IND vs AUS: ભારતનો ઓસ્ટ્રેલીયાની ધરતી પર છે આવો રેકોર્ડ, હેરાન રહી જવાશે આંકડાઓ જોઇને

|

Nov 27, 2020 | 2:32 PM

6, ડિસેમ્બર, 1980 એ મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ સાક્ષી બન્યુ હતુ, ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે રમાયેલી પ્રથમ વન ડે મેચનુ. આ મેચમાં ભારતના કેપ્ટન સુનિલ ગાવાસ્કર હતા. જ્યારે ઓસ્ટ્રેલીયાની આગેવાની ગ્રેગ ચેપલે કરી હતી. ભારતે કાંગારુ ની ટીમને આ મેચમાં 66 રન થી હાર આપી હતી. ઓસ્ટ્રેલીયાની ધરતી પર મળેલી એ જીત ખરેખર જ ઐતિહાસીક હતી. […]

IND vs AUS: ભારતનો ઓસ્ટ્રેલીયાની ધરતી પર છે આવો રેકોર્ડ, હેરાન રહી જવાશે આંકડાઓ જોઇને

Follow us on

6, ડિસેમ્બર, 1980 એ મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ સાક્ષી બન્યુ હતુ, ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે રમાયેલી પ્રથમ વન ડે મેચનુ. આ મેચમાં ભારતના કેપ્ટન સુનિલ ગાવાસ્કર હતા. જ્યારે ઓસ્ટ્રેલીયાની આગેવાની ગ્રેગ ચેપલે કરી હતી. ભારતે કાંગારુ ની ટીમને આ મેચમાં 66 રન થી હાર આપી હતી. ઓસ્ટ્રેલીયાની ધરતી પર મળેલી એ જીત ખરેખર જ ઐતિહાસીક હતી. જોકે તે જીત બાદથી લઇને આજ સુધી ભારત ઓસ્ટ્રેલીયાને માત્ર 13 મેચમાં જ કરાવી શક્યુ છે. જેમાં આ જીત પણ સામેલ છે.

વર્તમાન સીરીઝ પણ રોમાંચક રહેવાની આશા વર્તાઇ રહી છે. વિરાટ કોહલીની કેપ્ટનશીપમાં ઓસ્ટ્રેલીયા પહોંચેલી ભારતીય ટીમમાં એ દમ દેખાઇ રહ્યો છે, જેના વડે વર્ષ 2018-2019ના કારનામાને દોહરાવી શકાય છે. જોકે આંકડાઓથી પણ મોં ફેરવી શકાતુ નથી, જે પુરી રીતે ઓસ્ટ્રેલીયાના પક્ષમાં રહ્યા છે. આવો જોઇએ વન ડે ક્રિકેટમાં ભારતનો ઓસ્ટ્રેલીયામાં અત્યાર સુધી પ્રદર્શન કેવુ રહ્યુ છે.

તમારા મગજને શાર્પ કરવાની 10 સરળ રીતો
132 કરોડ રૂપિયાનો માલિક છે અશ્વિન, ઘરની કિંમત જાણીને ચોંકી જશો
ડિનર પહેલાં અને ડિનર પછી દારૂ પીવામાં શું તફાવત છે, દરેકે જાણવું જોઈએ
પૂર્વ દિશામાં પગ રાખીને સૂવાથી શું થાય છે ?
ગુજરાતી સિંગર અરવિંદ વેગડાના ગીત વગર ખેલૈયાની નવરાત્રી અધુરી છે, જુઓ ફોટો
આ 5 લોકોના ઘરે ક્યારેય ન કરવુ જોઈએ ભોજન

ભારત અને ઓસ્ટ્રેલીયા વન ડે ક્રિકેટમાં 140 વખત એકબીજા સામે ટકરાઇ ચુક્યા છે. જેમાં 78 મેચમાં જીત કાંગારુ ટીમને હાથ લાગી છે, જ્યારે 52 મેચોમાં ભારતીય ટીમે જીત મેળવી છે. ઓસ્ટ્રેલીયા સામે તેમની જ ધરતી પર ભારત 51 વન ડે મેચ રમી ચુક્યુ છે. જેમાં ભારતને માત્ર 13 મેચમાં જીત મળી શકી છે. જ્યારે 36 મેચોમાં ઓસ્ટ્રેલીયા મેચ પોતાના નામે કરી શક્યુ છે. સ્પષ્ટ છે જો આંકડા પર વિશ્વાસ કરીએ તો ભારત માટે ઓસ્ટ્રેલીયામાં જીત આસાન નથી રહી શકી. દરેક જીત માટે ભારતે ખુબ મહેનત કરવી પડી છે.

ટીમ ઇન્ડિયાની ફેવરમાં એક વાત આવે છે. જે એ છે કે કોહલી અને તેની ટીમ ઓસ્ટ્રેલીયાના પાછળના પ્રવાસમાં સફળતા મેળવી હતી. ટીમે વન ડે સીરીઝમાં આરોન ફીંચની કેપ્ટનશીપ વાળી ટીમને 2-1 થી પરાસ્ત કરી દીધી હતી. જોકે એ વાત પણ નહી ભૂલવી જોઇએ કે તે સિરીઝમાં ડેવિડ વોર્નર અને સ્ટીવ સ્મિથ પ્રતિબંધને લઇને રમી શક્યા નહોતા. એક દીવસીય ક્રિકેટમાં ભારત સામે ઓસ્ટ્રેલીયામાં પાછળની આઠ મેચમાં સ્ટીવ સ્મિથ 66.71 ની સરેરાશ 467 રન બનાવ્યા છે. જેમાં બે શતક અને એક અર્ધશતક પણ સામેલ છે. તો વોર્નર પણ પાછલી નવ પારીમાં 43.44 ની સરેરાશ થી 391 રન ફટકાર્યા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 10:19 am, Fri, 27 November 20

Next Article