AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

INDvsAUS: ચેતેશ્વર પુજારાને માથામાં પેટ કમિન્સનો બાઉન્સ વાગ્યો, જુઓ વિડીયો

Avnish Goswami
| Edited By: | Updated on: Jan 19, 2021 | 11:00 AM
Share

ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચેની બોર્ડર ગાવાસ્કર ટ્રોફી (Border Gavaskar Trophy) ટેસ્ટ સીરીઝ અંતિમ દિવસે ચેતેશ્વર પુજારા (Cheteshwar Pujara) ને માથામાં બોલ વાગ્યો હતો.

ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચેની બોર્ડર ગાવાસ્કર ટ્રોફી (Border Gavaskar Trophy) ટેસ્ટ સીરીઝ અંતિમ દિવસે ચેતેશ્વર પુજારા (Cheteshwar Pujara) ને માથામાં બોલ વાગ્યો હતો. એક તરફ સીરીઝમાં ટીમ ઇન્ડીયા ખેલાડીઓની ઇજાને લઇને પરેશાન છે, ત્યાં આ પુજારાને બોલ વાગતા જ શ્વાસ અધ્ધર થઇ ગયા હતા. બ્રિસબેન ટેસ્ટ (Brisbane Test) દરમ્યાન ગાબા મેદાન (Gabba Ground) પર પુજારાને બોલ વાગ્યો હતો. બેટીંગ દરમ્યાન પેટ કમિન્સ (PatCummins) નો એક બાઉન્સર બોલ સિધો જ પુજારાના માથામાં જઇને ટકરાયો હતો. તેના બાદ મેચને કેટલોક સમય રોકી દેવી પડી હતી. મેડીકલ ટીમ પણ મેદાન પર આવી પહોંચી હતી અને પુજારાનુ નિરીક્ષણ કર્યુ હતુ. જોકે પુજારા બિલકુલ ફીટ નજર આવતા રાહત પહોચીં હતી, ત્યાર બાદ પુજારાએ રમતને આગળ વધારી હતી.

મેચના અંતિમ દિવસે ભારતે શૂન્ય વિકેટે ચાર રનના સ્કોરથી રમતને આગળ વધારી હતી. ટીમનો સ્કોર 18 રન પર પહોંચ્યો હતો, ત્યારે જ ઓપનર બેટ્સમેન રોહિત શર્મા કમિન્સના બોર પર ટિમ પેનને કેચ આપી બેઠો હતો. આમ તેણે 7 રનની સસ્તી ઇનીંગથી સંતોષ માનીને પેવેલિયન પરત ફરવુ પડ્યુ હતુંં. પુજારા અને ગીલ બંને એ આગળની પારી સંભાળી લીધી હતી. ઓસ્ટ્રેલીયાના ઝડપી બોલરોએ ખૂબ જ બાઉન્સર બોલનો ઉપયોગ કર્યો હતો. જોકે આમ છતાં પણ ગીલ અને પુજારાએ ખૂબ જ સુંદર રીતે તેમના બાઉન્સરનો સામનો કર્યો હતો. પુજારાએ ખૂબ ધીમી રમત રમી હતી, પરંતુ મક્કમ રમી હતી. ગીલ નાથન લિયોનના બોલ પર 91 રન પર આઉટ થયો હતો.

 

આ પણ વાંચો: Syed Mushtaq Ali Trophy: T20 માં સૌથી મોટી ઉંમરે 5 વિકેટ ઝડપવાનો રચ્યો ઇતિહાસ

 

Published on: Jan 19, 2021 10:57 AM
g clip-path="url(#clip0_868_265)">