IPL 2021: અંપાયરના સોફ્ટ સિગ્નલ નિયમને હટાવી લેવાયો, વિવાદાસ્પદ નિયમને લઇને BCCIનો મોટો ફેંસલો

IPL 2021 ની શરુઆત આગામી 9 મી એપ્રિલ થી ચેન્નાઇ થી થઇ રહી છે. આ ટુર્નામેન્ટ શરુ થવાના પહેલા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ મહત્વનો નિર્ણય લીધો છે. છેલ્લા કેટલાક સમય થી ચર્ચામાં રહેલ સોફ્ટ સિગ્નલ નિયમ (Soft Signal Rule) ને આઇપીએલ લીગમાં થી હટાવી લેવામાં આવ્યો છે.

IPL 2021: અંપાયરના સોફ્ટ સિગ્નલ નિયમને હટાવી લેવાયો, વિવાદાસ્પદ નિયમને લઇને BCCIનો મોટો ફેંસલો
IPL 2021 ની શરુઆત આગામી 9 મી એપ્રિલથી ચેન્નાઇથી થઇ રહી છે.
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Mar 28, 2021 | 9:22 AM

IPL 2021 ની શરુઆત આગામી 9 મી એપ્રિલ થી ચેન્નાઇ થી થઇ રહી છે. આ ટુર્નામેન્ટ શરુ થવાના પહેલા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ મહત્વનો નિર્ણય લીધો છે. છેલ્લા કેટલાક સમય થી ચર્ચામાં રહેલ સોફ્ટ સિગ્નલ નિયમ (Soft Signal Rule) ને આઇપીએલ લીગમાં થી હટાવી લેવામાં આવ્યો છે. આ ઉપરાંત થર્ડ અંપાયર (hird Umpire) હવે ગ્રાઉન્ડ અંપાયર (Ground Umpire) ના નો બોલ અને શોર્ટ રનના નિર્ણય ને પણ બદલી શકે છે. BCCI એ આ નિયમો એટલા માટે હટાવી લીધા છે કે, હાલમાં જ ઇંગ્લેંડ (England) સામેની મર્યાદિત ઓવરની ક્રિકેટ સિરીઝમાં અંપાયર દ્રારા લીધેલા નિર્ણયો ભારતીય ટીમની વિરુદ્ધ ગયા હતા. જેને લઇને કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) એ નિરાશા દર્શાવી હતી અને કહ્યુ હતુ કે, સોફ્ટ સિગ્નલ હટાવી લેવુ જોઇએ.

એએનઆઇ મુજબ બીસીસીઆઇ એ હવે સ્પષ્ટ કરી દીધુ છે કે, હવે થર્ડ અંપાયર પર નિર્ણય મોકલવાના પહેલા મેદાની અંપાયર પાસે સોફ્ટ સિગ્નલ આપવાનો કોઇ અધિકાર નહી હોય. બતાવી દઇએ કે આ પહેલા કોઇ ખેલાડીના નિર્ણયને લઇને જ્યારે ગ્રાઉન્ડ અપાયર ત્રીજા અંપાયર પાસે જાય છે, તો તેમણે સોફ્ટ સિગ્નલ ડિસીજન આપવાનુ હોય છે. પરંતુ હવે અંપાયરે હવે આવુ કંઇ જ નથી કરવાનુ રહેતુ.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

આમાં બીસીસીઆઇ ના સુત્રો એ કહ્યુ છે કે, મેદાન પર અંપાયર દ્રારા સોફ્ટ સિગ્નલ આપવાને લઇને કેટલીક વખતે થર્ડ અંપાયર પાસે કંનફ્યુઝનની સ્થિતી પેદા થઇ ગઇ હતી. એટલા માટે અમે એમ વિચારી રહ્યા હતા કે, અમારે અંપાયરીંગની જૂની રિતોને અપનાવવી જોઇએ.

હાલમાં જ ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચે રમાયેલી T20 સિરીઝની ચોથી મેચ બાદ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ આ મુદ્દા પર ખુલીને વાત કરી હતી. વિરાટ એ કહ્યુ હતુ કે, મને નથી ખ્યાલ કે શંકાજનક સ્થિતીમાં સોફ્ટ સિગ્નલ ને બદલે મને નથી ખ્યાલનો કોલ કેમ નથી આપી શકતા. આવા નિર્ણયો મેચની રુખ બદલી શકે છે, ખાસ કરીને મોટી મેચોમાં. આજે અમે આના થી પ્રભાવિત થયા છે અને કાલે અમારા સ્થાને કોઇ અન્ય ટીમ થઇ શકે છે. જ્યારે ડેવિડ મલાન એ સૂર્યકુમાર યાદવનો કેચ ઝડપ્યો હતો, ત્યારે તે કેચ મેદાન પર અડકી ચુક્યો હતો. આ દરમ્યાન તેને સોફ્ટ સિગ્ન આઉટ આપવામાં આવ્યો હતો. જેને લઇને થર્ડ અપાયરે પુરતા પુરાવાઓને અભાવે તેના નિર્ણયને પલટી શક્યા નહોતા.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">