INDvsAUS: ઋષભ પંતે બે વાર પુકોવસ્કિને જીવતદાન આપતા ભારે પડ્યો, ડેબ્યુ મેચમાં અર્ધશતક લગાવી દીધુ

Avnish Goswami

|

Updated on: Jan 07, 2021 | 2:54 PM

ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે ની ત્રીજી ટેસ્ટ (Sydney Test) વરસાદના વિઘ્ન બાદ આગળ વધી હતી. આ દરમ્યાન મેચમાં ડેબ્યુ કરનારા વિલ પુકોવસ્કી (Will Pukowski) એ ટેસ્ટ પ્રવેશે જ અર્ધ શતક લગાવી દીધુ છે. તેના બે કેચ વિકેટકિપર ઋષભ પંતે (Rishabh Pant) છોડ્યા હતા.

INDvsAUS: ઋષભ પંતે બે વાર પુકોવસ્કિને જીવતદાન આપતા ભારે પડ્યો, ડેબ્યુ મેચમાં અર્ધશતક લગાવી દીધુ
Wicketkeeper Rishabh Pant

Follow us on

ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચેની ત્રીજી ટેસ્ટ (Sydney Test) વરસાદના વિઘ્ન બાદ આગળ વધી હતી. પરંતુ ત્યાર બાદ ભારતીય ટીમને ઝડપથી વિકેટ હાંસલ થઇ શકી નહોતી. આ દરમ્યાન મેચમાં ડેબ્યુ કરનારા વિલ પુકોવસ્કી (Will Pukowski) એ ટેસ્ટ પ્રવેશે જ અર્ધ શતક લગાવી દીધુ છે. તેના બે કેચ વિકેટકિપર ઋષભ પંત (Rishabh Pant) છોડ્યા હતા. આમ બે વાર જીવત દાન મળવાને લઇને પુકોવસ્કી અર્ધશતક પાર કરી ગયો હતો. જ્યારે ભારતને વિકેટ મેળવવા થી દુર રહેવુ પડ્યુ હતુ. જોકે આખરે ડેબ્યુટંટ નવદિપ સૈનીએ તેને એલબીડબલ્યુ આઉટ કર્યો હતો.

પુકોવસ્કી ભારતીય ટીમ માટે પ્રથમ દિવસે જ માથાના દુખાવા સમાન બની રહ્યો હતો. ટી બ્રેક સુધીમાં ઓસ્ટ્રેલીયાએ એક વિકેટ પર 93 રન કરી લીધા હતા. પુકોવસ્કીએ અર્ધ શતક લગાવ્યુ હતુ. તે પેસ અને સ્પિન બંને ને સારી રીતે રમ્યો છે. પરંતુ ટી બ્રેક પહેલા પુકોવસ્કીની વિકેટ ઝડપવાની બે તક બની હતી પરંતુ તુ ગુમાવવી પડી હતી. ઋષભ પંતની મહેરબાની થી જાણે કે બંને મોકા ગુમાવ્યા હતા. એક વખત આર અશ્વિનના બોલ પર પુકોસ્વકીએ કેચ છોડ્યો હતો અને બાદમાં સિરાજના બોલ પર કેચ છોડ્યો હતો. આમ પુકોવસ્કી ટી બ્રેક પહેલા 26 રન અને 32 રન પર એમ બે વાર જીવતદાન મેળવી ચુક્યો. પુકોવસ્કીને બે વારના જીવતદાનના ડબલ ડોઝ ભારતને માટે ઘાતક નિવડી શકતા હતા.પરંતુ ટી બ્રેક બાદ  નવદિપ સૈનીએ તેને 62 રન પર એલબીડબલ્ય આઉટ કરી દીધો હતો.

સિડનીમાં વરસાદને લઇને ટીમ ઇન્ડીયાએ વોર્નરની વિકેટ ઝડપીને મેચની શરુઆતનો ટોન માંડ સેટ કરી લીધો હતો. ત્યાં જ વરસાદ વરસી ગયો હતો. ડેવિડ વોર્નરને ઓસ્ટ્રેલીયાના 6 રનના સ્કોર પર જ સિરાજે પેવેલીયન મોકલી આપ્યો હતો. વરસાદ 7 ઓવર બાદ તુટી પડ્યો હતો. જોકે વરસાદ રોકાઇ જતા બાદમાં ફરી થી રમત આગળ વધી શકી હતી. વરસાદ બાદના બીજા તબક્કામાં પુકોવસ્કી અને લાબુશેન બંને બોલરો પર હાવી થવા લાગ્યા હતા.

Latest News Updates

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati