Lionel Messi કોરોનાની ઝપેટમાં, PSG Club ના અન્ય ત્રણ ખેલાડીઓ પણ પોઝિટીવ
લિયોનેલ મેસ્સી (Lionel Messi) વિશ્વના સૌથી મોટા ફૂટબોલ સ્ટાર્સમાંના એક છે. તેણે ગયા વર્ષે જ PSG ક્લબ સાથે કરાર કર્યો હતો.
વિશ્વનો દિગ્ગજ ફૂટબોલર લિયોનેલ મેસ્સી (Lionel Messi ) કોરોનાથી (Corona Virus) સંક્રમિત જોવા મળ્યો છે. મેસ્સી હાલમાં પીએસજી ક્લબ (PSG Club) સાથે સંકળાયેલો છે અને આ ક્લબે તેના વિશે માહિતી આપી છે. ખેલ જગતમાં હાલમાં ઘણા ખેલાડીઓ કોરોનાનો શિકાર બની રહ્યા છે, અને તેમાં હવે નવું નામ મેસ્સીનું છે. મેસ્સી ઉપરાંત ક્લબના વધુ ત્રણ ખેલાડીઓ સંક્રમિત જોવા મળ્યા છે. ક્લબે વધુમાં કહ્યું કે તમામ ખેલાડીઓને અલગ રાખવામાં આવ્યા છે અને તેઓ હાલમાં કોરોના પ્રોટોકોલનું પાલન કરી રહ્યા છે.
પીએસજીએ પોતાના નિવેદનમાં વધુમાં કહ્યું કે ટીમનો એક સ્ટાફ મેમ્બર પણ સંક્રમિત જોવા મળ્યો છે. ક્લબે પહેલા ખેલાડીઓના નામ જાહેર કર્યા ન હતા, જોકે મેડિકલ ટીમે બાદમાં તેમના નિવેદનમાં જણાવ્યું હતું કે મેસ્સી સિવાય લેફ્ટ-બેક હુઆ બર્નેટ, બેકઅપ ગોલકીપર સર્જિયો રિકો અને 19 વર્ષીય મિડફિલ્ડર નાથન બિટુમઝાલા ચેપગ્રસ્ત મળી આવ્યા છે.
Tests carried out during the winter break and before the resumption of training revealed 4 positive cases for Covid-19 among the players and 1 positive case among the staff. The people concerned are subject to the Covid protocols.
— Paris Saint-Germain (@PSG_English) January 2, 2022
EPL ની મેચ પણ સ્થગિત
ન્યૂકાસલ ટીમમાં સતત કોરોના વાયરસના ચેપના કેસ સામે આવ્યા બાદ રવિવારે સાઉથમ્પટનમાં યોજાનારી ઇંગ્લિશ પ્રીમિયર લીગ (EPL) ફૂટબોલ મેચને સ્થગિત કરવામાં આવી છે. EPL એ આ વિશે જાણકારી આપી. ગુરુવારે એવર્ટન સામેની ન્યૂકાસલની અગાઉની મેચ પણ મુલતવી રાખવામાં આવી હતી. પ્રીમિયર લીગે જણાવ્યું હતું કે કોવિડ-19 કેસ અને ઇજાઓને કારણે ન્યૂકાસલ પાસે સેન્ટ મેરી સ્ટેડિયમમાં સાઉધમ્પ્ટનનો સામનો કરવા માટે જરૂરી 13 ખેલાડીઓ અને એક ગોલકીપર નથી. લીગે એક નિવેદનમાં કહ્યું કે અસરગ્રસ્ત ક્લબ અને તેમના ચાહકોને સ્પષ્ટતા આપવા માટે, તેઓએ મેચ અંગે સમયસર નિર્ણય લીધો.
આ પણ વાંચો –
દિવ્યાંગોને વિશ્વસ્તરે કૌશલ્ય બતાવવાની તક, દિવ્યાંગ T10 પ્રીમિયર લીગ સીઝન 2ની જોરશોરથી તૈયારીઓ
આ પણ વાંચો –
IND vs SA: ક્વિન્ટન ડી કોકની નિવૃત્તિથી દક્ષિણ આફ્રિકાને નુકસાન, ભારતની જીત નક્કી
આ પણ વાંચો –