ઓસ્ટ્રેલીયા સામે પ્રથમવાર ગુલાબી બોલથી રમવા માટે એડિલેડ ટેસ્ટ માટે તૈયાર ટીમ ઇન્ડીયા

ઓસ્ટ્રેલીયા સામે પ્રથમવાર ગુલાબી બોલથી રમવા માટે એડિલેડ ટેસ્ટ માટે તૈયાર ટીમ ઇન્ડીયા

ઓસ્ટ્રેલીયા સામે પ્રથમવાર ગુલાબી બોલથી રમવા માટે એડિલેડ ટેસ્ટ માટે ટીમ ઇન્ડીયા તૈયાર થઈ ગઈ છે. ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે ચાર મેચોની ટેસ્ટ સીરીઝ ની શરુઆત થઇ રહી છે. એડિલેડ ઓવલ મેદાન પર ડે-નાઇટ ટેસ્ટ મેચ થી શરુઆત થશે.   ભારતને જોકે એ વાત થી પ્રેરણાં મળશે કે ઓસ્ટ્રેલીયામાં એડિલેડમાં તેમણે કંઇક દમદાર પ્રદર્શન કર્યા […]

Avnish Goswami

| Edited By: Pinak Shukla

Dec 17, 2020 | 8:44 AM

ઓસ્ટ્રેલીયા સામે પ્રથમવાર ગુલાબી બોલથી રમવા માટે એડિલેડ ટેસ્ટ માટે ટીમ ઇન્ડીયા તૈયાર થઈ ગઈ છે. ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે ચાર મેચોની ટેસ્ટ સીરીઝ ની શરુઆત થઇ રહી છે. એડિલેડ ઓવલ મેદાન પર ડે-નાઇટ ટેસ્ટ મેચ થી શરુઆત થશે.

ભારતને જોકે એ વાત થી પ્રેરણાં મળશે કે ઓસ્ટ્રેલીયામાં એડિલેડમાં તેમણે કંઇક દમદાર પ્રદર્શન કર્યા છે. વર્ષ 2018-19 દરમ્યાન ભારતે એડિલેડ માં જીત હાંસલ કરી હતી. ઓસ્ટ્રેલીયાએ એડિલેડ ઓવલમાં સેન્ટર વિકેટ પર લાઇટમાં અભ્યાસ કર્યો છે. ઓસ્ટ્રેલીયાના કેપ્ટન ટિમ પેને કહ્યુ છે કે, આના થી તેમની ટીમને ફાયદો થશે. પેનએ કહ્યુ કે અમે ભાગ્યશાળી હતા કે કેટલાક દિવસો પહેલા આવી ગયા હતા. અમે ત્રણેક દિવસ લગાતાર અભ્યાસ રાતમાં સેન્ટર વિકેટ ટ્રેનિંગ મેળવી હતી. જે અમારી ટીમ માટે ખૂબ ફાયદાકારક સાબિત થશે.

ઓસ્ટ્રેલીયાએ પણ ફાઇનલ ઇલેવન પંસદ કરી લીધી છે, પરંતુ તે ટોસ સમયે જાહેર કરશે. બીજી તરફ ઓપનીંગની સમસ્યા ભોગવી રહેલી ભારતીય ટીમે માઇન્ડ ગેમ રમતા મેચના એક દિવસ પહેલા જ ટીમ જાહેર કરી છે. જેમાં મયંક અગ્રવાલ અને પૃથ્વી શો ઓપનીંગ કરશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે. શો જોકે હાલમાં અભ્યાસ મેચમાં પણ નિષ્ફળ રહ્યો હતો. બે મેચની ચાર ઇનીંગમાં તે માત્ર 62 રન બનાવી શક્યો છે. વિકેટકિપર ને લઇને પણ ચર્ચા હતી. જેમાં રિદ્ધીમાન સાહા નો અનુભવ યુવા ઋષભ પંત પર ભારે પડ્યો છે. ભારતના નંબર ત્રણ, ચાર અને પાંચ નક્કિ છે. અહી ચેતેશ્વર પુજારા, કોહલી અને અજીંક્ય રહાણે રહેશે. હનુમા વિહારી છઠ્ઠા સ્થાને રહેશે.

Indian star bowler Bumrah worries former Australia captain Border, says key bowler if fit

Bumrah

ઓસ્ટ્રેલીયાની પણ સૌથી મોટી સમસ્યા ઓપનીંગ જોડીની છે. ડેવિડ વોર્નર ઇજાને લઇને આરામ પર બહાર છે. તેના વિકલ્પ તરીકે વિલ પુકોવસ્કીનો હતો, પરંતુ તે પણ કન્કશનને લઇને પ્રથમ ટેસ્ટ થી બહાર છે. કેપ્ટન પેને સ્પષ્ટ કરી દીધુ છે, કે મેથ્યુ વેડ ઓસ્ટ્રેલીયાની ઇનીંગની શરુઆત કરશે. માર્નસ લાબુશાને અને સ્ટીવ સ્મિથ પર પણ ટીમ નિર્ભર કરશે. સાથે જ ઓલરાઉન્ડ કેમરુન ગ્રીન પણ રમનારો છે. ગ્રીન પણ કન્કશન નો શિકાર થયો હતો. તેના આવવા થી નિયમીત બોલરોને બેકઅપ મળી રહેશે. સાથે જ મધ્યક્રમ પણ મજબૂત બનશે. ટીમની બોલીંગ ટોચના ક્રમની છે.

ભારતીય ટીમઃ કેપ્ટન વિરાટ કોહલી, મયંક અગ્રવાલ, પૃથ્વી શો, ચેતેશ્વર પુજારા, અજીંક્ય રહાણે, હનુમા વિહારી, રિદ્ધીમાન સાહા, રવિચંદ્રન અશ્વિન, ઉમેશ યાદવ, જસપ્રિત બુમરાહ અને મહમંદ શામી.

ઓસ્ટ્રેલીન ટીમઃ કેપ્ટન ટિમ પેન, જો બર્ન્સ, સ્ટીવ સ્મિથ, પેટ કમિન્સ, કેમરુન ગ્રીન, માર્કસ હૈરીસ, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, મોઇજેસ હેનરિક્સ, માર્નસ લાબુશને, નાથાન લિયોન, મિશેલ નાસેર, સ્ટીવ સ્મિથ, મિશેલ સ્ટાર્ક, મિશેલ સ્વેપ્સન અને મેથ્યુ વેડ.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati