IPL 2021: ટુર્નામેન્ટ તેના નિશ્વિત શિડ્યુલ અનુસાર જ રમાશે, મુંબઇ લોકડાઉનને લઇને સૌરવ ગાંગુલીનુ અપડેટ

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના અધ્યક્ષ સૌરવ ગાંગુલી (Sourav Ganguly) એ એ IPL 2021 ને લઇને અપડેટ આપ્યુ હતુ. તેઓએ કહ્યુ હતુ કે, IPL 2021 ના શિડ્યુલમાં કોઇ જ બદલાવ કરવામાં નહી આવે. બધુ જ નિયત કરાયેલા કાર્યક્રમ મુજબ જ યોજવામાં આવશે.

IPL 2021: ટુર્નામેન્ટ તેના નિશ્વિત શિડ્યુલ અનુસાર જ રમાશે, મુંબઇ લોકડાઉનને લઇને સૌરવ ગાંગુલીનુ અપડેટ
Sourav Ganguly
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Apr 05, 2021 | 11:38 AM

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના અધ્યક્ષ સૌરવ ગાંગુલી (Sourav Ganguly) એ એ IPL 2021 ને લઇને અપડેટ આપ્યુ હતુ. તેઓએ કહ્યુ હતુ કે, IPL 2021 ના શિડ્યુલમાં કોઇ જ બદલાવ કરવામાં નહી આવે. બધુ જ નિયત કરાયેલા કાર્યક્રમ મુજબ જ યોજવામાં આવશે. IPL 2021ની શરુઆત 9 એપ્રિલ થી થઇ રહી છે. આ દરમ્યાન મહારાષ્ટ્ર સરકાર (Government of Maharashtra) દ્રારા કોરોના મહામારીના વધતા જતા પ્રમાણને લઇને વીકએન્ડ લોકડાઉન (Lockdown) આપ્યુ છે. જેને લઇને ગાંગુલીએ આ સ્પષ્ટતા કરી હતી.

અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ એએનઆઇને જણાવ્યું હતુ કે, બધુ જ નિયત કાર્યક્રમ મુજબ જ યોજવામાં આવશે. ગઇકાલે રવિવારે બપોરે કેબિનેટ બેઠક બાદ મહારાષ્ટ્ર સરકારે વિક એન્ડ દરમ્યાન લોકડાઉન કરવા માટેની જાહેરાત કરી હતી. વિકએન્ડમાં મહારાષ્ટ્રમાં શુક્રવાર રાત્રે 8 વાગ્યા થી સોમવાર સવારે 7 વાગ્યા સુધી આકરુ લોકડાઉન રહેશે. આ ઉપરાંત સોમવાર થી શુક્રવાર રાત્રે 8 થી સવારે 7 વાગ્યા સુધી નાઇટ કરફ્યુ પણ લાગેલુ રહેશે. મુંબઇ આઇપીએલની 10 મેચોની મેજબાની પણ કરનારી છે. જેમાં કેટલીક મેચ વિકએન્ડમાં પણ છે. 10 એપ્રિલ એટલે કે શનિવારે ચેન્નાઇ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મુંબઇમાં મેચ રમાનારી છે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

આઇપીએલની ચાર ફેન્ચાઇઝી દિલ્હી કેપિટલ્સ, મુંબઇ ઇન્ડીયન્સ, પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ એ મુંબઇને પોતાનો બેઝ બનાવ્યો છે. હાલના સમયમાં કલકત્તા નાઇટ રાઇડર્સનો પણ બેઝ મુંબઇમાં છે. જોકે ટીમ કેકેઆર 11 એપ્રિલે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે મેચ હોવાને લઇને ચેન્નાઇ રવાના થનાર છે. બીસીસીઆઇ ના ઉપાધ્યક્ષ રાજીવ શુકલાએ પણ આ દરમ્યાન ખેલાડીઓને કોવિડ 19 રસી આફવાને લઇને સ્વાસ્થ્ય મંત્રાલયનો સંપર્ક કરવાની વાત કહી હતી. મુંબઇમાં આઇપીએલની મેચ આગામી 10 થી 24 એપ્રિલ વચ્ચે રમાનારી છે. જ્યાં આઇપીએલની છ ટીમો વચ્ચે મેચ રમાનારી છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">