IPL 2021: આંગળીની ઈજાને લઈ બેન સ્ટોક્સ બહાર, રાજસ્થાન રોયલ્સની ભાવુક વિદાય, સોમવારે સર્જરી કરાશે

રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) માટે આઈપીએલ 2021ની સિઝનની શરુઆત સારી રહી નથી. સંજૂ સેમસન (Sanju Samson)ની કેપ્ટનશીપ ધરાવતી રાજસ્થાનની ટીમના સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ (Ben Stokes) પૂરી સિઝન માટે બહાર થઈ ગયો છે.

IPL 2021: આંગળીની ઈજાને લઈ બેન સ્ટોક્સ બહાર, રાજસ્થાન રોયલ્સની ભાવુક વિદાય, સોમવારે સર્જરી કરાશે
Ben Stokes
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Apr 18, 2021 | 6:48 PM

રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) માટે આઈપીએલ 2021ની સિઝનની શરુઆત સારી રહી નથી. સંજૂ સેમસન (Sanju Samson)ની કેપ્ટનશીપ ધરાવતી રાજસ્થાનની ટીમના સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ (Ben Stokes) પૂરી સિઝન માટે બહાર થઈ ગયો છે. સ્ટોક્સને પહોંચેલી ઈજાને લઈને આવેલી અપડેટને ધ્યાને લઈને તેને ઈંગ્લેન્ડ (England) પરત બોલાવી લેવામાં આવ્યો છે. જોકે આ પહેલા એમ કહેવામાં આવતુ હતુ કે, સિઝન દરમ્યાન ટીમ સાથે રહેશે. સ્ટોક્સના પરત ફરવા પર રાજસ્થાન રોયલ્સે ભાવુક કરી દેનારી વિદાય આપી છે.

બેન સ્ટોક્સને સિઝનની પ્રથમ મેચમાં જ ઈજા પહોંચી હતી. સ્ટોક્સ પ્રથમ મેચમાં પંજાબ કિંગ્સ સામે આક્રમક બેટ્સમેન ક્રિસ ગેઈલનો કેચ ઝડપવા દરમ્યાન ડાઈવ લગાવતા આંગળીમાં ઈજા પહોંચી હતી. તેને ઈજાને લઈને તે પ્રથમ મેચ બાદ આઈપીએલની સિઝનથી બહાર થઈ ગયો હતો. તેના ઈંગ્લેન્ડ જવા પહેલા તેને એવી વિદાય આપવામાં આવી કે, જેનાથી બધા ભાવુક થઈ ઉઠ્યા હતા.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે

ટ્વીટર પર રાજસ્થાન રોયલ્સે લખ્યુ હતુ કે, અલવિદા બેન. ઓલરાઉન્ડર ગઈ રાત્રીએ પરત ફર્યો, કારણ કે સ્કેનમાં ખુલાસો થયો હતો કે તેણે પોતાની આંગળીની સર્જરી કરાવવી પડશે. જલ્દી સ્વસ્થ થજે ચેમ્પ. આ વીડિયોમાં સ્ટોક્સને જર્સી આપવામાં આવી હતી કે, જેની પર તેના દિવંગત પિતાનું નામ લખેલુ હતુ. સ્ટોક્સ તેને જોઈને ભાવુક થઈ ગયો હતો. ટીમના ખેલાડીઓએ પણ તેને વિદાય આપી હતી અને સાથે જ આશા જગાવી હતી કે તે જલ્દી પરત ફરશે. સ્ટોક્સે વીડિયોમાં કહ્યુ હતુ કે, તેને જવા પર દુ:ખ છે, પરંતુ કંઈ કરી શકતો નથી.

https://twitter.com/rajasthanroyals/status/1383467701679448066?s=20

લીડઝમાં થશે બેન સ્ટોક્સની સર્જરી ECBએ સ્ટોકસને લઈને પોતાના અધિકૃત નિવેદનમાં કહ્યુ હતુ કે, ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ 12 સપ્તાહ માટે એક્શનથી દુર રહેશે. કારણ કે ગુરુવારે ફરીથી એક્સરે અને સીટી સ્કેન દ્વારા ખુલાસો થયો હતો કે તેના ડાબા હાથની ઈન્ડેક્સ આંગળીમાં ફ્રેકચર છે. સ્ટોક્સ હાલમાં ભારતમાં રાજસ્થાન રોયલ્સ સાથે છે અને તે હવે ઘરે પરત ફરશે. લીડઝમાં સોમવારે તેની સર્જરી કરાશે.

જુલાઈના બીજા સપ્તાહમાં બેન સ્ટોક્સની ટીમમાં વાપસી થઈ શકે છે. ઈંગ્લેન્ડે પાકિસ્તાન સામે 8થી 11 જુલાઈ સુધી ત્રણ મેચોની વન ડે સિરીઝ રમવાની છે. આ સિરીઝ સાથે જ બેન સ્ટોક્સની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પરત ફરવાની આશા દર્શાવાઈ રહી છે.

આ પણ વાંચો: RCB vs KKR Live Score IPL 2021: યુઝવેન્દ્ર ચહલે કોલકાતાને ચોથો ફટકો આપ્યો, દિનેશ કાર્તિક બન્યો શિકાર

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">