AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2021: ઓસ્ટ્રેલીયા તેના કેવા ખેલાડીઓને રમવા માટે આપશે મંજૂરી, સ્પષ્ટ કર્યો ક્રિકેટ બોર્ડે ઇરાદો

કોરોના વાયરસને કારણે ક્રિકેટ ઓસ્ટ્રેલીયા (CA) એ ટેસ્ટ સિરીઝ માટે પોતાની ટીમનો સાઉથ આફ્રિકા પ્રવાસ (South Africa Tour) રદ કરી દીધો છે. જે મુદ્દે બંને બોર્ડ પણ આમને સામને આવી ચુક્યા છે. જોકે આ દરમ્યાન ઓસ્ટ્રેલીયા (Australia) ના બોર્ડે એપ્રિલમાં શરુ થનારી IPL પર પણ નજર રાખી છે.

IPL 2021: ઓસ્ટ્રેલીયા તેના કેવા ખેલાડીઓને રમવા માટે આપશે મંજૂરી, સ્પષ્ટ કર્યો ક્રિકેટ બોર્ડે ઇરાદો
IPLનુ આયોજન થનારુ છે તે સમયે સામાન્ય રીતે ઓસ્ટ્રેલીયામાં ટુર્નામેન્ટ કે સિરીઝ હોતી નથી.
Avnish Goswami
| Edited By: | Updated on: Feb 04, 2021 | 9:59 AM
Share

કોરોના વાયરસને કારણે ક્રિકેટ ઓસ્ટ્રેલીયા (CA) એ ટેસ્ટ સિરીઝ માટે પોતાની ટીમનો સાઉથ આફ્રિકા પ્રવાસ (South Africa Tour) રદ કરી દીધો છે. જે મુદ્દે બંને બોર્ડ પણ આમને સામને આવી ચુક્યા છે. જોકે આ દરમ્યાન ઓસ્ટ્રેલીયા (Australia) ના બોર્ડે એપ્રિલમાં શરુ થનારી IPL પર પણ નજર રાખી છે. જેમાં અનેક ઓસ્ટ્રેલીયન ક્રિકેટરો પણ ભાગ લેતા હોય છે. હવે સવાલ એ ઉઠે કે, ઓસ્ટ્રેલીયાનુ બોર્ડ ભારતમાં રમાનારી IPL ના માટે પોતાના ખેલાડીઓને મંજૂરી આપશે કે નહી. પરંતુ સીએ એ આ મામલે પોતાનો ઇરાદો સાફ કરી દીધો છે.

ક્રિકેટ ઓસ્ટ્રેલીયા (Cricket Australia) એ સ્પષ્ટ કરી દીધુ છે કે, તે વિશ્વની સૌથી મોટી T20 લીગ માટે પોતાના ખેલાડીઓને મંજૂરી આપશે. જેમાં દરેક ખેલાડીની યોગ્યતાને ધ્યાનમાં રાખવામાં આવી છે. માનવામાં આવી રહયુ છે કે, ઓસ્ટ્રેલીયાનુ ક્રિકેટ બોર્ડ ખેલાડીઓની ફિટનેશ અને ઇજા જેવી બાબતોને તપાસ કર્યા બાદ તેમને IPL માટે ની NOC આપશે.

ક્રિકેટ ઓસ્ટ્રેલીયાના અંતરિમ CEO નિક હોકલે એ આ મામલે બોર્ડનો ઇરાદો સ્પષ્ટ કરી દીધો હતો. તેમણે સિડની મોર્નિંગ હેરાલ્ડ થી વાત કરતા કહ્યુ હતુ કે, IPL એ પાછળના વર્ષે પોતાના બાયો-સિક્યોર બબલ તૈયાર કર્યો હતો. અમારી પાસે તેને લઇને કોઇ આવેદન આવશે તો અમે દરેક મામલામાં તેની યોગ્યતાને લઇને વિચાર કરીશું.

ઓસ્ટ્રેલીયાના ખેલાડીઓના એજન્ટો મુજબ જે સમયે IPLનુ આયોજન થનારુ છે તે સમયે સામાન્ય રીતે ઓસ્ટ્રેલીયામાં ટુર્નામેન્ટ કે સિરીઝ હોતી નથી. આવામાં જો કોઇ ખેલાડી ઇજાગ્રસ્ત નહી હોય, NOC માં કોઇ પરેશાની નહી થઇ શકે. પાછલા વર્ષે IPL દરમ્યાન જ ઓસ્ટ્રેલીયાના ઓલરાઉન્ડર મિશેલ માર્શ ઇજાગ્રસ્ત થયા હતા. જેના કારણે તે ઘરેલુ સિરીઝમાં નહોતો રમી શક્યો.

ઓસ્ટ્રેલીયાના બોર્ડ એ આ સાથએ જ પુષ્ટી કરી હતી કે, દક્ષિણ આફ્રિકા પ્રવાસ રદ થવા છતાં, પાંચ ટી20 મેચો માટે ન્યુઝીલેન્ડ પ્રવાસ ખેડનારી ટીમમાં કોઇ બદલાવ નહી કરાય. જે ટીમમાં સ્ટીવ સ્મિથ, ડેવિડ વોર્નર, જોશ હેઝલવુડ અને પેટ કમિન્સ જેવા ખેલાડીઓ સામેલ થનારા નથી.

આ રાશિના લોકોનું જીવન લેશે નવો વળાંક! અચાનક મળશે મોટી તક, જુઓ Video
આ રાશિના લોકોનું જીવન લેશે નવો વળાંક! અચાનક મળશે મોટી તક, જુઓ Video
માવઠાનો માર ખાનાર ખેડૂતો માટે રૂપિયા 10,000 કરોડનુ રાહત પેકેજ જાહેર
માવઠાનો માર ખાનાર ખેડૂતો માટે રૂપિયા 10,000 કરોડનુ રાહત પેકેજ જાહેર
7 ભારતીય માછીમારનું પાકિસ્તાની એજન્સીએ કર્યું અપહરણ
7 ભારતીય માછીમારનું પાકિસ્તાની એજન્સીએ કર્યું અપહરણ
દરિયાકાંઠે પ્રિવેડિંગ શુટ કરાવવા આવેલ 5 પૈકી એક યુવતીને મોજૂ તાણી ગયું
દરિયાકાંઠે પ્રિવેડિંગ શુટ કરાવવા આવેલ 5 પૈકી એક યુવતીને મોજૂ તાણી ગયું
જાફરાબાદના ખેડૂતોની કફોડી હાલત, સંપૂર્ણ દેવુ માફ કરવાની માગ
જાફરાબાદના ખેડૂતોની કફોડી હાલત, સંપૂર્ણ દેવુ માફ કરવાની માગ
દિવાળી સમયે સુતેલા પરિવાર પર ગાડી ચલાવનાના કેસમાં વધુ એક મોત
દિવાળી સમયે સુતેલા પરિવાર પર ગાડી ચલાવનાના કેસમાં વધુ એક મોત
મહેસાણાના કડીમાં કબાટમાં પૂરાઈ જવાથી 7 વર્ષીય બાળકીનું મોત
મહેસાણાના કડીમાં કબાટમાં પૂરાઈ જવાથી 7 વર્ષીય બાળકીનું મોત
વલસાડમાંથી વધુ એક માદક પદાર્થ બનાવતી ફેકટરી ઝડપાઈ
વલસાડમાંથી વધુ એક માદક પદાર્થ બનાવતી ફેકટરી ઝડપાઈ
યાત્રાથી પરત ફરી રહેલી બસનો ગમખ્વાર અકસ્માત
યાત્રાથી પરત ફરી રહેલી બસનો ગમખ્વાર અકસ્માત
કમોસમી વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલે કરી આગાહી
કમોસમી વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલે કરી આગાહી
g clip-path="url(#clip0_868_265)">