‘મહા વિકાસ આઘાડી સરકાર ચલાવવામાં અસમર્થ, ઉદ્ધવ ઠાકરે લાચાર મુખ્યમંત્રી’, ફરી એકવાર કેન્દ્રીયમંત્રીએ સાધ્યુ નિશાન

તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં (Maharashtra) લોડ શેડિંગના મુદ્દા પર ચર્ચા કરવા માટે શુક્રવારે કેબિનેટની બેઠક મળી હતી. આ બેઠકમાં નિર્ણય લેવાયો હતો કે વીજળીની અછતના કિસ્સામાં રાજ્ય ગુજરાતમાંથી વીજળી ખરીદશે.

'મહા વિકાસ આઘાડી સરકાર ચલાવવામાં અસમર્થ, ઉદ્ધવ ઠાકરે લાચાર મુખ્યમંત્રી', ફરી એકવાર કેન્દ્રીયમંત્રીએ સાધ્યુ નિશાન
Union Minister Narayan Rane & Chief Minister Uddhav Thackeray
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 09, 2022 | 6:37 AM

ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ (Narayan Rane) ફરી એકવાર શિવસેના અને મહા વિકાસ અઘાડી સરકારનું નેતૃત્વ કરી રહેલા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (CM Uddhav Thackeray) પર પ્રહારો કર્યા છે. શુક્રવારે તેમણે પત્રકાર પરિષદ યોજી હતી. આ પત્રકાર પરિષદમાં તેમણે મહા વિકાસ આઘાડી સરકારને રાજ્ય ચલાવવામાં અસમર્થ ગણાવી હતી. તેમણે સીએમ ઉદ્ધવ ઠાકરેને અત્યાર સુધીના સૌથી લાચાર સીએમ (BJP vs Shiv Sena) ગણાવ્યા. તેમણે કહ્યું કે વર્તમાન સરકાર પાસે રાજ્યની સમસ્યાઓનો ઉકેલ શોધવાની ક્ષમતા કે ઈચ્છાશક્તિ નથી. તેમણે કહ્યું કે આકાશ ગરમ થઈ રહ્યું છે, ગરમી વધી રહી છે અને વીજળીની કટોકટી ઊભી થઈ છે.

નારાયણ રાણેએ સવાલ કર્યો કે પહેલાની સરકારમાં લોડશેડિંગ નહોતું થતું તો હવે કેમ થવા લાગ્યું છે. તેમણે કહ્યું કે, આ એટલા માટે થઈ રહ્યું છે કારણ કે રાજ્ય સરકારે વીજળી પેદા કરવા માટે કોલસા કંપનીઓ પાસેથી લીધેલા કોલસાનું 800 કરોડ રૂપિયાનું બિલ ચૂકવ્યું નથી. તેમણે પ્રશ્ન કર્યો અને કહ્યું અંધારામાં કોને રહેવું પડશે? જનતાને. પણ આ અંધકાર માટે જવાબદાર કોણ? રાજ્ય સરકાર. તેવા સવાલો પૂછતાં નારાયણ રાણેએ મહા વિકાસ આઘાડી સરકાર પર નિશાન સાધ્યું હતું.

g clip-path="url(#clip0_868_265)">