Ind vs SL 1st T20I: ભારતીય ટીમની વિજયી શરુઆત, શ્રીલંકા સામે પ્રથમ ટી20માં મેળવી રોમાંચક જીત

India vs Sri Lanka T20I match result : મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ભારતીય ટીમ આ વર્ષની પહેલી ટી20 મેચ રમી હતી. ભારતીય ટીમે શ્રીલંકાને 163 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

Ind vs SL 1st T20I: ભારતીય ટીમની વિજયી શરુઆત, શ્રીલંકા સામે પ્રથમ ટી20માં મેળવી રોમાંચક જીત
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 03, 2023 | 10:49 PM

ભારતની આર્થિક રાજધાની મુંબઈમાં આજથી ભારત અને શ્રીલંકા વચ્ચે ટી20 સીરીઝની શરુઆત થઈ હતી. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં આજે ભારત અને શ્રીલંકાની ક્રિકેટ ટીમ વચ્ચે પ્રથમ ટી20 મેચ રમાઈ હતી. આજની મેચમાં શ્રીલંકાની ટીમે ટોસ જીતી બોલિંગ પસંદ કરી હતી. આ રોમાંચક મેચ ભારતીય ટીમે આપેલા 163 રનના ટાર્ગેટ સામે શ્રીલંકાની ટીમે 20 ઓવરમાં 10 વિકેટના નુકશાન સાથે 160 રન બનાવ્યા હતા. 20 ઓવરના અંતે શ્રીલંકાની આખી ટીમ ઓલઆઉટ થઈ હતી. ભારતના યંગ બોલરોએ એક એક કરીને શ્રીલંકાના ધૂંધરોને પેવેલિયન મોકલ્યા હતા

મેચની બીજી ઈનિંગ્સમાં રોમાંચક ક્ષણો જોવા મળી હતી. બીજી ઈનિંગ્સમાં ભારત તરફ ડેબ્યૂ કરનાર શિવમ માવીએ પહેલી જ મેચમાં 4 વિકેટ લીધી હતી. જ્યારે યંગ બોલર ઉમરાન મલિક અને હર્ષલ પટેલે 2-2 વિકેટ લીધી હતી. આજની મેચમાં હાર્દિક પંડયાના નેતૃત્વવાળી ભારતીય ટીમે 2 રનથી જીત મેળવી હતી. આ સાથે જ ભારતીય ટીમ 3 મેચની ટી20 સીરીઝમાં 1-0થી આગળ ચાલી રહી છે.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

પ્રથમ ઈનિંગ્સમાં શું થયુ ?

આજની પહેલી ટી20 મેચમાં શ્રીલંકાની ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી હતી. પ્રથમ બેંટિગ કરીને ભારતની ટીમે શ્રીલંકાને 163 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ભારતીય ક્રિકેટ ટીમે આજે 5 વિકેટના નુકશાન પર 162 રન બનાવ્યા હતા. ભારતીય ટીમના ઓપનર ઈશાન કિશને ટીમને સારી શરુઆત અપાવી હતી. ભારતીય ટીમ માટે વર્ષ 2023નો પહેલો છગ્ગો અને ચોક્કો ઈશાન કિશનની બેટથી આવ્યો હતો. ટી20માં ડેબ્યુ કરનાર શુભમન ગિલ 7 રન બનાવી આઉટ થયો હતો.સૂર્યકુમાર યાદવ અને સંજુ સેમસંગ પણ સારી બેંટિગ કરવામાં અસફળ રહ્યા હતા. શ્રીલંકાના સ્પિનરોએ આ ઈનિંગ્સમાં સારુ પ્રદર્શન કર્યુ હતુ.

સૂર્યકુમાર યાદવ 7 રન અને સંજુ સેમસંગ 5 રન બનાવીને આઉટ થયા હતા. ભારતીય ટીમના નવા કેપ્ટન હાર્દિક પંડ્યાએ 27 બોલમાં 29 રન ફટકાર્યા હતા. દીપક હુડ્ડાએ મેચમાં 23 બોલમાં 41 રન બનાવ્યા હતા, જેમાં 4 છગ્ગા અને 1 ચોક્કા માર્યા હતા. જ્યારે અક્ષર પટેલે 20 બોલમાં 31 રન બનાવ્યા હતા. આ મેચમાં તેણે 1 છગ્ગા અને 3 ચોક્કા ફટકાર્યો હતો.

પહેલી ટી20 માટે ભારતની પ્લેઈંગ ઈલેવન

વર્ષ 2023ની શરુઆતમાં જ ભારતીય ક્રિકેટ ટીમ નવા કેપ્ટન, નવી જર્સી અને નવા સ્પોન્સર સાથે મેદાન પર ઉતરી હતી.

પહેલી ટી20 મેચ માટે શ્રીલંકાની પ્લેઈંગ 11

પથુમ નિસાંકા, કુસલ મેન્ડિસ, ધનંજયા ડી સિલ્વા, ચરિથ અસલંકા, ભાનુકા રાજપક્ષે, દાસુન શનાકા(c), વાનિન્દુ હસરંગા, ચમિકા કરુણારત્ને, મહેશ થીક્ષાના, કસુન રાજીથા, દિલશાન મદુશંકા

ટી20 સીરિઝનો આખો કાર્યક્રમ

શ્લીલંક સામેની ટી 20 સીરિઝમાં પહેલી મેચ આજે મુંબઈમાં રમાઈ હતી. હવે બીજી ટી20 મેચ 5 જાન્યુઆરીના રોજ પુણેમાં રમાશે, જ્યારે અંતિમ અને ત્રીજી ટી20 મેચ ગુજરાતના રાજકોટમાં 7 જાન્યુઆરીના રોજ રમાશે.

હેડ ટુ હેડ રેકોર્ડ

ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલી ભૂતકાળની ટી20 મેચોમાં ભારતીય ક્રિકેટ ટીમનો દબદબો રહ્યો છે. ભારત અને શ્રીલંકા વચ્ચે 26 ટી20 મેચો રમાઈ છે. જેમાંથી 17 મેચમાં ભારત અને 8 મેચમાં શ્રીલંકાની જીત થઈ છે. જ્યારે 1 મેચ પરિણામ વગરની રહી હતી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">