Jhulan Goswami : ભારત(India)ની દિગ્ગજ બોલર ઝુલન ગોસ્વામી(Jhulan Goswami)નું મહિલા ક્રિકેટમાં મહત્વનું સ્થાન છે. આ ફાસ્ટ બોલરે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં પોતાને સ્ટાર સાબિત કરી છે. છેલ્લા બે દાયકાથી તે ભારતનું પ્રતિનિધિત્વ કરી રહી છે, જેમાં તેણે એક પછી એક અનેક વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા છે. માત્ર ભારતમાં જ નહીં, તે વિશ્વની સૌથી વધુ વિકેટ લેનારી બોલર છે.
ઝુલને વર્ષ 2002માં પોતાના આંતરરાષ્ટ્રીય કરિયર (International career)ની શરૂઆત કરી હતી. ત્યારથી તેણે 12 ટેસ્ટમાં 44 વિકેટ લીધી છે. આ સાથે જ તેની પાસે 192 વનડેમાં 240 વિકેટ છે. ઝુલને T20 ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે પરંતુ તેણે તેની કારકિર્દીની 68 મેચમાં 56 વિકેટ લીધી છે. એક નાનકડા ગામમાંથી બહાર આવેલી ઝુલને દુનિયામાં પોતાનું નામ બનાવવા માટે ઘણો સંઘર્ષ કર્યો. આ જ સ્ટોરીને બતાવવા માટે હવે એક બાયોપિક બનાવવામાં આવી રહી છે જેમાં બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા (Bollywood Actress Anushka Sharma)ઝુલનનો રોલ કરી રહી છે.
View this post on Instagram
આ બાયોપિકનું ટીઝર શેર કરતી વખતે ઝુલને ક્રિકેટ કરિયરની મુશ્કેલ સફર વિશે જણાવ્યું. ઈન્સ્ટાગ્રામ પર ટીઝર શેર કરતા તેણે લખ્યું, ‘જ્યારે તમે તમારા દેશનું પ્રતિનિધિત્વ કરો છો, ત્યારે તમારા મગજમાં આ જ વાત હોય છે. તમે તમારા માટે નહીં દેશ માટે રમી રહ્યા છો. ઈતિહાસમાં દેશનું નામ નોંધાવવા માટે રમતી 11 મહિલાઓ. જો લોકો એવું વિચારે કે લોકો કહે છે કે છોકરીઓ ક્રિકેટ નથી રમી શકતી તો તેનાથી કોઈ ફરક પડતો નથી.
તેણે આગળ લખ્યું, ‘પુરુષોની સફળતાને તમારા કરતા ઉપર મુકવામાં આવે તેનાથી કોઈ ફરક પડતો નથી. સ્ટેડિયમ ખાલી છે તેનાથી કોઈ ફરક પડતો નથી. જ્યારે તમે બોલિંગ કરો છો, ત્યારે તમને ફક્ત ક્રિકેટ બેટ અને સ્ટમ્પ દેખાય છે જે તમારું લક્ષ્ય છે. સફળતા માટે તમારે લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. તે સમયે તમારે એવું વિચારવું પડશે કે તમે અહીં ખોટા નિર્ણયોને કારણે નથી, તમે કરેલા યોગ્ય કાર્યોને કારણે છે. તમારે જાણવું જોઈએ કે તમે આ દુનિયામાં કઈ જગ્યા પર છો.
તેણે કહ્યું, ‘તમે અહીં આવવાને લાયક છો. આ તો માત્ર શરૂઆત છે. ટીમ ઈન્ડિયા માત્ર 1.3 અબજ લોકોનો અવાજ નથી. એક છોકરી પણ હોય છે જે તેની ટીમ સાથે ક્રિકેટ રમે છે અને રમત પૂરી થાય ત્યારે સાથે આગળ વધે છે. સ્ત્રીઓને ચમકતી જોવાનો આ સમય છે. આ મારો સમય છે અને હું રમવા માટે અહીં છું. આજે અમને જોઈ લો કાલે અમારું નામ યાદ કરશો. Chakda Xpress ફિલ્મનું શૂંટિગ શરુ થઈ ગયું છે ફીલ્ડ પર મળીશું
આ પણ વાંચો : Chakda Xpress Teaser : ઝુલન ગોસ્વામી તરીકે અનુષ્કાનો દમદાર રોલ, જાણો ક્યાં જોઈ શકશો આ ફિલ્મ