AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ind vs SL 1st T20I: ભારતીય ટીમે આપ્યો 163 રનનો ટાર્ગેટ, હુડ્ડા અને અક્ષર પટેલે રાખી લાજ

આજની પહેલી ટી20 મેચમાં શ્રીલંકાની ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી હતી. પ્રથમ બેંટિગ કરીને ભારતની ટીમે શ્રીલંકાને 163 રનનો ટાર્ગેટ આપ્યો છે. ભારતીય ક્રિકેટ ટીમે આજે 5 વિકેટના નુકશાન પર 162 રન બનાવ્યા છે.

Ind vs SL 1st T20I: ભારતીય ટીમે આપ્યો 163 રનનો ટાર્ગેટ, હુડ્ડા અને અક્ષર પટેલે રાખી લાજ
Ind vs SL 1st T20I Image Credit source: Twitter
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 03, 2023 | 9:00 PM
Share

મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં આજે ભારત અને શ્રીલંકા વચ્ચે ટી20 સીરિઝ શરુ થઈ છે. આજની પહેલી ટી20 મેચમાં શ્રીલંકાની ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી હતી. પ્રથમ બેંટિગ કરીને ભારતની ટીમે શ્રીલંકાને 163 રનનો ટાર્ગેટ આપ્યો છે. ભારતીય ક્રિકેટ ટીમે આજે 5 વિકેટના નુકશાન પર 162 રન બનાવ્યા છે.20 ઓવરની આ મેચમાં જ્યારે સારી બેંટિગની જરુર હતી ત્યારે જ દીપક હુડ્ડા અને અક્ષર પટેલે બાજી સંભાળી હતી. દીપક હુડ્ડાએ મેચમાં 23 બોલમાં 41 રન બનાવ્યા હતા, જેમાં 4 છગ્ગા અને 1 ચોક્કા માર્યા હતા. જ્યારે અક્ષર પટેલે 20 બોલમાં 31 રન બનાવ્યા હતા. આ મેચમાં તેણે 1 છગ્ગા અને 3 ચોક્કા ફટકાર્યો હતો.

ભારતીય ટીમના ઓપનર ઈશાન કિશને ટીમને સારી શરુઆત અપાવી હતી. ભારતીય ટીમ માટે વર્ષ 2023નો પહેલો છગ્ગો અને ચોક્કો ઈશાન કિશનની બેટથી આવ્યો હતો. ટી20માં ડેબ્યુ કરનાર શુભમન ગિલ 7 રન બનાવી આઉટ થયો હતો.સૂર્યકુમાર યાદવ અને સંજુ સેમસંગ પણ સારી બેંટિગ કરવામાં અસફળ રહ્યા હતા. સૂર્યકુમાર યાદવ 7 રન અને સંજુ સેમસંગ 5 રન બનાવીને આઉટ થયા હતા. ભારતીય ટીમના નવા કેપ્ટન હાર્દિક પંડ્યાએ 27 બોલમાં 29 રન ફટકાર્યા હતા.

પહેલી ટી20 માટે ભારતની પ્લેઈંગ ઈલેવન

વર્ષ 2023ની શરુઆતમાં જ ભારતીય ક્રિકેટ ટીમ નવા કેપ્ટન, નવી જર્સી અને નવા સ્પોન્સર સાથે મેદાન પર ઉતરી હતી.

પહેલી ટી20 મેચ માટે શ્રીલંકાની પ્લેઈંગ 11

પથુમ નિસાંકા, કુસલ મેન્ડિસ, ધનંજયા ડી સિલ્વા, ચરિથ અસલંકા, ભાનુકા રાજપક્ષે, દાસુન શનાકા(c), વાનિન્દુ હસરંગા, ચમિકા કરુણારત્ને, મહેશ થીક્ષાના, કસુન રાજીથા, દિલશાન મદુશંકા

હેડ ટુ હેડ રેકોર્ડ

ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલી ભૂતકાળની ટી20 મેચોમાં ભારતીય ક્રિકેટ ટીમનો દબદબો રહ્યો છે. ભારત અને શ્રીલંકા વચ્ચે 26 ટી20 મેચો રમાઈ છે. જેમાંથી 17 મેચમાં ભારત અને 8 મેચમાં શ્રીલંકાની જીત થઈ છે. જ્યારે 1 મેચ પરિણામ વગરની રહી હતી.

ટી20 સીરિઝનો આખો કાર્યક્રમ

શ્લીલંક સામેની ટી 20 સીરિઝમાં પહેલી મેચ આજે મુંબઈમાં રમાશે. બીજી ટી20 મેચ 5 જાન્યુઆરીના રોજ પુણેમાં રમાશે, જ્યારે અંતિમ અને ત્રીજી ટી20 મેચ ગુજરાતના રાજકોટમાં 7 જાન્યુઆરીના રોજ રમાશે.

g clip-path="url(#clip0_868_265)">