IND vs ENG: ભારત અને ઇંગ્લેંડ વચ્ચેની વન ડે શ્રેણીને લઇને બદલાઇ શકે છે સ્થળ, બેકઅપની તૈયારીઓ શરુ

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) હાલના દિવસોમાં મહારાષ્ટ્ર (Maharashtra) માં કોવિડ-19 ના કેસોમાં વધારા બાદ ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચે થનારી વન ડે સિરીઝને પુણે (Pune) થી બહાર શિફ્ટ કરવાની સંભાવનાઓ પર વિચાર કરી રહી છે.

IND vs ENG: ભારત અને ઇંગ્લેંડ વચ્ચેની વન ડે શ્રેણીને લઇને બદલાઇ શકે છે સ્થળ, બેકઅપની તૈયારીઓ શરુ
MCA Stadium, Pune
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Feb 27, 2021 | 11:40 AM

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) હાલના દિવસોમાં મહારાષ્ટ્ર (Maharashtra) માં કોવિડ-19 ના કેસોમાં વધારા બાદ ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચે થનારી વન ડે સિરીઝને પુણે (Pune) થી બહાર શિફ્ટ કરવાની સંભાવનાઓ પર વિચાર કરી રહી છે. 3 મેચોની એક દિવસીય શ્રેણી 23 થી લઇને 28 માર્ચ સુધી પુણેના એમસીએ સ્ટેડિયમ (MCA Stadium) માં રમાનારી છે. કોરોના કેસોની સ્થિતીમાં એકાએક વધારો થવાને લઇને BCCI દ્વારા તેની પર હવે વિચારવા લાગ્યુ છે.

ઇન્ડીયા ટુડેના એક રિપોર્ટનુસાર બીસીસીઆઇએ બેકઅપ પ્લાન પર કામ કરવાની શરુઆત કરી દીધી છે. જોકે હાલમાં વન ડે ક્રિકેટ શ્રેણી માટે ઘણો સમય બચ્યો છે. મહારાષ્ટ્રમાં કોવિડ-19 કેસોમાં નવેસરથી વધારો જોવા મળી રહ્યો છે.

આઇપીએલની લીગ મેચોને લઇને પણ મુંબઇમાં આયોજન કરવાની જાણકારી હતી. જોકે અપડેટ મુજબ આઇપીએલની મેચો પણ મુંબઇથી બહાર આયોજીત કરવામાં આવનાર છે. બીસીસીઆઇ 5 થી 6 સ્થાનો પર આઇપીએલનુંં આયોજન કરી શકે છે. મુંબઇમાં ત્રણ સ્ટેડિયમ હોવાને લઇને લીગ મેચોને માટે મહત્વનુ શહેર માનાવમાં આવી રહ્યુ હતુંં.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ઇંગ્લેંડની ટીમને હાલમાં કેટલાક સપ્તાહ અમદાવાદમાં જ વિતાવવાના છે. ભારત સામે અંતિમ ટેસ્ટ મેચ બાદ તેમણે પાંચ T20 મેચોની શ્રેણી અમદાવાદમાં રમવાની છે. આ દરમ્યાન મહારાષ્ટ્રની કોરોનાની સ્થિતી કેવી છે તેનો સતત અભ્યાસ કરવામાં આવશે. આમ છતાં પણ બીસીસીઆઇ નિશ્વિત રુપે બેકઅપ પ્લાન તૈયાર રાખશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">