AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

jasprit bumrah એ સૌથી ઝડપી 100 વિકેટ લઈ બનાવ્યો રેકોર્ડ, દિગ્ગજોને પાછળ છોડ્યા

જસપ્રીત બુમરાહે ઈંગ્લેન્ડ સામે ઓવલ ટેસ્ટમાં અદ્ભૂત સિદ્ધિ મેળવી છે. 2018માં ટેસ્ટ ડેબ્યૂ કર્યા બાદથી તે ભારતના નંબર વન ફાસ્ટ બોલર તરીકે ઉભરી આવ્યો છે.

jasprit bumrah એ સૌથી ઝડપી 100 વિકેટ લઈ બનાવ્યો રેકોર્ડ, દિગ્ગજોને પાછળ છોડ્યા
jasprit bumrah fastest india pacer to 100 test wickets india england oval test
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 07, 2021 | 12:33 PM
Share

jasprit bumrah : ભારતના ઝડપી બોલર જસપ્રીત બુમરાહે (Jasprit Bumrah) ઈંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન કરી કમાલ કરી હતી. આ ટેસ્ટમાં તેણે પોતાની 100 વિકેટ પૂરી કરી હતી. ઓલી પોપ તેનો 100મો ટેસ્ટ શિકાર બન્યો. જસપ્રીત બુમરાહે 24 મી ટેસ્ટમાં આ સિધ્ધિ પ્રાપ્ત કરી છે.

તે 100 ટેસ્ટ વિકેટ લેનાર ભારતનો સૌથી ઝડપી બોલર છે. તેણે કપિલ દેવ (Kapil Dev)ને પાછળ છોડી દીધો જેણે 25 ટેસ્ટમાં 100 વિકેટ લીધી હતી. આ રીતે, તે એકંદરે સૌથી ઝડપી 100 ટેસ્ટ લેનાર આઠમા ભારતીય બોલર છે. રવિચંદ્રન અશ્વિન (Ravichandran Ashwin)સૌથી આગળ છે, જેમણે 18 ટેસ્ટમાં 100 વિકેટ લીધી હતી.

ભારત માટે સૌથી ઝડપી 100 વિકેટ ઝડપનાર બોલરોમાં, સ્પિનરો (Spinner) ટોચના સાત સ્થાને છે. અશ્વિન પછી ઇરાપલ્લી પ્રસન્ના (20 ટેસ્ટ), અનિલ કુંબલે (Anil Kumble)(21 ટેસ્ટ), ભાગવત ચંદ્રશેખર (22 ટેસ્ટ), સુભાષ ગુપ્તે (22 ટેસ્ટ), પ્રજ્ઞાન ઓઝા (22 ટેસ્ટ), વિનુ માંકડ (23 ટેસ્ટ) અને રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) (24 ટેસ્ટ) છે.નું નામ બુમરાહ પહેલા છે. જસપ્રિત બુમરાહે વર્ષ 2018 માં ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. ત્યારથી તેણે અદભૂત પ્રગતિ કરી છે. હવે તે ટેસ્ટમાં ભારતનો નંબર વન ફાસ્ટ બોલર (Fast bowler) છે. તેણે ટેસ્ટ ક્રિકેટમાં હેટ્રિક પણ લીધી છે.

વિદેશમાં 100 માંથી 96 વિકેટ લીધી

મજાની વાત એ છે કે, બુમરાહે ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, વેસ્ટ ઇન્ડીઝ, ન્યૂઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકામાં પોતાની 100 માંથી 96 ટેસ્ટ વિકેટ લીધી છે. આ અંતર્ગત ઓસ્ટ્રેલિયામાં 32, ઈંગ્લેન્ડમાં 32, દક્ષિણ આફ્રિકામાં 14, વેસ્ટ ઈન્ડિઝમાં 13 અને ન્યૂઝીલેન્ડમાં 6 વિકેટ સામેલ છે.

ભારતમાં રમાયેલી ટેસ્ટ મેચમાં તેના નામે ચાર વિકેટ છે. 27 વર્ષના બુમરાહે જાન્યુઆરી 2018 માં દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. પછી તેણે બોલ્ડ દ્વારા જ પોતાની પ્રથમ વિકેટ લીધી. તેણે એબી ડી વિલિયર્સને બોલ્ડ કર્યો હતો. હવે 100 મી વિકેટ પણ બોલ દ્વારા આવી હતી. આ વખતે ઓલી પોપ બોલ્ડ થયો હતો.

બુમરાહ ઈંગ્લેન્ડ સામેની વર્તમાન સીરિઝમાં ભારત માટે સૌથી સફળ બોલર પણ છે. તેણે ચાર ટેસ્ટમાં 18 વિકેટ લીધી છે. તે ઓલી રોબિન્સન પછી સીરિઝમાં બીજા ક્રમે સૌથી વધુ વિકેટ લેનાર છે. રોબિન્સનની 21 વિકેટ છે.

આ પણ વાંચો : Oval test માં જીત બાદ પણ BCCI કેમ વિરાટ કોહલી અને રવિ શાસ્ત્રીથી છે નારાજ ? જાણો સમગ્ર મામલો

ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">