INDvsAUS ઓસ્ટ્રેલીયામાં ડંકો વગાડનારા ભારતીય ખેલાડીઓ પર BCCI આફ્રીન, જય શાહે ઇનામની કરી જાહેરાત

Avnish Goswami

|

Updated on: Jan 19, 2021 | 3:47 PM

બ્રિસબેન ટેસ્ટ ( Brisbane Test ) માં ઓસ્ટ્રેલીયા ( Australia ) ને 3 વિકેટ થી હાર આપીને ભારતે ના ફક્ત ઇતિહાસ રચ્યો છે, પરંતુ 2 વર્ષ અગાઉ બનાવેલા ઇતિહાસનુ પણ પુનરાવર્તન કર્યુ છે. બ્રિસબેન ટેસ્ટના અંતિમ દિવસે ભારતે 328 રનનુ લક્ષ્ય 7 વિકેટ ગુમાવીને હાંસિલ કર્યુ હતુ.

INDvsAUS ઓસ્ટ્રેલીયામાં ડંકો વગાડનારા ભારતીય ખેલાડીઓ પર BCCI આફ્રીન, જય શાહે ઇનામની કરી જાહેરાત
BCCI Secretary Jay Shah

બ્રિસબેન ટેસ્ટ (Brisbane Test) માં ઓસ્ટ્રેલીયા (Australia) ને 3 વિકેટ થી હાર આપીને ભારતે ના ફક્ત ઇતિહાસ રચ્યો છે, પરંતુ 2 વર્ષ અગાઉ બનાવેલા ઇતિહાસનુ પણ પુનરાવર્તન કર્યુ છે. બ્રિસબેન ટેસ્ટના અંતિમ દિવસે ભારતે 328 રનનુ લક્ષ્ય 7 વિકેટ ગુમાવીને હાંસિલ કર્યુ હતુ. આ સાથે ભારતે 4 મેચની સીરીઝ પણ 2-1 થી પોતાના નામે કરી લીધી હતી. સાથે જ બ્રિસબેનમાં 32 વર્ષ થી અજેય રહેવાનો ઓસ્ટ્રેલીયાનો સિલસિલો પણ ભારતે તોડી નાંખ્યો હતો. ભારતીય ટીમ (Team India) આ ઐતિહાસિક જીત પર ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ તુરંત જ મોટા ઇનામની જાહેરાત પણ કરી દીધી છે. ખેલાડીઓની ખુશીને બમણી કરવા સ્વરુપ BCCI સેક્રટરી જય શાહે (Jai Shah) ટ્વીટર કરીને જાહેરાત કરી છે.

બોર્ડના સેક્રેટરી જ શાહે પુરી ટીમના માટે કરોડ રુપિયાનુ એલાન પણ કર્યુ છે. ટીમને બોનસના સ્વરુપે આ રકમ મળશે. આમ ભારતીય ક્રિકેટરોની મહેનત રંગ લાવતા જ બોર્ડ પણ ખેલાડીઓ પર આફ્રિન થઇ ચુક્યુ છે અને ખેલાડીઓને પ્રોત્સાહન પુરુ પાડવાની ફરજ પણ બોર્ડે અદા કરી છે. બોર્ડના આ નિર્ણયને લઇને ખેલાડીઓમાં પણ જીત સાથે સરાહના મળવાની ખુશી ઉમેરાતા આનંદ બેવડાઇ ગયો છે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati