ભારત અને ઇંગ્લેંડ (India vs England) ટેસ્ટ સિરીઝ હવે શરુ થવાની ઘડીઓ ગણવામાં આવી રહી છે. તૈયારીઓ પણ હવે તેના આખરી તબક્કામાં છે. ટીમ ઇન્ડીયા (Team India) ના બેટ્સમેન નેટ પર પોતાની પ્રેકટીશ પણ પરસેવો વહાવી કરી રહ્યા છે. આ કામ માટે તેમને મદદ કરી રહ્યા છે નેટ બોલર. જે નેટ બોલરોની વચ્ચે જ એક નામ છે, સૌરભ કુમાર (Saurabh Kumar). જે ઉત્તર પ્રદેશનો છે, પરંતુ તેને ઝારખંડમાં રહેવા વાળા ધોની સાથે ખુબ જૂનુ કનેકશન છે.
ધોની (MS Dhoni) એ તેનો કનેકશનને લઇને બતાવ્યુ હતુ. જોકે આ પહેલા સૌરભ કુમારના બેકગ્રાઉન્ડને સમજી લઇએ. તે યુપીનો સ્પિનર બોલર છે. વર્ષ 2014માં તેણે યુપીને માટે ડેબ્યુ કર્યુ હતુ. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સૌરભ કુમારે 44 મેચોમાં 192 વિકેટ મેળવી હતી. લિસ્ટ એ ક્રિકેટમાં તેણે 25 મેચોમાં 37 વિકેટ અને T20 ક્રિકેટમાં તેણે 21 વિકેટ ઝડપી હતી.
View this post on Instagram
ધોની અને તેનો જૂનો નાતો છે. 27 વર્ષીય સૌરભ કુમાર ધોની સાથે IPL દરમ્યાન ઓળખાણ થઇ હતી. 2017માં ધોની જ્યારે પુણે સુપરજાયન્ટ્સ નો હિસ્સો હતા, ત્યારે ઉત્તરપ્રદેશ ના સ્પિનર સૌરભ પણ તે ટીમમાં સામેલ હતો. જોકે સૌરભને આઇપીએલમાં એક પણ મેચ રમવાનો મોકો મળ્યો નહોતો.
ઇંગ્લેંડની સામે ટેસ્ટ સિરીઝ માટે તેને કૃષ્ણપ્પા ગૌતમ સાથે નેટ બોલર તરીકે ભારતીય ટીમમાં સ્થાન મળ્યુ છે. ચેન્નાઇની નેટ પર તે અજીંક્ય રહાણે ને બોલીંગ કરી રહેલો જોવા મળ્યો છે. રહાણેએ પોતાનો અભ્યાસ કરતો વિડીયો સોશિયલ મિડીયા પર શેર કર્યો હતો. જેમાં સૌરભ કુમારની ઝલક પણ જોવામ મળે છે.
મતલબ એ પણ છે કે તે, ટીમ ઇન્ડીયાના પસંદગીકારોના રડાર પર પણ છે. ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચેની શ્રેણીં ટી નટરાજન નેટ બોલરના સ્વરુપે જ પ્રવાસ પર ટીમ સાથે ગયો હતો. જ્યાં તેણે ટીમ ઇન્ડીયા વતી ત્રણેય ફોર્મેટમાં ડેબ્યુ કર્યુ હતુ. આવામાં સૌરભ કુમાર માટે પણ આશા હોવી જોઇએ કે એક દિવસ તેનુ પણ કિસ્મત ચમકે અને તે ફ્રન્ટ લાઇ બોલરમાં પોતાનુ નામ પણ દર્જ કરાવે. આખરે ક્રિકેટમાં મહેનત સાથે કિસ્મત પણ એટલુ જ મહત્વ ધરાવે છે.