INDvsAUS 2’nd Test: પ્રથમ દિવસે ઓસ્ટ્રેલીયા 195માં ઓલઆઉટ, ભારત 36/1*

ભારત અને ઓસ્ટ્રેલિયા (India vs Australia) વચ્ચે ચાર મેચોની ટેસ્ટ સીરીઝની બીજી મેચ મેલબોર્ન (Melbourne) માં રમાઇ રહી છે. બોક્સિંગ ડે (Boxing Day) ની શરુઆત ઓસ્ટ્રેલિયાના કેપ્ટન ટિમ પેન (Tim Penn) એ ટોસ જીતીને બેટીંગ સાથે કરી હતી. પરંતુ ઓસ્ટ્રેલિયાની શરુઆત નબળી રહી હતી અને પ્રથમ ત્રણ વિકેટો ખૂબ જ ઝડપ થી ગુમાવી દીધી હતી. […]

INDvsAUS 2'nd Test: પ્રથમ દિવસે ઓસ્ટ્રેલીયા 195માં ઓલઆઉટ, ભારત 36/1*
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Jan 16, 2021 | 2:43 PM

ભારત અને ઓસ્ટ્રેલિયા (India vs Australia) વચ્ચે ચાર મેચોની ટેસ્ટ સીરીઝની બીજી મેચ મેલબોર્ન (Melbourne) માં રમાઇ રહી છે. બોક્સિંગ ડે (Boxing Day) ની શરુઆત ઓસ્ટ્રેલિયાના કેપ્ટન ટિમ પેન (Tim Penn) એ ટોસ જીતીને બેટીંગ સાથે કરી હતી. પરંતુ ઓસ્ટ્રેલિયાની શરુઆત નબળી રહી હતી અને પ્રથમ ત્રણ વિકેટો ખૂબ જ ઝડપ થી ગુમાવી દીધી હતી. પ્રથમ દિવસની રમતમાં ઓસ્ટ્રેલિયા 72.3 ઓવરમાં જ 195 રન કરીને ઓલઆઉટ થઇ ગયુ હતુ. જેના જવાબમાં ભારતીય ટીમે (Team India) પણ મેદાનમાં ઉતરતા જ તેની પ્રથમ વિકેટ ગુમાવી દીધી હતી. બુમરાહે (Jaspreet Bumrah) 4 વિકેટ ઝડપી હતી. જ્યારે અશ્વિને (R Ashwin) 3 વિકેટ ઝડપી હતી. પ્રથમ દિવસના અંતે ભારતે એક વિકેટ ગુમાવીને 36 રન નો સ્કોર કર્યો હતો.

ઓસ્ટ્રેલીયા પ્રથમ બેટીંગ ઇનીંગ. ઓપનર બર્ન્સ અને વેડ બંને ઓપનીંગમાં ક્રિઝ પર આવ્યા હતા પરંતુ, બર્ન્સે પોતાની વિકેટ ઝડપથી ગુમાવી હતી. તેના શૂન્ય રને આઉટ થવા ઓસ્ટ્રલિયા માત્ર 10 રનના સ્કોર પર હતુ. ત્યાર બાદ 35 રન સ્કોર પર વેડ એ 30 રન બનાવીને આઉટ થયો હતો. સ્મીથ પણ આઉટ થયો હતો. તે શૂન્ય રન પર જ આઉટ થયો હતો. આમ ઓસ્ટ્રેલિયા એ 38 રનમાં ત્રણ વિકેટ ગુમાવી હતી. જોકે બાદમાં લાબુશેને અને હેડે સ્થિતીને સંભાળી હતી. પરંતુ 124 ના સ્કોર પર હે઼ડ 38 રન બનાવી આઉટ થયો હતો. બાદમાં લાબુશેન પણ 48 રન બનાવી આઉટ થોય હતો. 135 પર પાંચ મહત્વની વિકેટો ઓસ્ટ્રેલીયાએ ગુમાવી દીધી હતી. ત્યાર બાદ ગ્રીન 12, પેન 13, કમિન્સ 9, સ્ટાર્ક 7 અને લિયોન 20 રન કરીને પેવેલિયન પરત ફર્યા હતાં.

ભારત પ્રથમ બોલીંગ ઇનીંગ. જસપ્રિત બુમરાહ અને અશ્વિને ઓસ્ટ્રેલીયાઇ બેટ્સમેનોને આજે પરેશાન કરી મુક્યા હતા. પ્રથમ વિકેટની શરુઆત બુમરાહે ઝડપવાની શરુઆત કર્યા બાદ અશ્વિને બે વિકેટ ઝડપતા જ ઓસ્ટ્રેલિયા દબાણ ની રમતમાં આવી ચુક્યુ હતુ. બુમરાહે 16 ઓવર કરીને 56 રન આપ્યા હતા. તેણમ 4 વિકેટ ઝડપી હતી. અશ્વિને 3 વિકેટ ઝડપી હતી. જ્યારે ડેબ્યુ કરનાર સિરાજે 2 વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત ઉમેશ યાદવે પણ એક વિકેટ ઝડપી હતી. આમ બોલરોના પ્રદર્શને ઓસ્ટ્રેલિયાને ઝડપ થી સમેટી લીધુ હતુ.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

ભારત પ્રથમ બેટીંગ ઇનીંગ. ઓસ્ટ્રિલેયાના ઓલઆઉટ કરીને ભારત પ્રથમ બેટીંગ કરતા ઝડપ થી પ્રથમ વિકેટ ગુમાવી હતી. ટીમને સ્કોર બોર્ડનુ ખાતુ જ નહોતુ ખોલાવ્યુ ત્યા સ્ટાર્કના બોલ પર મયંક અંગ્રવાલની વિકેટ એલબીડબલ્યુ ગુમાવી હતી. ત્યાર બાદ શુભમન ગીલ અને ચેતેશ્વર પુજારાએ રમતને આગળ વધારી હતી. ગીલ 28 અને પુજારા 7 રન બનાવીને ક્રિઝ પર હતા. આમ પ્રથમ દિવસના અંતે ભારત 11 ઓવર રમીને 36 રન ના સ્કોર પર છે. આમ હજુ ભારત 159 રન થી પાછળ છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">