AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL Final 2026 : GT સાવધાન! RCBના સાથે ઇતિહાસ?

IPL 2026ની ફાઇનલ પહેલા RCBની તરફથી એક રસપ્રદ રેકોર્ડ જોવા મળી રહ્યો છે. 2018થી, IPLમાં ક્વોલિફાયર 1 જીતનાર દરેક ટીમે ફાઇનલ મેચ પણ જીતી છે. આ વખતે RCBએ ક્વોલિફાયર 1 માં ગુજરાત ટાઇટન્સને હરાવીને સીધો ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. હવે પ્રશ્ન એ છે કે, શું ઇતિહાસ પરી પોતાને દોહરાવશે કે શુભમન ગિલની ગુજરાત ટાઇટન્સ આ વલણને તોડીને બીજી વખત ચેમ્પિયન બનશે?

IPL Final 2026 : GT સાવધાન! RCBના સાથે ઇતિહાસ?
IPL Final 2026Image Credit source: X
| Updated on: May 31, 2026 | 2:24 PM
Share

IPL 2026 ની ફાઇનલ આજે (31 મે) અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને ગુજરાત ટાઇટન્સ (GT) વચ્ચે રમાશે. બંને ટીમો બીજી વખત ટાઇટલ જીતવાનું લક્ષ્ય રાખશે. પરંતુ મેચ પહેલા એક એવો રેકોર્ડ સામે આવ્યો છે જે RCB ચાહકોને ઉત્સાહિત કરી શકે છે અને ગુજરાત ટાઇટન્સની ચિંતાઓ વધારી શકે છે.

IPLમાં 2018 થી એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે. ક્વોલિફાયર 1 જીતનારી ટીમ હંમેશા ફાઇનલ મેચ જીતી છે. આ વખતે RCB એ ક્વોલિફાયર 1 માં ગુજરાત ટાઇટન્સને એકતરફી રીતે હરાવીને ફાઇનલમાં સીધો સ્થાન મેળવ્યું છે. તેથી ઇતિહાસ બેંગલુરુના પક્ષમાં હોય તેવું લાગે છે.

8 વર્ષથી તૂટ્યો નથી આ ફોર્મ્યુલા

છેલ્લા 8 વર્ષોથી ક્વોલિફાયર 1 જીતનારી ટીમે જીતી છે IPL ફાયનલ મેચ

  • 2018: ચેન્નાઈ સુપર કિંગ્સે ક્વોલિફાયર 1 જીતી અને પછી ટ્રોફી જીતી
  • 2019: મુંબઈ ઇન્ડિયન્સે તેનું અનુકરણ કર્યું
  • 2020: મુંબઈ ઇન્ડિયન્સે ટ્રેન્ડ ચાલુ રાખ્યો
  • 2021: ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ ચેમ્પિયન બની
  • 2022: ગુજરાત ટાઇટન્સે ક્વોલિફાયર 1 જીતીને ટ્રોફી જીતી
  • 2023: ચેન્નાઈ સુપર કિંગ્સે ઇતિહાસનું પુનરાવર્તન કર્યું
  • 2024: ક્વોલિફાયર 1 વિજેતા કોલકાતા નાઈટ રાઈડર્સે પણ ફાઇનલ જીતી
  • 2025: આ ટ્રેન્ડ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ચાલુ રાખ્યો

અમદાવાદ GT ટીમનો છે ગઢ

હવે 2026માં RCB ક્વોલિફાયર 1 જીતનાર ટીમ હતી. આંકડા તેમના પક્ષમાં હોય તેવું લાગે છે. પરંતુ અમદાવાદ આ ગુજરાતના ટીમનો ગઢ છે. જો ઇતિહાસ RCBના પક્ષમાં હોય તો તાજેતરના રેકોર્ડ ગુજરાતના પક્ષમાં છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ GTનું હોમ ગ્રાઉન્ડ છે અને ટીમે ત્યાં સતત ચાર મેચ જીતી છે. જેમાં RCB સામેની જીતનો પણ સમાવેશ થાય છે. તેથી શુભમન ગિલની ટીમ ઘરઆંગણે ટ્રોફી ઉપાડવાનું સ્વપ્ન જોશે.

પાવરપ્લેમાં થઈ શકે છે ફાઇનલનો નિર્ણય

અમદાવાદની પિચ ઝડપી બોલરોને સાથ આપે તેવી અપેક્ષા છે. પરિણામે ચનું પરિણામ પ્રથમ 6 ઓવરમાં નક્કી થઈ શકે છે. ગુજરાત પાસે કાગિસો રબાડા, મોહમ્મદ સિરાજ અને પ્રસિધ્ધ કૃષ્ણા જેવા વિકેટ લેનારા બોલરો છે. જ્યારે આરસીબીની બેટિંગમાં વિરાટ કોહલી અને દેવદત્ત પડિકલનો ફોર્મ સારો છે.

હવે નિર્ણય મેદાન પર થશે. શું RCB ક્વોલિફાયર-1 વિજેતાઓની સુવર્ણ પરંપરા જાળવી રાખીને સતત બીજો ખિતાબ જીતશે કે પછી શુભમન ગિલની ગુજરાત ટાઇટન્સ પોતાના ઘરઆંગણે ઇતિહાસને બદલવામાં સફળ થશે?

આ પણ વાંચો, IPL Captains : IPL 2026 ખતમ થતા આ 5 ખેલાડીઓ પર લટકી રહી છે કેપ્ટનશીપની તલવાર?

Follow Us
ખડગેનું વિવાદિત નિવેદન: પટનાના કાર્યક્રમમાં હોબાળો અને મારામારી
ખડગેનું વિવાદિત નિવેદન: પટનાના કાર્યક્રમમાં હોબાળો અને મારામારી
રાજકોટ જિલ્લામાં લીલા ઘાસચારીની અછત સર્જાતા માલધારીઓની કફોડી સ્થિતિ
રાજકોટ જિલ્લામાં લીલા ઘાસચારીની અછત સર્જાતા માલધારીઓની કફોડી સ્થિતિ
ઓછા વરસાદને કારણે માલધારીઓની મુશ્કેલી વધી
ઓછા વરસાદને કારણે માલધારીઓની મુશ્કેલી વધી
અંબાજીમાં આ વર્ષે બે દિવસ શરદ પૂનમની ઉજવણી, મંદિરના પૂજારીની સ્પષ્ટતા
અંબાજીમાં આ વર્ષે બે દિવસ શરદ પૂનમની ઉજવણી, મંદિરના પૂજારીની સ્પષ્ટતા
સુરતમાં ₹110 કરોડના ઓનલાઈન ટ્રેડિંગ કૌભાંડનો પર્દાફાશ
સુરતમાં ₹110 કરોડના ઓનલાઈન ટ્રેડિંગ કૌભાંડનો પર્દાફાશ
ગીર પંથકમાં ધરતી ધ્રૂજી; 17 કલાકમાં ભૂકંપના 5 આંચકા ! Video
ગીર પંથકમાં ધરતી ધ્રૂજી; 17 કલાકમાં ભૂકંપના 5 આંચકા ! Video
નિયમોનું પાલન કરાવનાર તંત્ર સામે સવાલ, AMC JAL બોટલ પર FSSAI નંબર નહીં
નિયમોનું પાલન કરાવનાર તંત્ર સામે સવાલ, AMC JAL બોટલ પર FSSAI નંબર નહીં
દિવાળી પહેલા રાજકોટમાં ટ્રેન સેવાને અસર, ચાર ટ્રેન રદ
દિવાળી પહેલા રાજકોટમાં ટ્રેન સેવાને અસર, ચાર ટ્રેન રદ
તહેવારોમાં સુરતમાં ફૂડ વિભાગની તપાસ, કનૈયા ડેરી સામે કોર્ટ કેસ
તહેવારોમાં સુરતમાં ફૂડ વિભાગની તપાસ, કનૈયા ડેરી સામે કોર્ટ કેસ
દાહોદના ડામર પ્લાન્ટમાં ભીષણ આગ ફાટી નીકળી
દાહોદના ડામર પ્લાન્ટમાં ભીષણ આગ ફાટી નીકળી
g clip-path="url(#clip0_868_265)">