IPl 2021: CSK ના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીનો આ છે વફાદાર બેટ્સમેન, બેટીંગ અને ફીલ્ડીંગમાં છે જબરદસ્ત

દક્ષિણ આફ્રિકા (South Africa) ના કેપ્ટન રહેલા ફાફ ડૂ પ્લેસીસ (Faf Du Plessis) ની ઓળખ એક મહેનતુ ક્રિકેટર તરીકે ઓળખાય છે. તે જ્યાં પણ અને જે પણ ટીમમાં રમે છે, તે ટીમમાં પુરા મનથી જોડાઇ જાય છે.

IPl 2021: CSK ના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીનો આ છે વફાદાર બેટ્સમેન, બેટીંગ અને ફીલ્ડીંગમાં છે જબરદસ્ત
Faf Du Plessis
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Apr 04, 2021 | 7:51 PM

દક્ષિણ આફ્રિકા (South Africa) ના કેપ્ટન રહેલા ફાફ ડૂ પ્લેસીસ (Faf Du Plessis) ની ઓળખ એક મહેનતુ ક્રિકેટર તરીકે ઓળખાય છે. તે જ્યાં પણ અને જે પણ ટીમમાં રમે છે, તે ટીમમાં પુરા મનથી જોડાઇ જાય છે. ફાફ ડૂ પ્લેસી ની ટીમમાં ભૂમિકા એ જ રહે છે તે, જે કોઇ મજબૂત ઇમારતનો પાયો હોય છે. તે ઓપનીંગ પણ કરી લે છે અને તે મિડલ ઓર્ડરમાં પણ ટીમની ઇનીંગને સંભાળી લે છે. સાથે જે તે મેચ ફિનીશ કરવાની પણ કાબેલીયત ધરાવે છે.

ફાફ ડૂ પ્લેસી આઇપીએલમાં શરુઆત થી જ મહેન્દ્રસિંહ ધોની (Mahendra Singh Dhoni) ની સાથે રમી રહ્યો છે. જેને લઇને હાલમાં ચેન્નાઇ સુપર કિંગ્સ (Chennai Super Kings)ની ઉપરાંત રાઇઝીંગ પુણે સુપરજાયન્ટમાં પણ ધોની સાથે રહ્યો હતો. તેણે અત્યાર સુધીમાં 84 મેચ રમી છે. તેણે આ દરમ્યાન 32.88 ની સરેરાશ થી 2301 રન બનાવ્યા છે. તેના બેટ થી અત્યાર સુધીમાં 16 અર્ધશતક ફટકારી ચુક્યો છે.

આઇપીએલની તેની એન્ટ્રી 2011માં થઇ હતી, જોકે તેને રમવાનો મોકો પ્રથમ વાર 2012માં મળ્યો હતો, પ્રથમ સિઝનમાં જ તેણે 398 રન બનાવ્યા હતા અને ટીમ ને ફાઇનલમાં પહોંચાડાવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે તે દરમ્યાન ત્રણ અર્ધશતક અને 131 ના સ્ટ્રાઇક રેટ થી રન બનાવ્યા હતા. આ સિઝન બાદ તે ચેન્નાઇની ટીમનો મહત્વનો મેમ્બર બની ચુક્યો હતો. આઇપીએલ 2014માં પણ તેણે 303 અને 2015માં 380 રન બનાવ્યા હતા. 2013માં તે ઇજાને લઇને રમી શક્યો નહોતો. ફાફ ડૂ પ્લેસી પોતાના કેરિયરની શરુઆતના દિવસોમાં કોઇપણ ફોર્મેટમાં ઝીરો પર આઉટ થયો નહોતો. પ્રથમ વાર તે 2014માં કિંગ્સ ઇલેવન પંજાબ સામે શૂન્યમાં પોતાની વિકેટ ગુમાવી હતી. જોકે તે T20 ઇન્ટરનેશનલ માં હજુ સુધી શૂન્ય પર આઉટ નહી થવાનો રેકોર્ડ પણ પોતાના નામે નોધાવી ચુક્યો છે.

આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?
ગુજરાતમાં ક્યાં છે ભાજપના પરશોત્તમ રૂપાલાનું ઘર, જુઓ તસવીર

ચેન્નાઇમા રાઇટ ટૂ મેચ દ્રારા પરત જોડાયો 2016 અને 2017માં જ્યારે ચેન્નાઇ સુપર કિંગ્સ પર બે વર્ષનો પ્રતિબંધ લાગ્યો હતો ત્યારે ડૂ પ્લેસી રાઇઝીંગ પૂણે સુપરજાયન્ટ મા જોડાયો હતો. જોકે ઇજાને લઇને અને ટીમ કોમ્બીનેશનેન લઇને તેને વધારે મોકો મળી શક્યો નહોતો. આ બંને સિઝનમાં તે માત્ર 8 જ મેચ રમ્યો હતો. જેમાં તેણે 214 રન બનાવ્યા હતા. આઇપીએલ 2018માં જ્યારે ચેન્નાઇ ટીમની ફરી થી રમતની શરુઆત થઇ ત્યારે ફરી થી ચેન્નાઇ સાથે જોડાયો હતો. જોકે તેને કિંગ્સ ઇલેવન પંજાબ એ 1.6 કરોડ રુપિયામાં તેને ખરિદ કરવામાં આવ્યો હતો., જોકે રાઇટ ટુ મેચ દ્રારા ચેન્નાઇએ તેને રોકી લીધો હતો. આ ભરોસોને ડૂ પ્લેસીએ અનોખો અંદાજમાં આભાર પણ વ્યક્ત કર્યો હતો. તેણે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે એક મેચમાં અણનમ અર્ધશતક લગાવવા સાથે ટીમ ને એક વિકેટ થી રોમાંચક જીત અપાવી હતી.

આઇપીએલ 2020ની સિઝનનો બન્યો રન મશીન પાછળની સિઝનમાં તે આઇપીએલ 2019 અને 2020માં તેણે ખૂબ રન બનાવ્યા હતા. આ બે વર્ષ દરમ્યાન તેણે 745 રન બનાવ્યા હતા. જેમાં આઇપીએલ 2020માં તો ચેન્નાઇ માટે તેણે સતત રન બનાવ્યા હતા. તેણે સાર અર્ધશતક લગાવ્યા હતા. ટીમ માટે સૌથી વધારે રન બનાવનાર ખેલાડી પણ તે હતો. આ દરમ્યાન તેનો સ્ટ્રાઇક રેટ પણ 141 ની હતી. ફાફ ડૂ પ્લેસી ફિલ્ડર તરીકે જબરદસ્ત છે. તેણે અનેક કમાલના કેચ ઝડપ્યા છે. એક મેચમાં તેણે ચાર કેચ ઝડપી ને તે સંયુક્ત રિતે ટોપ પર છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">