IPL 2021 : વિરાટ કોહલીના આ નિર્ણયથી RCB ને થયું નુકસાન, શું આ વખતે પણ નહીં જીતી શકે IPL ટ્રોફી ?

વિરાટ કોહલી 2013માં RCBના કેપ્ટન બન્યા હતા. તેમના નેતૃત્વમાં ટીમ માત્ર એક જ વાર ફાઇનલમાં પહોંચી છે. આ સીઝન પહેલાના આઠ વર્ષમાં, તે ફક્ત ત્રણ વખત પ્લેઓફમાં પહોંચી છે.

IPL 2021 : વિરાટ કોહલીના આ નિર્ણયથી RCB ને થયું નુકસાન, શું આ વખતે પણ નહીં જીતી શકે IPL ટ્રોફી ?
Virat Kohli
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 21, 2021 | 2:13 PM

IPL 2021 : વિરાટ કોહલી (Virat Kohli)ના નેતૃત્વવાળી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore) ને આઈપીએલ (Indian Premier League) 2021 માં કોલકાતા નાઈટ રાઈડર્સ (Kolkata Knight Riders)ના હાથે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.

પહેલા રમતા, બેટ્સમેનોની નિષ્ફળતાને કારણે RCB 92 રનમાં સમેટાઈ ગયું હતું. KKR એ આ લક્ષ્ય ખૂબ જ સરળતા સાથે હાંસલ કર્યું. તેણે માત્ર એક વિકેટ ગુમાવી અને ટીમ નવ વિકેટે જીતી ગઈ હતી. કેપ્ટન તરીકે વિરાટ કોહલીની આ છેલ્લી આઈપીએલ (Indian Premier League) છે. આ હાર પછી, જોખમ ઉભું થઈ રહ્યું છે કે ટીમ આ વખતે પણ ટાઇટલ જીત્યા વિના બહાર નીકળી શકે છે.

કેકેઆરના હાથે હાર સહન કર્યા બાદ પણ આરસીબી ટોપ-4 નો ભાગ છે. તેઓએ આઠમાંથી પાંચ મેચ જીતી છે અને તેના 10 પોઇન્ટ છે. પરંતુ ટીમ સાથે સમસ્યા એ રહી છે કે તે ટૂર્નામેન્ટના અંતે હારી જાય છે. હજુ પણ ટીમ ત્રીજા નંબરે છે પરંતુ તેનો નેટ રન રેટ સૌથી ખરાબ છે. KKR ને હાર્યા બાદ RCB ને લગતો એક પ્રશ્ન ફરીથી હેડલાઇન્સમાં છે. સવાલ એ છે કે, શું વિરાટ કોહલી (Virat Kohli) આરસીબી કેપ્ટનપદેથી રાજીનામું આપવાનો નિર્ણય યોગ્ય હતો ?

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

કોહલી (Virat Kohli)એ RCB મેચના એક દિવસ પહેલા 19 સપ્ટેમ્બરે IPLની કેપ્ટનશીપ છોડવાની જાણકારી આપી હતી. તેણે કહ્યું હતું કે, કેપ્ટન તરીકે આ તેની છેલ્લી IPL (Indian Premier League) હશે. તેના થોડા દિવસો પહેલા તેણે ભારતીય ટી 20 ટીમની કેપ્ટનશીપ પણ છોડી દીધી હતી. કોહલીએ આઈપીએલ 2021 ફરી શરૂ થાય તે પહેલા જ કેપ્ટનશીપ છોડતા તેના પર સવાલો ઉભા થયા હતા. ભૂતપૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરે કહ્યું હતું કે, કોહલીના સમયથી તેમને આશ્ચર્ય થયું. આ નિર્ણયને કારણે, બેંગ્લોર તેમનું પ્રથમ આઈપીએલ ટાઇટલ જીતવાનું ચૂકી શકે છે.

કોહલી 2013 થી આરસીબીનો કેપ્ટન છે

સંજય માંજરેકરને પણ કોહલીનો નિર્ણય ગમ્યો નહીં. તેણે એક સમચાર વેબસાઈટ સાથે વાત કરતા કહ્યુ, ‘હું આશ્ચર્યચકિત છું’ બંને નિર્ણયો વિશે, તેઓએ ટુર્નામેન્ટ પહેલા આવું કેમ કર્યું. કોહલી 2013માં RCB (Royal Challengers Bangalore) ના કેપ્ટન બન્યા. તેમના નેતૃત્વમાં ટીમ માત્ર એક જ વાર ફાઇનલમાં પહોંચી છે. આ સીઝન પહેલાના આઠ વર્ષમાં, તે ફક્ત ત્રણ વખત પ્લેઓફમાં પહોંચી છે. તેણે આંતરરાષ્ટ્રીય સ્તરે ઘણી સફળતા હાંસલ કરી પરંતુ આઈપીએલમાં ટ્રોફીના દુકાળને દૂર કરવામાં તે સફળ રહ્યો નથી. તેના કારણે કોહલી (Virat Kohli)ની કેપ્ટનશીપની ઘણી ટીકા થઈ રહી છે.

આ પણ વાંચો : helicopter Crash : જમ્મુ -કાશ્મીરના ઉધમપુરમાં ખરાબ હવામાનને કારણે 2 આર્મી હેલિકોપ્ટર ક્રેશ થતાં 2 પાયલોટ ઘાયલ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">