Discus throw : ઓલિમ્પિકની ડિસ્કસ થ્રો ફાઇનલમાં કમલપ્રીત કૌરની હાર , ભારતને મળી નિરાશા
ટોક્યો ઓલિંમ્પિક (Tokyo Olympics)નાં ડિસ્કસ થ્રો સ્પર્ધામાં ભારતની કમલપ્રીત કૌરે (Kamalpreet Kaur) પોતાના પ્રદર્શનથી સૌને ચોંકાવી દીધા હતા. પરંતુ આજે રમાયેલી મેચમાં કમલપ્રીત કૌર મેડલ રેસમાંથી બહાર થઈ છે.
કમલપ્રીત કૌર (Kamalpreet Kaur) ઓલિમ્પિકમાં ડિસ્ક્સ થ્રોમાં ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ભારતીય મહિલા બની હતી. તેણે 64 મીટર ના થ્રો સાથે બીજા સ્થાને રહીને આ કમાલ કર્યો હતો. ઓલિમ્પિકમાં મેડલ જીતી ઈતિહાસ સર્જયો છે. પરતુ તેનું મેડલ જીતવાનું સપનું અધરું રહ્યું હતુ.
કમલપ્રિત કૌર વિરેન્દ્ર સહેવાગ (Virender Sehwag) ની પ્રશંસક છે. તેણે કહ્યુ હતુ કે, તેનામાં એક બેટ્સમેનના રુપમાં ક્રિકેટ રમવાની સ્વાભાવિક પ્રતિભા છે. કોરોના વાયરસના કારણે લાગુ થયેલા લોકડાઉન દરમ્યાન મનોવૈજ્ઞાનિક પડકાર ને પાર પાડવા માટે, તેણે ગત વર્ષે ક્રિકેટમાં પોતાનો હાથ અજમાવવો શરુ કર્યો હતો.
તેણે કહ્યુ હતુ કે, હું ચક્ર ફેંક નથી છોડી રહી, આ મારો પ્રથમ ઝનૂન છે. હું સોમવારે મેડલ જીતીને ભારતીય એથલેટીક્સ સંદ અને ભારતીય રમતગમત ઓથોરીટીનુ કર્જ ચુકવવા માંગુ છુ. તેમણે મારા પ્રશિક્ષણ, પ્રતિયોગિતા માટે કોઇ કસર નથી છોડી.
કમલપ્રીતે એક મીડિયા રીપોર્ટમાં કહ્યુ હતુ કે, ઓલિમ્પિક બાદ વિશ્વ ચેમ્પિયનશીપ 2020 અને એશિયાઇ ગેમ્સમાં ગોલ્ડ મેડલ મેળવવા ઇચ્છુ છું. હુ કોઇક દિવસ કેટલીક ક્રિકેટ ટૂર્નામેન્ટમાં રમવા ઇચ્છુ છું. તે મારુ બીજુ ઝનૂન છે.સ હું એથલેટીક્સ જારી રાખીને ક્રિકેટ રમી શકુ છું. મે મારા ગામની આસપાસના સ્થાનો પર ક્રિકેટ રમી છે. મને લાગે છે કે, મારામાં ક્રિકેટ રમવાની નૈસર્ગીક પ્રતિભા છે.
આ પણ વાંંચો : Chinese Taipei : પી.વી સિંધુની ફૈન બની વર્લ્ડ નંબર વન શટલર, ચાઇનીઝ તાઇપેઇની ખેલાડીએ કહ્યું સિંધુએ મને પ્રોત્સાહન આપ્યું