IND vs ENG: ભારત અને ઇંગ્લેંડ વચ્ચેની ટેસ્ટ શ્રેણી એ તોડ્યો લોકપ્રિયતાનો રેકોર્ડ, જબરદસ્ત પ્રતિસ્પર્ધા જવાબદાર

ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચે હાલમાં રમાયેલી ટેસ્ટ સિરીઝ (Test Series) માં વ્યુઅરશીપનો નવો રેકોર્ડ (Viewers Record) નોંધાયો છે. જે સિરીજ દરમ્યાન 13 લાખ એવરેજ મિનીટ ઓડીયન્સ (Viewers Record) નોંધાઇ હતી.

IND vs ENG: ભારત અને ઇંગ્લેંડ વચ્ચેની ટેસ્ટ શ્રેણી એ તોડ્યો લોકપ્રિયતાનો રેકોર્ડ, જબરદસ્ત પ્રતિસ્પર્ધા જવાબદાર
ભારત માં લગભગ એક વર્ષ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમાઇ હતી.
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Mar 20, 2021 | 8:26 AM

ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચે હાલમાં રમાયેલી ટેસ્ટ સિરીઝ (Test Series) માં વ્યુઅરશીપનો નવો રેકોર્ડ (Viewers Record) નોંધાયો છે. જે સિરીજ દરમ્યાન 13 લાખ એવરેજ મિનીટ ઓડીયન્સ (Viewers Record) નોંધાઇ હતી. ક્રિકેટ ના ઇતિહાસમાં સૌથી મોટા ફોર્મેટની લોકપ્રિયતાનુ આ પ્રમાણ છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ (World Test Championship) ની શરુઆત બાદ ટેસ્ટ મેચોની લોકપ્રિયતામાં વધારો થઇ રહ્યો છે. આ સિરીઝ દરમ્યાન વ્યુઅર સંખ્યા 10 કરોડ 30 લાખને પાર પહોંચી છે.

સ્ટાર ઇન્ડીયાના સ્પોર્ટસ હેડ સંજય ગુપ્તાએ દર્શકોની સંખ્યા અંગે વાત કરતા કહ્યુ હતુ કે, અમે ટેસ્ટ સિરીઝમાં મળેલી પ્રતિક્રિયાથી ખુશ છીએ. ભારત માં લગભગ એક વર્ષ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમાઇ હતી. સાથે જ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ માટે જબરદસ્ત પ્રતિસ્પર્ધાને કારણે આ આદર્શ સ્થિતી સર્જાઇ છે. ચાર ભારતીય ભાષાઓમાં મેચ દર્શાવવાને લઇને પણ મંચ મળ્યો અને રેકોર્ડ વ્યૂઅરશિપ નોંધાઇ હતી. તેમણે કહ્યુ હતુ કે, અમે આ લયને વન ડે શ્રેણીમાં બરકરાર રાખવા માંગીશુ. જેના બાદ આઇપીએલ 2021 અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ રમાશે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

આ સિરીઝમાં ભારત તરફથી અશ્વિન, રોહિત શર્મા, અક્ષર પટેલ અને ઋષભ પંત એ શાનદાર પ્રદર્શન કર્યુ હતુ. ભારતે ટેસ્ટ શ્રેણીને 3-1 થી જીતી લીધી હતી. સિરિઝમાં ભારતને મળેલી જીત બાદ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં સ્થાન મેળવ્યુ છે. હાલના સમયમાં ભારત અને ઇંગ્લેંડ વચ્ચે પાંચ મેચોની T20 સિરીઝ રમાઇ રહી છે. તેના બાદ 23 માર્ચ થી ભારત અને ઇંગ્લેંડ વચ્ચે ત્રણ મેચોની વન ડે શ્રેણી રમાનારી છે. ભારતના મુખ્ય બ્રોડકાસ્ટર સ્ટાર સ્પોર્ટસ એ કહ્યુ છે કે, દર્શકોને પોતાની સાથે જોડવા માટે અમે કોઇ જ કસર છોડીશુ નહી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">