ન્યુઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસન પાપા બન્યા, પત્નિ સારા રહિમે બેબી ગર્લને આપ્યો જન્મ

  • Publish Date - 9:59 am, Thu, 17 December 20 Edited By: Pinak Shukla
ન્યુઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસન પાપા બન્યા, પત્નિ સારા રહિમે બેબી ગર્લને આપ્યો જન્મ

ન્યુઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસન હવે પાપા બની ચુક્યા છે. તેમની પત્નિ સારા રહીમએ બેબી ચાઇલ્ડને જન્મ આપ્યો છે. કેપ્ટન કેને આ અંગેની ઓપચારિક ઘોષણા પોતાના સોશિયલ મિડીયા એકાઉન્ટ પર કરી હતી. વિલિયમસને ઇન્સ્ટાગ્રામ પર ફોટો શેર કર્યો હતો. તેમણે સાથે જ લખ્યુ હતુ કે, અમે અમારા પરિવારમાં નવી બેબી ગર્લનુ સ્વાગત કરીએ છીએ.

વિલિયમસનએ વેસ્ટઇન્ડીઝ સામેની બીજી ટેસ્ટમાં નહોતા રમ્યો. તેમની ગેરહાજરીમાં ટોમ લાથમે ટીમની કેપ્ટનશીપ નિભાવી હતી. તે પૈતૃક લીવ પર પોતાના પત્નિ સારા રહીમ પાસે પહોંચી ગયો હતો. કારણ કે તેના જીવનની અત્યંત મહત્વની અને ખુશીની પળ સ્વાભાવિક માણવી તેના માટે ખાસ હતી. આ માટે તેણે વેસ્ટઇન્ડીઝ સામેની ટેસ્ટ મેચમાંથી તે પૈતૃક રજા પર ઉતર્યો હતો.


ન્યૂઝીલેન્ડએ પહેલી ટેસ્ટ મેચમાં વેસ્ટઇન્ડીઝને એક ઇનીંગ અને 134 રન થી હરાવ્યા હતા. વિલિયમસને પોતાની ટેસ્ટ કેરીયરના સર્વચ્ચ 251 રનનો સ્કોર નોંધાવ્યો હતો. આ સાથે જ આઇસીસી રેન્કિંગમાં તે નંબર 3 પર પહોંચી ગયો હતો. બીજી ટેસ્ટમાં પણ ન્યુઝીલેન્ડને વેસ્ટઇન્ડીઝને એક પારી અને 12 રન થી હરાવ્યુ છે. આ અગાઉ પણ ત્રણ ટી20 મેચની સીરીઝમાં પણ 2-0 થી વેસ્ટઇન્ડીઝને હાર આપી હતી. ત્રીજી મેચ વરસાદને લઇને રદ કરાઇ હતી.

 

 

Click on your DTH Provider to Add TV9 Gujarati