Breaking News : ગ્લેન ફિલિપ્સની ઐતિહાસિક સદી, ભારત સામે આવું કરનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન
Glenn Phillips Hundred: ન્યૂઝીલેન્ડના સ્ટાર ઓલરાઉન્ડર ગ્લેન ફિલિપ્સે ભારત સામેની પ્રથમ ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં શાનદાર સદી ફટકારીને એક મોટો રેકોર્ડ બનાવ્યો.

ન્યુઝીલેન્ડના સ્ટાર ઓલરાઉન્ડર ગ્લેન ફિલિપ્સે વેલિંગટનના બેસિન રિઝર્વ મેદાન પર ભારત વિરુદ્ધ રમાયેલી પહેલી ટેસ્ટ મેચમાં શાનદાર સદી ફટકારી વર્લ્ડ ક્રિકેટમાં એક નવો ઈતિહાસ રચ્યો છે. ફિલિપ્સે એક જ કેલેન્ડર વર્ષમાં ભારત વિરુદ્ધ ઈન્ટરનેશનલ ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં સદી ફટકાવનારો દુનિયાનો પહેલો ખેલાડી બની ગયો છે. આ પહેલા ગ્લેન ફિલિપ્સે 18 જાન્યુઆરી 2026ના ભારત વિરુદ્ધ વનડે મેચમાં સદી ફટકારી હતી. ત્યારબાદ 30 ઓક્ટોમ્બર ટી20 મેચમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતુ. હવે વેલિંગટન ટેસ્ટની પહેલી ઈનિગ્સમાં સદી પુરી કરી આ ઐતિહાસિક સફળતા મેળવી છે.
આવું કરનારો દુનિયાનો બીજો ખેલાડી
કોઈ પણ ટીમ વિરુદ્ધ એક કેલેન્ડર વર્ષના ત્રણેય ફોર્મેટમાં સદી ફટકાવવા મામલે ગ્લેન ફિલિપ્સ વર્લ્ડ ક્રિકેટમાં માત્ર બીજો એવો બેટ્સમેન બન્યો છે. જેમની પહેલા માત્ર પૂર્વ ભારતીય કેપ્ટન રોહિત શર્માના નામે હતો. જેમણે વર્ષ 2017માં શ્રીલંકા વિરુદ્ધ ટેસ્ટ , વનડે અને ટી20માં ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારી હતી. તો ગ્લેન ફિલિપ્સ ન્યુઝીલેન્ડનો પહેલો એવો બેટ્સમેન બન્યો છે. જેમણે કોઈ પણ દેશ વિરુદ્ધ ઈન્ટરનેશનલ ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારી હોય.
ભારત વિરુદ્ધ ત્રણેય ફોર્મેટમાં સદી ફટકાવવા મામલે બેટ્સમેનના લિસ્ટમાં વો શેન વોટસન અને શે હોય બાદ ત્રીજો ખેલાડી બન્યો છે. આ ગ્લેન ફિલિપ્સના ટેસ્ટ કરિયરની બીજી સદી છે. આ ઈનિગ્સ દરમિયાન તેમણે અનેક સફળતા મેળવી છે. મેચના પહેલા દિવસે ફિલિપ્સે ટેસ્ટ ક્રિકેટમાં પોતાના 1000 રન પુરા કર્યા. હવે તેના નામે 20 મેચની 30 ઈનિગ્સમાં 38.35ની સરેરાશથી 1074 રન નોંધાયા છે.
ન્યૂઝીલેન્ડની પહેલી ઇનિંગ 368 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ ઇનિંગમાં કિવીઝ માટે હેનરી નિકોલ્સે અણનમ 175 રન બનાવ્યા હતા. ગ્લેન ફિલિપ્સે પણ 118 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ સિવાય અન્ય કોઈ બેટ્સમેન 20 રનના આંકડા સુધી પહોંચી શક્યો ન હતો. આ દરમિયાન ભારત તરફથી જસપ્રીત બુમરાહે સૌથી વધુ વિકેટ લીધી, તેણે ચાર વિકેટ લીધી. આકાશ દીપે ત્રણ વિકેટ લીધી. હવે જોવાનું રહેશે ભારતીય ટીમ કેવું પ્રદર્શન કરે છે. આ સમાચાર લખાય છે. ત્યાં સુધી ભારતીય ટીમના યશસ્વી જયસ્વાલ અને કે,એલ રાહુલ બેટિંગ કરવા ઉતર્યા છે.
