CWG 2022 : બેડમિન્ટનમાં ભારતને વધુ એક ગોલ્ડ, લક્ષ્ય સેને સિંગલ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો

CWG 2022 india : કોમનવેલ્થ ગેમ્સમાં 20 વર્ષના લક્ષ્ય સેને બેડમિન્ટન સિંગલ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. લક્ષ્ય સેને મલેશિયાના ખેલાડીને હરાવ્યો. પીવી સિંધુએ પણ ગોલ્ડ જીત્યો હતો.

CWG 2022 : બેડમિન્ટનમાં ભારતને વધુ એક ગોલ્ડ, લક્ષ્ય સેને સિંગલ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો
Lakshya SenImage Credit source: Social Media
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 08, 2022 | 6:15 PM

Commonwealth Games 2022 ભારતના સ્ટાર શટલર લક્ષ્ય સેને (Lakshya Sen) પણ કોમનવેલ્થ ગેમ્સમાં પોતાની પ્રતિભાની ચમક પાથરી છે. લક્ષ્ય સેને મેન્સ સિંગલ્સની ફાઇનલમાં મલેશિયાના એનજી ટી યોંગને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો છે. તમને જણાવી દઈએ કે યોંગે કિદામ્બી શ્રીકાંતને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો અને લક્ષ્યે હવે તેના ભારતીય સાથી ખેલાડીનો બદલો લીધો છે. તમને જણાવી દઈએ કે લક્ષ્ય સેન પહેલીવાર કોમનવેલ્થ ગેમ્સમાં (Commonwealth Games) ભાગ લઈ રહ્યો છે અને પ્રથમ વખત તેનું પ્રદર્શન શાનદાર હતું.

સેન પ્રથમ ગેમ હારી ગયો, પછી શાનદાર રમત બતાવી

Koo App

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

ફાઈનલમાં લક્ષ્ય સેનની શરૂઆત ખરાબ રહી હતી. તેણે પહેલો જ સેટ 19-21ના નજીકના માર્જિનથી ગુમાવ્યો હતો. બીજી ગેમમાં પણ તે 6-8થી પાછળ હતો પરંતુ તે પછી લક્ષ્યે શાનદાર રમત બતાવી બીજી ગેમ 21-19થી જીતી લીધી હતી. ત્રીજી ગેમમાં સેને ફરી મલેશિયાના ખેલાડી પર દબાણ બનાવ્યું અને અંતે સેને વિજય મેળવ્યો. સેને ત્રીજી ગેમ 21-16થી જીતી હતી.

લક્ષ્ય સેન ભારતનું ભવિષ્ય છે

માત્ર 20 વર્ષના આ ખેલાડીએ તેની ટૂંકી કારકિર્દીમાં એક અમીટ છાપ છોડી છે. કોમનવેલ્થ ગેમ્સમાં જ આ ખેલાડીએ મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો અને હવે તે સિંગલ્સમાં ગોલ્ડ જીતવામાં સફળ રહ્યો છે. લક્ષ્ય સેને આ વર્ષે થોમસ કપમાં પણ ટીમ ઈન્ડિયાને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. તે વર્લ્ડ ચેમ્પિયનશિપ 2021માં બ્રોન્ઝ મેડલ જીતવામાં સફળ રહ્યો છે. આ સિવાય તેણે એશિયન જુનિયર ચેમ્પિયનશિપમાં ગોલ્ડ અને બ્રોન્ઝ જીત્યો છે. લક્ષ્યે યુથ ઓલિમ્પિકમાં ગોલ્ડ હાંસલ કર્યો છે.

સિંગલ્સમાં ભારતનો દબદબો

તમને જણાવી દઈએ કે બેડમિન્ટન સિંગલ્સ ઈવેન્ટમાં ભારતનો દબદબો રહ્યો હતો. લક્ષ્ય સેન પહેલા ભારતીય બેડમિન્ટન સુપરસ્ટાર પીવી સિંધુએ પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો. પીવી સિંધુએ કેનેડાની મિશેલ લીને સીધી ગેમમાં 21-15, 21-13થી હાર આપી હતી. કોમનવેલ્થ ગેમ્સમાં પીવી સિંધુનો આ પહેલો ગોલ્ડ મેડલ છે. અગાઉ આ ખેલાડી સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીતી ચૂકી છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">