Maharaja Ranjitsinhji : શું તમે જાણો છો ભારતીય ક્રિકેટના પિતામહ મહારાજા રણજીતસિંહના નામે રમાય છે રણજી ટ્રોફી ?

મહારાજા રણજીત સિંહને સન્માન આપવા માટે 1934 માં પ્રથમ વખત રણજી ટ્રોફીનું આયોજન કરવામાં આવ્યું હતું.

Maharaja Ranjitsinhji : શું તમે જાણો છો ભારતીય ક્રિકેટના પિતામહ મહારાજા રણજીતસિંહના નામે રમાય છે રણજી ટ્રોફી ?
રણજી ટ્રોફી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 20, 2021 | 12:23 PM

Maharaja Ranjitsinhji : ભારતમાં હાલ રાષ્ટ્રીય ક્રિકેટ સ્પર્ધા (Cricket Competition) રણજી ટ્રોફી (Ranji Trophy) ચાલી રહી છે. ઘણા ઓછા લોકો જાણતા હશે કે જે ખેલાડીના નામે આ સ્પર્ધા રમાય છે તે ક્યારે ભારત તરફથી રમ્યા નથી. અમે વાત કરી રહ્યા છીએ રણજીત સિંહજીની.

મહારાજા રણજીતસિંહનો જન્મ નવાનગર (Nawanagar) રાજ્યના સદોદર ગામમાં જાડેજા રાજપૂત પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ જીવન સિંહ અને દાદનું નામ ઝાલમ સિહં હતું જેઓ નવાનગરના મહારાજા જામ સાબેહ વિભાજી જાડેજાના પરિવારમાંથી હતા.

મહારાજા રણજી બાળપણમાં ટેનિસ રમતા હતા. ઉચ્ચ શિક્ષા માટે ઇંગ્લેન્ડ (England) ગયા તો ત્યાં ક્રિકેટની બોલબાલા હતી. મહારાજા રણજીત સિંહે પણ ક્રિકેટમાં હાથ અજમાવ્યો અને એક સારા ક્રિકટર (Cricketer) બન્યા હતા. સ્નાતકનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી તેમણે સસેક્સ કાઉન્ટીમાં પ્રથમ શ્રેણી ક્રિકેટ કારકિર્દીની શરુઆત કરી હતી. આ પછી રણજીત સિંહને સસેક્સ કાઉન્ટીના સુકાની પણ બનાવ્યા હતા.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

કાઉન્ટી ક્રિકેટમાં મહારાજા રણજીત સિંહ (Maharaja Ranjitsinhji) ના શાનદાર પ્રદર્શન પછી તેમની પસંદગી ઇંગ્લેન્ડની ટીમમાં થઈ હતી. જોકે પ્રથમ ટેસ્ટમાં થોડો વિવાદ થયો હતો. અંગ્રેજો તે સમયે ભારત પર શાસન કરી રહ્યા હતા અને તે હિન્દુસ્તાનીઓને ગુલામ માનતા હતા. આવી માનસિકતાવાળો વ્યક્તિ તત્કાલિન એમસીસી અધ્યક્ષ લોર્ડ હેરિસ પણ હતો.

મહારાજા રણજીત સિંહ(Maharaja Ranjitsinhji) ને ભારતીય ગણાવી પ્રથમ ટેસ્ટમાં સ્થાન આપ્યું ન હતું. જોકે બીજી ટેસ્ટમાં રણજીત સિંહને સ્થાન મળ્યું હતું. પ્રથમ ટેસ્ટમાં જ ક્રિકેટના પિતામહ ડબલ્યુ જી ગ્રેસનો રેકોર્ડ તોડતા 154 રનની ઇનિંગ્સ રમી હતી.

મહારાજા રણજીત સિંહ રણજીના નામથી પ્રખ્યાત થયા હતા. રણજી કારકિર્દીની ટોચે હતા ત્યારે દુર્ભાગ્યથી તેમની એક આંખ ખરાબ થઈ ગઈ હતી અને ક્રિકેટને અલવિદા કહેવું પડ્યું હતું. તેઓ ઇંગ્લેન્ડ તરફથી 15 ટેસ્ટ મેચ રમ્યા હતા. જ્યારે તેમની કારકિર્દી સમાપ્ત થઈ તો તેમના ભત્રીજા દલીપ સિંહે વિરાસત સંભાળી હતી. દલીપ સિંહ ઇંગ્લેન્ડ તરફથી 12 ટેસ્ટ રમ્યા હતા. દલીપ સિંહના નામે ભારતમાં દલીપ ટ્રોફી રમાય છે.

મહારાજા રણજીત સિંહ (Maharaja Ranjitsinhji) ને સન્માન આપવા માટે 1934 માં પ્રથમ વખત રણજી ટ્રોફીનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારથી લઈને અત્યાર સુધી આ ભારતની સૌથી મોટી ઘરેલું ક્રિકેટ સ્પર્ધા છે. બીસીસીઆઈએ 1961માં દલીપ સિંહના સન્માનમાં દલીપ ટ્રોફીનું આયોજન શરુ કર્યું હતું. રણજી ટ્રોફી બીસીસીઆઈથી માન્યતા પ્રાપ્ત દેશના બધા રાજ્યોની ટીમો રમે છે. જ્યારે દલીપ ટ્રોફીમાં પાંચ ઝોનની ટીમો રમે છે.

વિજય હજારે ટ્રોફી 1 થી 29 ડિસેમ્બર દરમિયાન રમાશે, જ્યારે મહિલા ટીમ 20 ઓક્ટોબરથી 20 નવેમ્બર દરમિયાન તેની પ્રથમ ટુર્નામેન્ટ – રાષ્ટ્રીય વનડે રમશે. સિઝનની શરૂઆત 20 સપ્ટેમ્બરે વિમેન્સ અને મેન્સ અંડર -19 વન ડે ઇન્ટરનેશનલ (વિનુ માંકડ) સાથે થશે.

ત્યારબાદ અનુક્રમે 25 અને 26 ઓક્ટોબરે પુરુષો અને મહિલાઓ બંને માટે અંડર -19 ચેલેન્જર ટ્રોફી યોજાશે. અંડર -25 (સ્ટેટ એ) વનડે 9 નવેમ્બરથી 10 ડિસેમ્બર દરમિયાન શરૂ થશે, જ્યારે સીકે ​​નાયડુ ટ્રોફી (હવે ગયા વર્ષના અંડર -23 માંથી અન્ડર -25) 6 જાન્યુઆરીથી શરૂ થશે.

આ પણ વાંચો : PM મોદીએ ગોલ્ડન બોય નીરજ ચોપરાને ખવડાવ્યા ચૂરમા લાડુ, સિંધુને મળી આઈસ્ક્રીમ

g clip-path="url(#clip0_868_265)">