ના કેચ, ના LBW, ના રનઆઉટ કે ના બોલ્ડ, છતાં પણ કપિલ દેવના બોલ પર કેવી રીતે આઉટ થયો આ બેટ્સમેન, વાંચો અહેવાલ

1983ના વિશ્વકપની જીતને કોઈ ભુલી શકે એમ નથી. વિશ્વકપના કેટલાક મહિનાઓ બાદ વેસ્ટઈન્ડિઝને બદલો લેવા માટેનો મોકો મળી ગયો હતો. તેઓ છ ટેસ્ટની સીરીઝ રમવા માટે ભારત આવ્યા હતા. પ્રવાસની શરુઆત કાનપુરથી થઈ હતી. કેરેબિયન ખેલાડીઓએ ભારતને એક ઈનીંગ અને 83 રનથી હરાવ્યુ હતુ. ત્યારબાદ દિલ્હી ટેસ્ટ ડ્રો ગઈ હતી. અમદાવાદ ટેસ્ટમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ […]

ના કેચ, ના LBW, ના રનઆઉટ કે ના બોલ્ડ, છતાં પણ કપિલ દેવના બોલ પર કેવી રીતે આઉટ થયો આ બેટ્સમેન, વાંચો અહેવાલ
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Nov 28, 2020 | 11:12 PM

1983ના વિશ્વકપની જીતને કોઈ ભુલી શકે એમ નથી. વિશ્વકપના કેટલાક મહિનાઓ બાદ વેસ્ટઈન્ડિઝને બદલો લેવા માટેનો મોકો મળી ગયો હતો. તેઓ છ ટેસ્ટની સીરીઝ રમવા માટે ભારત આવ્યા હતા. પ્રવાસની શરુઆત કાનપુરથી થઈ હતી. કેરેબિયન ખેલાડીઓએ ભારતને એક ઈનીંગ અને 83 રનથી હરાવ્યુ હતુ. ત્યારબાદ દિલ્હી ટેસ્ટ ડ્રો ગઈ હતી. અમદાવાદ ટેસ્ટમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ ફરીથી હાવી થઈ ગઈ અને સીરીઝમાં 02-00થી બઢત બનાવી હતી. ચોથી ટેસ્ટ માટે ટીમ મુંબઈ પહોંચી હતી. આ કહાની પણ મુંબઈ ટેસ્ટની છે.

 Na catch na LBW na runout ke na bold chata pan kapildev na ball par kevi rite out thayo aa batsman vancho aa aehval

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

પ્રથમ ઈનીંગમાં ભારતીય ટીમે 463 રન કર્યા હતા. જેમાં દિલીપ વેંગસ્કરે શાનદાર સદી ફટકારી હતી. રીચી રિચર્ડસનની આ ડેબ્યુ મેચ હતી. મેચના ત્રીજા દિવસની રમત પુરી થવાનો સમય નજીક હતો. કેપ્ટન કપિલ દેવે બોલીંગનો મોરચો સંભાળ્યો હતો. વેસ્ટ ઈન્ડિઝ 128 રનના સ્કોર પર હતું. કપિલ દેવે ડેસ્મંડ હેંસને બોલ નાંખ્યો હતો, જે બેટની બહારની કિનારીને અડકીને પેડને ટકરાઈને સ્ટમ્પ તરફ બોલ આગળ વધ્યો હતો.

Na catch na LBW na runout ke na bold chata pan kapildev na ball par kevi rite out thayo aa batsman vancho aa aehval

હેન્સ બોલને સ્ટમ્પમાં જતો અચાનક જોઈને હાથ વડે રોકી દીધો. બસ આ કરતા જ હેન્સ પણ સમજી ગયા કે મારાથી મોટી ભુલ થઈ ગઈ છે. કપિલ દેવ સહિત પુરી ટીમે જોરદાર અપીલ કરી હતી અને અમ્પાયરે તરત જ આંગળી ઉઠાવી દીધી હતી. હેન્સને હેન્ડલ ધ બોલ આઉટ આપવામાં આવ્યો હતો.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Na catch na LBW na runout ke na bold chata pan kapildev na ball par kevi rite out thayo aa batsman vancho aa aehval

તે વખતે આ ટર્મ ક્રિકેટમાં વધારે જુની નહોતી. કારણ કે હેન્સ ક્રિકેટ હિસ્ટ્રીમાં ફક્ત ચોથો એવો બેટ્સમેન હતો કે જે હાથ વડે બોલને રોકતા આઉટ થયો હતો. જો કે હેન્સની વિકેટથી મેચ પર વધારે કોઈ અસર સર્જાઈ નહોતી. જો કે મેચનો આ કિસ્સો હંમેશા યાદ કરવામાં આવે છે.  હેન્સની વિકેટ બાદ વિવિયન રિચાર્ડસને સદી ફટકારી હતી. શિવલાલ યાદવે આ ઈનીંગમાં પાંચ વિકેટ ઝડપતા વેસ્ટ ઈન્ડિઝ 393 રન પર સમેટાઈ ગઈ હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">