને તેણે પોતાના એક્સ્ટ્રા રેકેટને લાત મારીને તોડી નાખ્યું હતું.

ત્રીજા સેટમાં મુસેટીએ મેળવી જીત

મેચનો ત્રીજો સેટ પણ રોમાંચક અને સંઘર્ષપૂર્ણ રહ્યો હતો અને પ્રેક્ષકો પણ મેચ દરમિયાન ઉત્સાહમાં જોવા મળ્યા હતા. ત્રીજા સેટમાં ઇટાલીના લોરેન્ઝો મુસેટીની 6-4થી જીત થઇ હતી. લોરેન્ઝોના ટેનિસ કારકિર્દીની આ મોટી જીત હતી.

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">