AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GT vs MI, IPL 2023 Qualifier 2 Match Report: ગુજરાતે 234 રનનુ વિશાળ લક્ષ્ય મુંબઈ સામે રાખ્યુ, શુભમન ગિલની આતશી સદી

IPL 2023 Qualifier 2 Match Report of Gujarat Titans vs Mumbai Indians: રોહિત શર્માએ ટોસ જીતીને બેટિંગ કરવા માટે હાર્દિક પંડ્યાને નિમંત્રણ આપ્યુ હતુ. આમ ગુજરાત ટાઈટન્સ બેટિંગ કરવા માટે પ્રથમ ઉતર્યુ હતુ.

GT vs MI, IPL 2023 Qualifier 2 Match Report: ગુજરાતે 234 રનનુ વિશાળ લક્ષ્ય મુંબઈ સામે રાખ્યુ, શુભમન ગિલની આતશી સદી
| Updated on: May 26, 2023 | 10:07 PM
Share

IPL 2023 ની બીજી ક્વોલિફાયર મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે ટક્કર થઈ રહી છે. IPL Final માં પહોંચવા માટે રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ કરીને ટાર્ગેટ ચેઝ કરવાની રણનિતી અપનાવી હતી. આમ ગુજરાત ટાઈટન્સે ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા સારી શરુઆત કરી હતી. ગુજરાત ઘર આંગણે જીત મેળવીને ફાઈનલમાં પહોંચવા માટે પૂરી તાકાત બેટિંગમાં અપનાવી હતી. શાનદાર ફોર્મમાં સિઝનમાં ચાલી રહેલા યુવા ઓપનર શુભમન ગિલે આતશી સદી નોંધાવી હતી. મુંબઈ સામે ફાઈનલની ટિકિટ માટે 234 રનનુ લક્ષ્ય ગુજરાતે ખડક્યુ હતુ.

ગુજરાત અને મુંબઈ વચ્ચે મહત્વની મેચ પહેલા વાતાવરણમાં અમદાવાદમાં પલટો આવતા કમોસમી વરસાદ વરસ્યો હતો. વરસાદ વરસવાને લઈ પિચ પર કવર્સ લગાવાયા હતા. મેચ નિર્ધારીત સમય કરતા અડધો કલાક અને ટોસ પોણો કલાક મોડો થયો હતો.

ગિલની સદી, ગુજરાતનો વિશાળ સ્કોર

ફાઈનલમાં પહોંચવા માટે શરુઆતથી જ ગુજરાતે શાનદાર બેટિંગ કરી હતી. ઓપનર જોડી રિદ્ધમાન સાહા અને શુભમન ગિલ મેદાને ઉતર્યા હતા. બંનેએ પાવર પ્લેમાં 50 રનની ભાગીદારી રમત નોંધાવી હતી. જોકે 54 રન પ્રથમ વિકેટ માટે બંનેએ નોંધાવ્યા હતા અને સાહાએ વિકેટ ગુમાવી હતી. સાહાને પિયૂષ ચાવલાએ શિકાર બનાવ્યો હતો. સાહાએ 16 બોલમાં 18 રન નોંધાવ્યા હતા. ત્યાર બાદ ગિલ અને સાંઈ સુદર્શને સ્કોર બોર્ડને આગળ વધારવાનુ કામ સંભાળ્યુ હતુ. ગિલે અડધી સદી પુરી કર્યા બાદ ગિયર બદલ્યો હતો. તેણે આતશી છગ્ગા ફટકાર્યા હતા. ગિલે બાકીની પચાસ રનમાં ચોગ્ગા અને છગ્ગા વાળી રમત રમી હતી અને અમદાવાદના મોદી સ્ટેડિયમનો માહોલ બદલી દીધો હતો. મુંબઈ માટે મુશ્કેલ સ્કોર ખડકવાનો પ્રયાસ કર્યો હતો.

આ પણ વાંચોઃ IPL Play Offs Conditions: પ્લેઓફ મેચમાં વરસાદ વિલન બને તો કઈ ટીમ ફાઈનલમાં પહોંચી શકે? જાણો નિયમ

શુભમન ગિલે સિઝનમાં ત્રીજી સદી નોંધાવી હતી. 60 બોલમાં 129 રનની વિશાળ ઈનીંગ ગિલે રમી હતી. આ દરમિયાન 10 છગ્ગા ગિલે ફટકાર્યા હતા, જ્યારે 7 ચોગ્ગા નોંધાવ્યા હતા. ગિલ અને સાંઈ સુદર્શનની વચ્ચે 138 રનની પાર્ટનરશિપ નોંધાઈ હતી, બંનેએ આ ભાગીદારી રમત 64 બોલમાં જ નોંધાવી હતી. જેમાં સૌથી વધુ 95 રનનો હિસ્સો ગિલનો રહ્યો હતો. આકાશ મેઘવાલે ઓપનર ગિલની વિકેટ ઝડપી હતી. મેઘવાલે ખૂબ રન ખર્ચીને આ વિકેટ ઝડપી હતી. સુદર્શન રિટાયર્ડ હર્ટ થયો હતો. તે 1 છગ્ગો અને 5 ચોગ્ગાની મદદથી 31 બોલમાં 43 રન નોંધાવીને મેદાનથી પરત ફર્યો હતો. હાર્દિક પંડ્યાએ 13 બોલમાં 28 રન નોંધાવ્યા હતા. તેણે 2 છગ્ગા અને 2 ચોગ્ગા ફટકાર્યા હતા. જ્યારે રાશિદ ખાને 5 રન નોંધ્યા હતા.

આ પણ વાંચોઃ  IND vs AUS, WTC Final: વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની પ્રાઈઝ મનીનુ ICC એ કર્યુ એલાન, જાણો ચેમ્પિયનને કેટલી રકમ મળશે

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">