IND vs ENG, Live Score, Women’s World Cup 2022: ઈંગ્લેન્ડને પહેલી જીત મળી, સેમિફાઈનલમાં ભારતનો રસ્તો મુશ્કેલ

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 16, 2022 | 11:55 AM

Womens World Cup 2022માં ભારતની બીજી હાર થઈ છે, ઈંગ્લેન્ડ સામે માત્ર 134 રન બનાવ્યા હતા (England Women vs India Women) 4 વિકેટથી હાર મળી છે.

IND vs ENG, Live Score, Women’s World Cup 2022:  ઈંગ્લેન્ડને પહેલી જીત મળી, સેમિફાઈનલમાં ભારતનો રસ્તો મુશ્કેલ
India Women vs England Women Live Score and updates in gujarati

Women’s World Cup-2022 : મહિલા વર્લ્ડ કપ-2022 (Women’s World Cup-2022)માં ભારતીય ટીમને બીજી હારનો સામનો કરવો પડ્યો હતો. બુધવારના રોજ માઉન્ટ મૌંગાનુઇ ખાતે રમાયેલી મેચમાં ઇંગ્લેન્ડે ભારતીય મહિલા ટીમ (IND W vs ENG W) ને 4 વિકેટથી હરાવ્યું હતું. મિતાલી રાજ (Mithali Raj)ની કપ્તાનીમાં રહેલી ભારતીય ટીમ બેટિંગમાં ખાસ કંઈ કરી શકી ન હતી અને 36.2 ઓવરમાં 134 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. આ પછી ઇંગ્લેન્ડ ટીમે 31.2 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો.

ઇંગ્લેન્ડે સતત ત્રણ પરાજયનો સામનો કર્યા બાદ મહિલા વર્લ્ડ કપ 2022માં તેની પ્રથમ જીત હાંસલ કરી હતી. આ સાથે જ ભારતને 4 મેચમાં બીજી હાર મળી છે. ટીમ ઈન્ડિયા ન્યૂઝીલેન્ડ સામેની મેચ પણ હારી ગઈ હતી. આ સાથે જ તેણે પાકિસ્તાન અને વેસ્ટ ઈન્ડિઝને હરાવ્યું. પોઈન્ટ ટેબલની વાત કરીએ તો ઈંગ્લેન્ડની ટીમ આ જીત સાથે બાંગ્લાદેશથી ઉપર છઠ્ઠા સ્થાને પહોંચી ગઈ છે, જ્યારે ટીમ ઈન્ડિયા હજુ પણ સારા નેટ રન રેટના કારણે ન્યુઝીલેન્ડથી ઉપર ત્રીજા સ્થાને છે. તમને જણાવી દઈએ કે કિવી ટીમે પણ 4 મેચમાં 2 જીત મેળવી છે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 16 Mar 2022 11:26 AM (IST)

    ઈંગ્લેન્ડે 100 રન પૂરા કર્યા

    ઈંગ્લેન્ડની ટીમે 100 રન પૂરા કરી લીધા છે. ટીમને જીતવા માટે 33 રનની જરૂર છે.

  • 16 Mar 2022 11:23 AM (IST)

    ભારતને ચોથી સફળતા મળી

    રાજેશ્વરી ગાયકવાડે ઈંગ્લેન્ડને ચોથો ઝટકો આપ્યો હતો, રાજેશ્વરી ગાયકવાડે ઈંગ્લેન્ડને ચોથો ઝટકો આપ્યો છે. એમી  જોન્સ તેના બોલ પર 10 રન બનાવીને હરમનપ્રીત કૌરના હાથે કેચ આઉટ થઈ ગઈ હતી. હવે ટીમને જીતવા માટે 31 રનની જરૂર છે.

  • 16 Mar 2022 11:17 AM (IST)

    નાઈટે શાનદાર ચોગ્ગો ફટકાર્યો

    દીપ્તિ શર્મા 22મી ઓવર લઈને આવી અને છ રન આપ્યા. ઓવરના બીજા બોલ પર નાઈટે  બાઉન્ડ્રી ફટકારી. ઝુલન ગોસ્વામીએ તેની આગલી ઓવર મેઇડન નાખી.

  • 16 Mar 2022 11:14 AM (IST)

    ઇંગ્લેન્ડ માટે જીતનો માર્ગ સરળ બન્યો 104 /4

    રાજેશ્વરી ગાયકવાડ 18મી ઓવર લાવી અને તે મેડન હતી.  ઇંગ્લેન્ડનો સ્કોર 104 રનમાં 4 વિકેટનું નુક્સાન

  • 16 Mar 2022 11:08 AM (IST)

    પૂજાએ ભારતને ત્રીજી સફળતા અપાવી, નતાલી સાયવર આઉટ

  • 16 Mar 2022 11:05 AM (IST)

    ઇંગ્લેન્ડ માટે જીત આસાન થઈ

    રાજેશ્વરી ગાયકવાડ 18મી ઓવર લાવી અને તે મેડન હતી. ઓવરના પાંચમા બોલ પર, નાઈટે બેકવર્ડ પોઈન્ટ પર ચોગ્ગો ફટકાર્યો.

  • 16 Mar 2022 10:46 AM (IST)

    ભારતને મોટી સફળતા, સીવર પેવેલિયન પરત ફરી

    ગાયકવાડે 16મી ઓવરમાં માત્ર એક રન આપ્યો હતો. આગલી ઓવરમાં પૂજા વસ્ત્રાકરે નવ રન આપ્યા પરંતુ છેલ્લા બોલ પર સીવર આઉટ થઈ ગઈ હતી.  તે 46 બોલમાં 45 રન બનાવીને પેવેલિયન પરત ફરી હતી.

  • 16 Mar 2022 10:38 AM (IST)

    ઈંગ્લેન્ડે 15 ઓવરમાં 59 રન બનાવ્યા

    15 ઓવર રમાઈ રહી છે અને ઈંગ્લેન્ડે બે વિકેટ ગુમાવીને 59 રન બનાવી લીધા છે. તે ખૂબ જ ઝડપથી રન બનાવી રહ્યા છે. સીવર એક બાજુથી આક્રમક બેટિંગ કરી રહી છે  ભારત માટે આ મેચમાં વાપસી કરવી ઘણી મુશ્કેલ બની ગઈ છે.

  • 16 Mar 2022 10:35 AM (IST)

    ભારત વિકેટ શોધી રહ્યું છે

    પૂજા વસ્ત્રાકરે 10મી ઓવરમાં એક રન આપ્યો હતો. તે જ સમયે ગાયકવાડે તેની આગલી ઓવરમાં પાંચ રન આપ્યા હતા. ભારત અહીં વિકેટની શોધમાં છે તો જ તે મેચમાં વાપસી કરી શકશે

  • 16 Mar 2022 10:34 AM (IST)

    રાજેશ્વરી ગાયકવાડ તરફથી મોંધી ઓવર

    રાજેશ્વરી ગાયકવાડે નવમી ઓવર લાવીને 9 રન આપ્યા હતા. સીવરે આ ઓવરમાં બે ચોગ્ગા માર્યા.  પાંચમા બોલ પર, તેણે તે જ શૈલીમાં બીજો ચોગ્ગો ફટકાર્યો.

  • 16 Mar 2022 10:19 AM (IST)

    ઝુલન ગોસ્વામીએ વનડેમાં 250 વિકેટ પૂરી કરી

    ઝુલન ગોસ્વામીએ ODI કારકિર્દીમાં 250 વિકેટ પૂરી કરી અને નવો રેકોર્ડ બનાવ્યો.

  • 16 Mar 2022 10:13 AM (IST)

    સીવરને જીવનદાન મળ્યું

    ઝુલન ગોસ્વામી પાંચમી ઓવર લઈને આવી. ઓવરના ચોથા બોલ પર સાયવર બચી ગઈ. બોલ બેટની કિનારી સાથે અથડાયા બાદ મિડલ સ્ટમ્પ પર અથડાયો હતો.

  • 16 Mar 2022 09:55 AM (IST)

    ઝુલન ગોસ્વામીએ ભારતને બીજી સફળતા અપાવી

    ભારતીય ફાસ્ટ બોલરોએ ઈંગ્લેન્ડના બંને ઓપનરને પેવેલિયન પરત મોકલી દીધા છે. ડેનિયલ વોટ 1 રન બનાવીને મેઘના સિંહનો શિકાર થઈ. તે જ સમયે, ભારતની સ્ટાર બોલર ઝુલન ગોસ્વામીએ ટેમી બ્યુમોન્ટને એલબીડબ્લ્યુ આઉટ કરી હતી.

  • 16 Mar 2022 09:40 AM (IST)

    ટીમ ઈન્ડિયાને બીજી ઓવરમાં સફળતા મળી, મેઘનાએ વિકેટ લીધી

    ઈંગ્લેન્ડની બેટિંગ શરૂ થઈ ગઈ છે. બીજી તરફ ભારત તરફથી પ્રથમ ઓવર ઝુલન ગોસ્વામીએ ફેંકી હતી. તેણે ઇનિંગ્સની પ્રથમ ઓવરમાં ત્રણ રન આપ્યા હતા.

  • 16 Mar 2022 09:36 AM (IST)

    ઈંગ્લેન્ડની બેટિંગ શરૂ થઈ

    ભારતીય ટીમે ઈંગ્લેન્ડ સામે ખૂબ જ ખરાબ પ્રદર્શન કર્યું છે. ટીમ ઈન્ડિયા 36.2 ઓવરમાં 134 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ રીતે ઈંગ્લેન્ડ પાસે આસાન લક્ષ્ય છે.

  • 16 Mar 2022 09:04 AM (IST)

    ભારતીય ટીમ 134 રન પર સમેટાઈ, ઈંગ્લેન્ડને આસાન ટાર્ગેટ મળ્યો

    ભારતીય ટીમે ઈંગ્લેન્ડ સામે ખૂબ જ ખરાબ પ્રદર્શન કર્યું છે. ટીમ ઈન્ડિયા 36.2 ઓવરમાં 134 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ રીતે ઈંગ્લેન્ડ પાસે આસાન લક્ષ્ય છે.

  • 16 Mar 2022 08:54 AM (IST)

    ભારતને નવમો ફટકો, ઝુલન ગોસ્વામી આઉટ

  • 16 Mar 2022 08:50 AM (IST)

    ભારતને 8મો ઝટકો રિચા ઘોષ આઉટ

  • 16 Mar 2022 08:47 AM (IST)

    ભારતનો સ્કોર 100ને પાર

    કેટ ક્રોસ 30મી ઓવરમાં પાંચ રન આપ્યા. ચોથા બોલ પર રિચા ઘોષે મિડ-ઓફ પર ફોર ફટકારી અને આ સાથે જ ભારતનો સ્કોર 100ને પાર કરી ગયો. જો કે તેણે સાત વિકેટ ગુમાવી દીધી છે જેના કારણે તેની મુશ્કેલીઓ વધી ગઈ છે.

  • 16 Mar 2022 08:32 AM (IST)

    પૂજા વસ્ત્રાકર આઉટ

    25મી ઓવર લઈને ડીન આવી હતી અને આ વખતે પૂજા વસ્ત્રાકરને આઉટ કરીને ટીમને મોટી સફળતા અપાવી હતી. તે ઓવરના ત્રીજા બોલ પર સ્વીપ કરવાનો પ્રયાસ કરતી વખતે એલબીડબ્લ્યુ થઈ ગઈ હતી. તે નવ બોલમાં છ રન બનાવીને પરત ફરી હતી.

  • 16 Mar 2022 08:30 AM (IST)

    રિચા ઘોષના શાનદાર ચોગ્ગો

    23મી ઓવરમાં રિચા ઘોષે ચોગ્ગો ફટકાર્યો.  ભારત અત્યારે ઘણી મુશ્કેલીમાં છે અને હવે તેની વાપસીનો કોઈ રસ્તો દેખાતો નથી.

  • 16 Mar 2022 08:18 AM (IST)

    24 ઓવર પછી ટીમ ઈન્ડિયાનો સ્કોર - 86/6

    સ્મૃતિ મંધાનાના રૂપમાં ભારતને છઠ્ઠો ઝટકો લાગ્યો છે. મંધાના 35 રન બનાવીને એલબીડબ્લ્યુનો શિકાર બની હતી. ભારતે છ વિકેટ ગુમાવી દીધી છે. હવે ટીમ ઈન્ડિયાને પૂજા વસ્ત્રાકર અને વિકેટ કીપર બેટ્સમેન રિચા ઘોષ પાસેથી આશા છે. 24 ઓવર પછી ટીમ ઈન્ડિયાનો સ્કોર - 86/6

  • 16 Mar 2022 08:16 AM (IST)

    ભારતને મોટો ફટકો સ્મૃતિ આઉટ

    મંધાનાએ 22મી ઓવરના પહેલા બોલ પર ચોગ્ગો ફટકાર્યો અને પછી ચોથા બોલ પર એલબીડબ્લ્યુનો શિકાર બની હતી.    મંધાનાએ રિવ્યુ લીધો પણ તેની વિકેટ બચાવી શકી નહીં. તેણે 58 બોલમાં 35 રન બનાવ્યા હતા.

  • 16 Mar 2022 07:57 AM (IST)

    સ્નેહ રાણા આઉટ

    કૌરના આઉટ થયાના બે બોલમાં ડીન પણ સ્નેહ રાણાને પેવેલિયન પરત મોકલી હતી.  ભારતની અડધી ટીમ પેવેલિયન પરત ફરી ચૂકી છે અને હવે તે ઘણી મુશ્કેલીમાં છે

  • 16 Mar 2022 07:56 AM (IST)

    હરમનપ્રીત કૌર આઉટ

    17મી ઓવરની જવાબદારી ચાર્લોટ ડીનને આપવામાં આવી હતી જેણે હરમનપ્રીત કૌર અને સ્નેહ રાણાને આઉટ કરીને ભારતને મુશ્કેલીમાં મૂક્યું હતું. કૌરે 26 બોલમાં 14 રન બનાવ્યા જેમાં બે ચોગ્ગા સામેલ હતા.

  • 16 Mar 2022 07:48 AM (IST)

    ભારતનો સ્કોર 50ને પાર

    હરમનપ્રીત કૌરે 12મી ઓવરના પાંચમા બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો. તે જ સમયે, આગલી ઓવરમાં, તેના બેટમાં ચોગ્ગો લાગ્યો, 13 ઓવર પછી, ભારતનો સ્કોર 50ને પાર કરી ગયો. હરમનપ્રીત અને મંધાનાની ભાગીદારી ટીમ ઈન્ડિયા માટે ઘણી મહત્વની છે

  • 16 Mar 2022 07:40 AM (IST)

    ભારતીય ટીમ દબાણમાં

    સાયવરે નવમી ઓવરમાં માત્ર બે રન આપ્યા. આ પછી, આગામી ઓવરના પાંચમા બોલ પર, મંધાનાએ કવર તરફ ચોગ્ગો ફટકાર્યો. એ જ 11મી ઓવરમાં માત્ર બે રન આવ્યા. ભારતને મહત્વપૂર્ણ ભાગીદારીની જરૂર છે

  • 16 Mar 2022 07:21 AM (IST)

    ભારતીય ટીમે મહત્વની ત્રણ વિકેટ ગુમાવી

    દીપ્તિએ 10 બોલ રમ્યા પરંતુ ખાતું ખોલાવ્યા વિના રનઆઉટ થઈ ગઈ. સ્મૃતિ મંધાના 17 રન બનાવીને રમી રહી છે. હરમનપ્રીત કૌર 5માં નંબર પર બેટિંગ કરવા ઉતરી છે. ભારતીય ટીમે માત્ર 30ના સ્કોર પર પોતાની મહત્વની ત્રણ વિકેટ ગુમાવી દીધી છે.

  • 16 Mar 2022 07:19 AM (IST)

    દીપ્તિ શર્મા રનઆઉટ

    દીપ્તિ આઠમી ઓવરના છેલ્લા બોલ પર રન આઉટ થઈ હતી. નવ બોલ ડોટ રમ્યા બાદ દીપ્તિ પર દબાણ હતું. તેણીએ મિડ-ઓફ પર શોટ રમ્યો અને રન માટે દોડતા રન આઉટ થઈ

  • 16 Mar 2022 07:13 AM (IST)

    ભારતને મજબૂત ભાગીદારીની જરૂર છે

    બ્રન્ટે સાતમી ઓવરમાં બે રન આપ્યા હતા. શરૂઆતમાં બે વિકેટ ગુમાવ્યા બાદ ભારત દબાણમાં છે અને હવે તેને વાપસી કરવા માટે મજબૂત ભાગીદારીની જરૂર છે.

  • 16 Mar 2022 07:01 AM (IST)

    ભારતને મોટો ફટકો, કેપ્ટન મિતાલી રાજ આઉટ

    ભારતને બીજો ઝટકો કેપ્ટન મિતાલી રાજનો લાગ્યો છે. મિતાલી માત્ર 1 રન બનાવીને કેચ આઉટ થઈ ગઈ હતી. દીપ્તિ શર્મા ચોથા નંબર પર બેટિંગ કરવા ઉતરી છે.

  • 16 Mar 2022 06:58 AM (IST)

    Yastika Bhatia આઉટ

    સ્મૃતિ મંધાનાએ ચોથી ઓવરની શરૂઆત ફોર સાથે કરી હતી. જોકે, ચોથા બોલ પર યાસ્તિકા ભાટિયા આઉટ થતા ભારતને પહેલો ઝટકો લાગ્યો હતો  યસ્તિકાએ 11 બોલમાં 8 રન બનાવ્યા હતા

  • 16 Mar 2022 06:57 AM (IST)

    યાસ્તિકાએ મેચની પ્રથમ બાઉન્ડ્રી ફટકારી

    બીજી ઓવરમાં શ્રબસોલે પણ માત્ર ત્રણ રન આપ્યા હતા. બ્રન્ટને ત્રીજી ઓવરની બોલિંગની જવાબદારી સોંપવામાં આવી હતી. ઓવરના પાંચમા બોલ પર બ્રન્ટે મિડ-ઓન અને શોર્ટ મિડ-વિકેટના ગેપમાં શાનદાર ફોર ફટકારી હતી. બ્રન્ટે આ ઓવરમાં સાત રન આપ્યા

  • 16 Mar 2022 06:57 AM (IST)

    બ્રન્ટે પ્રથમ ઓવરમાં 3 રન આપ્યા

    બ્રન્ટની પ્રથમ ઓવરમાં ભારતના ખાતામાં માત્ર ત્રણ રન જ ઉમેરાયા હતા. યાસ્તિકા પાંચ બોલમાં બે અને સ્મૃતિ મંધાના ખાતું ખોલાવ્યા વિના રમી રહી છે.

  • 16 Mar 2022 06:44 AM (IST)

    ભારતની બેટિંગ શરૂ

    ભારતીની બેટિંગ શરૂ થઈ ગઈ છે. ડાબોડી સ્ટાર બેટ્સમેન સ્મૃતિ મંધાના અને યાસ્તિકા ભાટિયા ઓપનિંગ કરવા મેદાનમાં ઉતર્યા છે. બીજી તરફ ફાસ્ટ બોલર કેથરીન બ્રન્ટ ઈંગ્લેન્ડ માટે બોલિંગની શરૂઆત કરશે.

  • 16 Mar 2022 06:21 AM (IST)

    ઈંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવન

  • 16 Mar 2022 06:20 AM (IST)

    ભારતની પ્લેઈંગ ઈલેવન

  • 16 Mar 2022 06:18 AM (IST)

    ઈંગ્લેન્ડે ટોસ જીત્યો

    ઈંગ્લેન્ડની કેપ્ટન નાઈટે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.  ભારત પ્રથમ બેટિંગ કરશે

Published On - Mar 16,2022 6:14 AM

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">